DC vs RR : લાઈવ મેચમાં દિલ્હી કેપિટલ્સના કોચે અમ્પાયર સાથે કર્યો ઝઘડો, BCCIએ ફટકાર્યો દંડ

રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની રોમાંચક મેચ દરમિયાન DCનો એક કોચ પોતાને કાબુમાં રાખી શક્યો નહીં અને અમ્પાયર સાથે બોલાચાલી કરી. આના કારણે તેને મોટું નુકસાન થયું છે. આ મામલે BCCIએ તેને સજા કરી છે અને દંડ ફટકાર્યો છે.

DC vs RR : લાઈવ મેચમાં દિલ્હી કેપિટલ્સના કોચે અમ્પાયર સાથે કર્યો ઝઘડો, BCCIએ ફટકાર્યો દંડ
DC vs RR
Image Credit source: Screenshot/JioHotstar
| Updated on: Apr 17, 2025 | 4:07 PM

IPL 2025ની 32મી મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. 16 એપ્રિલના રોજ યોજાયેલી આ મેચમાં દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સ ટકરાયા હતા. બંને ટીમો વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી. અંતે દિલ્હીની ટીમ સુપર ઓવરમાં વિજયી બની. પરંતુ આ રોમાંચક મેચ દરમિયાન DCનો બોલિંગ કોચ મુનાફ પટેલ પોતાની જાતને કાબૂમાં રાખી શક્યો નહીં અને અમ્પાયર સાથે ઝઘડો કર્યો. આના કારણે તેને મોટું નુકસાન થયું છે. આ મામલે BCCIએ તેને સજા કરી છે અને દંડ ફટકાર્યો છે. તેની મેચ ફીના 25 ટકા કાપવામાં આવશે.

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

મુનાફ પટેલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે ફોર્થ અમ્પાયર સાથે દલીલ કરતો જોવા મળે છે. આ ઘટના બાઉન્ડ્રી નજીક બની હતી. વાસ્તવમાં, ફોર્થ અમ્પાયરે મુનાફ પટેલને મેદાનમાં તેનો મેસેજ દિલ્હીના ખેલાડીને પહોંચાડવાની મંજૂરી આપી ન હતી. દિલ્હીનો બોલિંગ કોચ આ વાતથી નારાજ થયો અને તેણે ગુસ્સામાં કંઈક કહ્યું. આ પછી, BCCIએ IPL આચારસંહિતાના ઉલ્લંઘન બદલ મુનાફ પટેલને દંડ ફટકાર્યો હતો. સાથે જ એક ડિમેરિટ પોઈન્ટ પણ આપ્યો.

 

મુનાફ પટેલે પોતાની ભૂલ સ્વીકારી

મુનાફ પટેલે પોતાની ભૂલ સ્વીકારી અને સજા સ્વીકારી લીધી. જોકે, IPL દ્વારા જારી કરાયેલા નિવેદનમાં એ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી કે તેને શા માટે સજા કરવામાં આવી છે. પરંતુ વીડિયો સામે આવ્યા બાદ આ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

કેપ્ટનને પણ સજા થઈ છે

આ સિઝનમાં દિલ્હી માટે આ પહેલો કિસ્સો નથી જ્યારે ટીમના કોઈ સભ્યને દંડ ફટકારવામાં આવ્યો હોય. આ પહેલા કેપ્ટન અક્ષર પટેલને પણ BCCI દ્વારા દંડ ફટકારવામાં આવ્યો હતો. મુંબઈ ઈન્ડિયન્સ સામે સ્લો ઓવર રેટને કારણે અક્ષર પટેલને 12 લાખ રૂપિયાનોદંડ ફટકારવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે દિલ્હી કેપિટલ્સ ટીમ આ સિઝનમાં શાનદાર ફોર્મમાં છે. DCએ પોતાના પ્રદર્શનથી બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે. અક્ષર પટેલની કેપ્ટનશીપમાં દિલ્હીની ટીમ અત્યાર સુધી 6 માંથી 5 મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે.

આ પણ વાંચો: IPL 2025 : સિક્સર ફટકારીને સંજુ સેમસન પેવેલિયન પાછો ફર્યો, DC vs RR મેચમાં આવું કેમ બન્યું?

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો