આઈપીએલ 2025ના રિટેન થયેલા ખેલાડીઓનું લિસ્ટ સામે આવી ચૂકી છે. 10 ટીમોએ સાથે મળીને મેગા ઓક્શન પહેલા 47 ખેલાડીઓને રિટેન કર્યા છે. હવે તમામ ટીમ ઓક્શનમાં અન્ય ખેલાડીઓ પર બોલી લગાવશે. તમને જણાવી દઈએ કે, નિયમ અનુસાર આ વખતે તમામ ટીમ વધુમાં વધુ 6 ખેલાડીઓને રિટેન કરવાના હતા.
ખાસ વાત તો એ છે કે, ટીમ ઈન્ડિયાના 10 સ્ટાર ખેલાડીઓ પણ ઓક્શનમાં ઉતરશે. જેમાં 3 ખેલાડી જે ગત્ત સીઝન સુધી આઈપીએલમાં કેપ્ટન તરીકે રમી રહ્યા હતા. આ વખતે આઈપીએલમાં અનેક ટીમોએ મોટો નિર્ણય લીધો છે.આઈપીએલની ટીમોએ સીનિયર ખેલાડીઓના સ્થાને કેટલાક યુવા ખેલાડીઓ પર રમત રમી છે. ત્યારે ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીને રિટેન થયા નથી તેમાં રિષભ પંત, શ્રેયસ અય્યર અને કે.એલ રાહુલ છે. આ 3 કેપ્ટન આ વખતે ઓક્શનમાં જોવા મળશે.
ઈશાન કિશનને પણ મુંબઈ ઈન્ડિયન્સને રિટેન કર્યો નથી. આઈપીએલ 2022ના ઓક્શનમાં તેના પર મોટી બોલી લાગી હતી. આ વખતે ઈશાન એકવખત ફરી અનેક ટીમની રડાર પર જોવા મળી શકે છે.આઈપીએલનો સૌથી સફળ બોલર યુઝવેન્દ્ર ચહલ પણ રિટેન થયો નથી. તેના સિવાય રવિચંદ્રન અશ્વિન જેવા સ્પિનર પણ ટીમમાંથી રિલીઝ થયા છે. આ બંન્ને અનુભવી સ્પિનર્સની ઓક્શનમાં ખુબ ડીમાંડ જોવા મળી શકે છે, ફાસ્ટ બોલર મોહમ્મદ શમી પણ મેગા ઓક્શનનો ભાગ રહેશે.જે કેટલીક ટીમની પહેલી પસંદ બની શકે છે.
શાર્દુલ ઠાકુર,વોશિંગ્ટન સુંદર જેવા ખેલાડીઓ પણ ઓક્શનમાં ધમાલ બોલાવશે.મોહમ્મદ સિરાજ પણ આ વખતે રિલીઝ થયો છે. આરસીબી ઓક્શનમાં તેના પર દાવ લગાવી શકે છે. લખનૌ સુપર જાયન્ટસ, પંજાબ કિંગ્સ, દિલ્હી કેપિટલ્સ, કોલકાત્તા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે ઓક્શન ખુબ મહત્વનું રહેશે. આ ટીમો સારા ખેલાડીઓની સાથે સાથે નવા કેપ્ટનની પણ શોધ કરશે.
રિષભ પંત, શ્રેયસ અય્યર અને કે.એલ રાહુલ પણ ઓક્શનમાં માલામાલ થઈ શકે છે. આ 3 ખેલાડી કેપ્ટન પણ રહી ચૂક્યા છે.આ તમામ ખેલાડીઓ મેગા ઓક્શન દરમિયાન ઘણી ટીમોના પર્સ ખાલી કરી શકે છે.