IPL 2025 : એમએસ ધોની ટીમમાં ફેરફાર કરશે, દિલ્હીમાં કરી મોટી જાહેરાત

IPL 2025માં ચેન્નાઈ સુપર કિંગ્સનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું છે. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં ચેન્નાઈ સુપર કિંગ્સે રાજસ્થાન રોયલ્સ સામે ટોસ હારી ગયો અને તે પછી, કેપ્ટન એમએસ ધોનીએ કંઈક એવું કહ્યું જે ચેન્નાઈમાં પરિવર્તનનો મોટો સંકેત છે.

IPL 2025 : એમએસ ધોની ટીમમાં ફેરફાર કરશે, દિલ્હીમાં કરી મોટી જાહેરાત
MS Dhoni
Image Credit source: PTI
| Updated on: May 20, 2025 | 9:59 PM

ચેન્નાઈ સુપર કિંગ્સ માટે IPL 2025 ખૂબ જ ખરાબ રહ્યું છે. ટીમ પ્લેઓફની રેસમાંથી પહેલા જ બહાર થઈ ચૂક્યું છે. રાજસ્થાન રોયલ્સ સામે મેચ પહેલા ટીમના કેપ્ટન ધોનીએ કંઈક એવું કહ્યું જે ચોંકાવનારું હતું. ધોનીએ બધાની સામે સ્વીકાર્યું કે ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ મજબૂત નથી અને તેને ફેરફારોની જરૂર છે. ચાલો તમને જણાવીએ કે ધોનીએ શું કહ્યું?

ધોનીએ દિલ્હીમાં શું કહ્યું?

ધોનીએ દિલ્હીના અરુણ જેટલી મેદાનમાં ચેન્નાઈ ટીમમાં નવા ખેલાડીઓની ભરતી કરવા વિશે વાત કરી. “ટુર્નામેન્ટમાંથી બહાર થયા પછી, અમારું લક્ષ્ય આગામી વર્ષ માટે જવાબો શોધવાનું હતું. અમારે અમારી ટીમના કોમ્બિનેશન પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે અને ઓક્શનમાં કેટલાક ખેલાડીઓ પસંદ કરવા પડશે જે અમને મજબૂત બનાવશે. ધોનીએ છેલ્લી કેટલીક મેચોમાં તેની ટીમના બેટિંગ પ્રદર્શનને સલામ કરી. તેણે કહ્યું કે સિઝનની શરૂઆતમાં સંઘર્ષ હતો પરંતુ છેલ્લી કેટલીક મેચોમાં બેટિંગ સારી રહી છે. ધોનીએ કહ્યું, ‘અમારે સમજવું પડશે કે આગામી વર્ષ માટે કયો ખેલાડી કયા સ્થાન પર વધુ સારું પ્રદર્શન કરી શકે છે. અમારે અમારી બોલિંગ પર કામ કરવાની જરૂર છે.”

ધોની કયા ખેલાડીઓ પર દાવ લગાવશે?

યુવા ખેલાડીઓની વાત કરીએ તો, ધોની આગામી સિઝનમાં કેટલાક યુવા ખેલાડીઓ પર દાવ લગાવી શકે છે. જેમાં ઓપનર આયુષ મ્હાત્રે અને ડેવાલ્ડ બ્રેવિસ ચોક્કસપણે હશે. આ ઉપરાંત, શેખ રશીદને પણ ફરીથી પાછો લાવી શકાય છે. તો બીજ તરફ રાહુલ ત્રિપાઠી, દીપક હુડ્ડા જેવા ખેલાડીઓને ટીમની બહાર રહેવું પડી શકે છે. જોકે, એક મોટો પ્રશ્ન એ છે કે ધોની આગામી સિઝનમાં રમશે કે નહીં. એવા અહેવાલો છે કે તે આગામી સિઝનમાં પણ રમી શકે છે. હવે ચેન્નાઈના ભવિષ્યનું શું થશે તે તો સમય જ કહેશે.

આ પણ વાંચો: વરસાદ છતાં હવે મેચ રદ્દ કરવી મુશ્કેલ, IPL 2025 દરમિયાન BCCIએ લીધો મોટો નિર્ણય

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 9:26 pm, Tue, 20 May 25