
RCBએ IPL 2025ના ક્વોલિફાયર -1 મુકાબલામાં પંજાબ કિંગ્સને હરાવીને ફાઈનલમાં જગ્યા બનાવી છે. RCBઆ સિઝનની ફાઈનલમાં પહોંચનારી પ્રથમ ટીમ છે. 9 વર્ષ પછી RCBના IPL ફાઈનલમાં પહોંચવાથી ફરી એકવાર RCB ફેન્સની આશાઓ વધી ગઈ છે. હવે IPL 2025ની ફાઈનલ પહેલા એક મોટું નિવેદન વાયરલ થઈ રહ્યું છે. આ નિવેદન RCBની એક ક્રેઝી ફેનનું છે, જેણે RCB ચેમ્પિયન ન બને તો છૂટાછેડા લેવાની વાત કરી છે.
RCBની ક્રેઝી મહિલા ફેન વાયરલ થઈ રહી છે અને ધમકી આપી રહી છે. RCB મેચ દરમિયાન તેણીએ સ્ટેડિયમમાં એક પોસ્ટર લહેરાવ્યું અને આખી દુનિયાને કહ્યું કે જો RCB ફાઈનલ નહીં જીતે, તો તે તેના પતિને છૂટાછેડા આપી દેશે. હવે પ્રશ્ન એ છે કે આ વાયરલ ફોટો અને તેના પર લખેલા નિવેદન પાછળનું સત્ય શું છે? જો RCB ફાઈનલ નહીં જીતે તો શું તે મહિલા ખરેખર તેના પતિને છૂટાછેડા આપી દેશે?
જ્યારે અમે તે મહિલા વિશે માહિતી એકત્રિત કરી, ત્યારે અમને જાણવા મળ્યું કે તે RCBની ક્રેઝી ફેન હોવા ઉપરાંત, એક વીડિયો કન્ટેન્ટ ક્રિએટર પણ છે. તેણીનું ચિરૈયા નામનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે. તેણીએ ઈન્સ્ટાગ્રામ પર પોતાનો બ્લોગ પણ શેર કર્યો છે, જેમાં તે સ્ટેડિયમમાં પોસ્ટર સાથે જોવા મળે છે, જેના પર લખ્યું છે કે જો RCB ફાઈનલ નહીં જીતે, તો તે તેના પતિને છૂટાછેડા આપી દેશે.
RCB ચાહકો છેલ્લા 18 સિઝનથી ટ્રોફીની રાહ જોઈ રહ્યા છે અને આ વખતે રાહ પૂરી થશે તેવી આશા ફરી એકવાર જાગી છે. IPL 2025માં ફાઈનલ RCBની ચોથી IPL ફાઈનલ હશે. આ પહેલા RCB 2009, 2011 અને 2016માં ત્રણ વધુ ફાઈનલ રમી ચૂકી છે. પરંતુ ત્રણેય ફાઈનલમાં તેમની હાર થઈ હતી અને RCBને રનર અપ રહીને સંતોષ માનવો પડ્યો હતો. આ વખતે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ઈતિહાસ રચવા અને પહેલું IPL ટાઈટલ જીતવા માંગશે.
આ પણ વાંચો: Breaking News : પંજાબ કિંગ્સને હરાવી રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ IPL 2025ની ફાઈનલમાં પહોંચ્યું