
આ સિઝનમાં કોલકાતા નાઈટ રાઈડર્સનું પ્રદર્શન સારું રહ્યું નથી. ગયા વખતની આ ચેમ્પિયન ટીમ ઘરઆંગણે લખનૌ સુપર જાયન્ટ્સ સામે પણ હારી ગઈ હતી. KKRને 239 રનનો લક્ષ્યાંક મળ્યો અને તેમનો ફક્ત 4 રનથી પરાજય થયો. લખનૌ સામેની આ હાર બાદ ટીમનો માલિક શાહરૂખ ખાન ખૂબ જ દુઃખી હતો, પરંતુ તેણે પોતાની ટીમનું મનોબળ વધારવા માટે એક ખાસ સંદેશ મોકલ્યો. લખનૌ સામે મેચ હાર્યા બાદ, કોલકાતાના ડ્રેસિંગ રૂમમાં શાહરૂખ ખાનનો મેસેજ વાંચવામાં આવ્યો.
KKRના ટીમ મેનેજર વેંકટેશ મૈસૂરે SRKનો મેસેજ વાંચ્યો જેમાં તેણે ખેલાડીઓને હિંમત ન હારવા અને આ હારમાંથી શીખવા કહ્યું. શાહરુખે મેસેજમાં લખ્યું, ‘આ એક દુઃખદ હાર છે કારણ કે આપણે જીતની ખૂબ નજીક હતા, પરંતુ આ મેચમાંથી આપણને ઘણી સકારાત્મક બાબતો મળી છે, આપણે લડી શકીએ છીએ અને મોટો સ્કોર બનાવી શકીએ છીએ, ક્યારેક આપણું શ્રેષ્ઠ પ્રદર્શન પણ પૂરતું નથી હોતું. આજનો દિવસ આવો જ એક દિવસ હતો.’
“Hold our head up, and face the next game” – SRK pic.twitter.com/5BJFDNNiBc
— KolkataKnightRiders (@KKRiders) April 9, 2025
શાહરુખે ખેલાડીઓને યાદ અપાવ્યું કે, ‘આપણે ફક્ત એક બોલ, એક હિટ દૂર હતા’ અને શાહરુખે તેમને આ હારને પાછળ છોડીને આગળ વધવા કહ્યું. શાહરુખે મેસેજનો અંત આ રીતે કર્યો, ‘સમજદારીપૂર્વક જોતાં, મને લાગે છે કે આવી હાર ટીમને નજીક લાવે છે.’
કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમ લખનૌ સામેની મેચ જીતી શકી હોત. એક સમયે રહાણે અને વેંકટેશ અય્યરે ટીમને જીતની આશા બાંધી હતી પરંતુ, પછી ટીમે ખૂબ જ ઝડપથી પાંચ વિકેટ ગુમાવી દીધી અને અંતે KKR હારી ગયું. KKR હવે તેની આગામી મેચ 11 એપ્રિલે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે રમવાની છે. આ મેચ ચેપોકમાં રમાશે.
આ પણ વાંચો: VIDEO : નવજોત સિંહ સિદ્ધુએ એમએસ ધોનીને કાચિંડો કહ્યો ? અંબાતી રાયડુ પર કર્યો વળતો પ્રહાર