IPL 2024ની ક્વોલિફાયર 2 મેચમાં ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં સનરાઈઝર્સ હૈદરાબાદનો સામનો રાજસ્થાન રોયલ્સ સામે છે. મેચ પહેલા બંને ટીમના કપ્તાનો વચ્ચે ટોસ યોજાયો હતો, જેમાં રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસને ટોસ જીત્યો હતો અને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. કોલકાતા નાઈટ રાઈડર્સ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં પહેલા બોલિંગ કરશે.
રાજસ્થાન રોયલ્સને 36 અને હરાવી સનરાઈઝર્સ હૈદરાબાદ ફાઈનલમાં, KKR સામે થશે ટક્કર
રાજસ્થાન રોયલ્સને સાતમો ઝટકો, રોવમેન પોવેલ 6 રન બનાવી થયો આઉટ
રાજસ્થાન રોયલ્સને 18 બોલમાં મેચ જીતવા 53 રનની જરૂર
રાજસ્થાન રોયલ્સને છઠ્ઠો ઝટકો, શિમરોન હેટમાયર 4 રન બનાવી થયો આઉટ, અભિષેક શર્માએ લીધી બીજી વિકેટ
રાજસ્થાન રોયલ્સને પાંચમો ઝટકો, રવિચંદ્રન અશ્વિન 6 રન બનાવી થયો આઉટ
રાજસ્થાન રોયલ્સને ચોથો ઝટકો, રિયાન પરાગ 6 રન બનાવી થયો આઉટ
રાજસ્થાન રોયલ્સને ત્રીજો ઝટકો, સંજુ સેમસન 10 રન બનાવી થયો આઉટ
રાજસ્થાન રોયલ્સને બીજો ઝટકો, યશસ્વી જયસ્વાલ 42 રન બનાવી થયો આઉટ
રાજસ્થાન રોયલ્સના 50 રન પૂર્ણ, કેપ્ટન સંજુ સેમસન અને યશસ્વી જયસ્વાલે સંભાળી બાજી
રાજસ્થાન રોયલ્સને પહેલો ઝટકો, ટોમ કોહલર-કેડમોર 10 રન બનાવી થયો આઉટ, પેટ કમિન્સે SRHને અપાવી પહેલી સફળતા
સનરાઈઝર્સ હૈદરાબાદે 9 વિકેટ ગુમાવી 175 રન બનાવ્યા છે
ક્લાસેને 50 રન, જ્યારે હેડે 34 અને રાહુલ ત્રિપાઠીએ 37 રન બનાવ્યા હતા
જ્યારે બોલ્ટ અને આવેશે 3-3 વિકેટ લીધી અને સંદિપને 2 વિકેટ મળી હતી
સનરાઈઝર્સ હૈદરાબાદને 8મો ઝટકોૉ, શાહબાઝ અહેમદ 18 રન બનાવી આઉટ
સનરાઈઝર્સ હૈદરાબાદનો સ્કોર 150ને પાર, હેનરિક ક્લાસેનની દમદાર ફિફ્ટી
સનરાઈઝર્સ હૈદરાબાદને છઠ્ઠો ઝટકો, અબ્દુલ સમદ શૂન્ય પર થયો આઉટ
સનરાઈઝર્સ હૈદરાબાદને પાંચમો ઝટકો, નીતિશ રેડ્ડી માત્ર 5 રન બનાવી થયો આઉટ, આવેશ ખાને લીધી વિકેટ
સનરાઈઝર્સ હૈદરાબાદને ચોથો ઝટકો, ટ્રેવિસ હેડ 34 રન બનાવી થયો આઉટ
હૈદરાબાદને ત્રીજો ઝટકો, એઈડન માર્કરામ માત્ર 1 રન બનાવી થયો આઉટ, ટ્રેન્ટ બોલ્ટે લીધી ત્રીજી વિકેટ
હૈદરાબાદને બીજો ઝટકો, રાહુલ ત્રિપાઠી 37 રન બનાવી થયો આઉટ
સનરાઈઝર્સ હૈદરાબાદને પહેલો ઝટકો, અભિષેક શર્મા 12 રન બનાવી થયો આઉટ
યશસ્વી જયસ્વાલ, ટોમ કોહલર-કેડમોર, સંજુ સેમસન, રિયાન પરાગ, ધ્રુવ જુરેલ, રોવમેન પોવેલ, આર અશ્વિન, ટ્રેન્ટ બોલ્ટ, અવેશ ખાન, સંદીપ શર્મા, યુઝવેન્દ્ર ચહલ.
ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા, રાહુલ ત્રિપાઠી, નીતિશ રેડ્ડી, એઈડન માર્કરામ, હેનરિક ક્લાસેન, અબ્દુલ સમદ, પેટ કમિન્સ, ભુવનેશ્વર કુમાર, જયદેવ ઉનડકટ, ટી નટરાજન.
ઈન્ડિયન પ્રીમિયર લીગની 17મી સિઝનમાં આજે ક્વોલિફાયર 2 મુકાબલામાં સનરાઈઝર્સ હૈદરાબાદનો સામનો રાજસ્થાન રોયલ્સ સામે છે. મેચ પહેલા બંને ટીમના કપ્તાનો વચ્ચે ટોસ યોજાયો હતો, જેમાં રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસને ટોસ જીત્યો હતો અને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
Published On - 7:06 pm, Fri, 24 May 24