MI vs RCB : વિરાટ કોહલીએ જસપ્રીત બુમરાહને ધક્કો માર્યો, બેટ પેવેલિયનમાં ફેંકી દીધું, જુઓ Video

મુંબઈ ઈન્ડિયન્સ સામે વિરાટ કોહલીએ શાનદાર બેટિંગ કરી હતી. પોતાની વિસ્ફોટક બેટિંગ દરમિયાન વિરાટે હાર્દિક પંડ્યાને બેટથી મારવાનો પ્રયાસ કર્યો અને બુમરાહને ધક્કો પણ માર્યો હતો, જાણો શું છે મામલો?

MI vs RCB : વિરાટ કોહલીએ જસપ્રીત બુમરાહને ધક્કો માર્યો, બેટ પેવેલિયનમાં ફેંકી દીધું, જુઓ Video
Jasprit Bumrah & Virat Kohli
Image Credit source: X
| Updated on: Apr 26, 2025 | 8:55 PM

મુંબઈ ઈન્ડિયન્સ સામે વિરાટ કોહલીએ શાનદાર બેટિંગ કરી હતી. વિરાટ કોહલીએ માત્ર 29 બોલમાં અડધી સદી ફટકારી અને પોતાના નામે એક ખાસ રેકોર્ડ પણ બનાવ્યો હતો. તે T20માં 13 હજાર રનનો આંકડો સ્પર્શનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બન્યો હતો. આ ઐતિહાસિક ઈનિંગ દરમિયાન વિરાટ કોહલીએ કંઈક એવું કર્યું જેનાથી ભારતીય ચાહકોના ચહેરા પર સ્મિત આવી ગયું. વિરાટ કોહલીએ તેની ઈનિંગ દરમિયાન બુમરાહને ધક્કો માર્યો અને ત્યારબાદ તેણે પોવેલિયનમાં પોતાનું બેટ પણ પેવેલિયનમાં ફેંકી દીધું હતું.

વિરાટે બુમરાહને ધક્કો માર્યો

11મી ઓવરમાં વિરાટે બુમરાહને ધક્કો માર્યો હતો. આ ઓવરમાં બુમરાહે ફક્ત પાંચ રન આપ્યા હતા. આ ઓવરના પાંચમા બોલમાં બુમરાહને રજત પાટીદારનો ડોટ બોલ મળ્યો. આ પછી, બુમરાહે નોન-સ્ટ્રાઈક એન્ડ પર વિરાટ કોહલીને રન આઉટ કરવાનો સંકેત આપ્યો હતો. આ પછી, વિરાટ કોહલી બુમરાહ પાસે ગયો અને મજાકમાં તેને ધક્કો માર્યો હતો.

આઉટ થયા પછી વિરાટ ગુસ્સે થયો

મુંબઈ ઈન્ડિયન્સ સામે વિરાટ કોહલીએ 42 બોલમાં 67 રન બનાવ્યા હતા. તે હાર્દિક પંડ્યાના બોલ પર આઉટ થયો હતો. આઉટ થયા પછી વિરાટ કોહલી ખૂબ ગુસ્સામાં દેખાતો હતો. ડ્રેસિંગ રૂમમાં ગયા પછી વિરાટ કોહલીએ બેટ જમીન પર ફેંકી દીધું હતું. તેણે પોતાના મોજા પણ ફેંકી દીધા હતા. વિરાટ કોહલી વધુ સમય સુધી બેટિંગ કરવા માંગતો હતો પણ તે તેમ કરી શક્યો નહીં.

 

વિરાટે બનાવ્યો મોટો રેકોર્ડ

વિરાટ કોહલીએ પોતાની ઈનિંગ દરમિયાન એક અદ્ભુત રેકોર્ડ બનાવ્યો હતો. વિરાટે T20 ક્રિકેટમાં 13000 રન પૂરા કર્યા હતા. આ સિદ્ધિ મેળવનાર તે પ્રથમ ભારતીય ખેલાડી બન્યો છે. તે આ આંકડાને સ્પર્શનાર સૌથી ઝડપી એશિયન ક્રિકેટર છે. વિરાટે આ સિદ્ધિ માત્ર 386 ઈનિંગ્સમાં હાંસલ કરી હતી.

RCBની શાનદાર બેટિંગ

વિરાટ કોહલી ઉપરાંત RCBના કેપ્ટન રજત પાટીદારે પણ શાનદાર બેટિંગ કરી હતી. વિરાટ કોહલીએ 25 બોલમાં અડધી સદી ફટકારી હતી. વિરાટ કોહલીએ 4 છગ્ગા અને 5 ચોગ્ગાની મદદથી પોતાની અડધી સદી પૂર્ણ કરી હતી.

આ પણ વાંચો: MI vs RCB : જસપ્રીત બુમરાહની 92 દિવસ પછી મેદાનમાં વાપસી, રોહિત શર્મા ટીમમાં સામેલ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 9:53 pm, Mon, 7 April 25