
IPL 2025માં ધર્મશાળાના મેદાન પર પહેલી મેચમાં પંજાબ કિંગ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સની ટક્કર થઈ હતી. પંજાબને પહેલા બેટિંગ કરવાની તક મળી હતી. આ દરમિયાન, ટીમ માટે ફિનિશરની ભૂમિકા ભજવી રહેલા શશાંક સિંહે એટલો ઉંચો છગ્ગો ફટકાર્યો કે ટીમની માલકિન પ્રીતિ ઝિન્ટાના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. શશાંક સિંહે બોલ એટલો જોરથી માર્યો કે બોલ સ્ટેડિયમની છત પર પડ્યો અને બહાર ગયો. આ અદ્ભુત શોટ જોઈને પ્રીતિ ઝિન્ટા દંગ રહી ગઈ. તેની પ્રતિક્રિયા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.
16મી ઓવરના બીજા બોલ પર, પંજાબ કિંગ્સે નેહલ વાઢેરાના રૂપમાં પોતાની ચોથી વિકેટ ગુમાવી દીધી. આ પછી શશાંક સિંહ બેટિંગ કરવા આવ્યો. આ ઓવરમાં તેણે 2 બોલમાં 2 રન બનાવ્યા. આ પછી, તેણે 17મી ઓવરમાં મયંક યાદવ સામે હાથ ખોલવાનો નિર્ણય કર્યો અને ચોગ્ગાથી શરૂઆત કરી. બીજા બોલ પર તેણે 2 રન બનાવ્યા. પરંતુ ત્રીજા બોલ પર, તેણે ડીપ બેકવર્ડ સ્ક્વેર લેગ તરફ એક શક્તિશાળી શોટ માર્યો અને બોલને સ્ટેડિયમની પેલે પાર મોકલીને સિક્સર ફટકારી. તમના આ શક્તિશાળી શોટને જોઈને પંજાબ કિંગ્સની માલકિન પ્રીતિ ઝિન્ટા સહિત સ્ટેડિયમમાં હાજર દરેક વ્યક્તિ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
Fetch that one from the mountains! #ShashankSingh lights up Dharamsala with a monstrous six. Power-hitting at it’s finest!
Watch the LIVE action in BHOJPURI ➡ https://t.co/Iz9KWvDwyp #IPLRace2Playoffs #PBKSvLSG | LIVE NOW on Star Sports 1, Star Sports 1 Hindi, Star… pic.twitter.com/C24qxSp4lE
— Star Sports (@StarSportsIndia) May 4, 2025
શશાંક સિંહે ફરી એકવાર પોતાની તાકાત બતાવી. આ મેચમાં તેણે ફક્ત 15 બોલ રમ્યા પરંતુ 220ના સ્ટ્રાઈક રેટથી 33 રન બનાવ્યા. આ દરમિયાન તેના બેટમાંથી 4 ચોગ્ગા અને 1 છગ્ગો લાગ્યો. આ સાથે, તેણે અત્યાર સુધીમાં 11 મેચની 9 ઇનિંગ્સમાં ૫૨ ની સરેરાશથી 210 રન બનાવ્યા છે. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 140 રહ્યો છે.
SHASHANK SINGH HAS HIT A SIX OUTSIDE OF THE STADIUM pic.twitter.com/r3zgrIzqRq
— Johns. (@CricCrazyJohns) May 4, 2025
શશાંક સિંહ ઉપરાંત, આ મેચમાં પ્રભસિમરન સિંહે 189 ના સ્ટ્રાઈક રેટથી 48 બોલમાં 91 રન બનાવ્યા હતા. કેપ્ટન શ્રેયસ અય્યરે 25 બોલમાં 45 રનની વિસ્ફોટક ઈનિંગ રમી હતી. તેના સિવાય જોશ ઈંગ્લિસે 14 બોલમાં ઝડપી 30 રન બનાવ્યા. જ્યારે નેહલ વાઢેરાએ 9 બોલમાં 16 રન અને માર્કસ સ્ટોઈનિસે 5 બોલમાં 15 રનનું યોગદાન આપ્યું હતું. આ રીતે, પ્રથમ બેટિંગ કરતા પંજાબની ટીમે લખનૌ સુપર જાયન્ટ્સ સામે 20 ઓવરમાં 237 રનનો વિશાળ લક્ષ્યાંક મૂક્યો હતો.
આ પણ વાંચો: સારા તેંડુલકરને મળ્યો નવો પ્રેમ ! શુભમન ગિલ સાથે બ્રેકઅપ પછી બોલીવુડ એક્ટર સાથે જોડાયું નામ
Published On - 10:03 pm, Sun, 4 May 25