ઈન્ડિયન પ્રીમિયર લીગમાં આ વખતે મેગા ઓક્શન થશે. જેના માટેની તૈયારીઓ શરુ થઈ ચૂકી છે. કહેવામાં આવી રહ્યું છે કે, ટીમ કેટલાક ફેરફાર કરી શકે છે.લખનઉ સુપર જાયન્ટસના કેપ્ટન કે.એલ રાહુલને દુર કરવાની પણ ચર્ચા ચાલી રહી છે. આ વર્ષે એક મેચ બાદ લખનઉ સુપર જાયન્ટસના માલિક સંજીવ ગોએન્કા અને કે.એલ રાહુલ વચ્ચે ઝગડો જોવા મળ્યો હતો. કારણ ટીમના ખરાબ પ્રદર્શનને લઈ હતુ.
અટકળો લગાવવામાં આવી રહી છે કે, કે,એલ રાહુલને કેપ્ટનશીપમાંથી દુર કરવામાં આવી શકે છે, કે પછી રાહુલ પોતે જ રાજીનામું આપી શકે છે. હવે ટીમના જ ખેલાડીએ કે.એલ રાહુલની કેપ્ટનશીપને લઈ મોટો ખુલાસો પણ કર્યો છે.
લખનઉના ખેલાડી અમિત મિશ્રાને એક પોડકાસ્ટમાં પુછવામાં આવ્યું કે, શું કે.એલ રાહુલ આવતા વર્ષ ટીમનો કેપ્ટન રહેશે કે હિંટ આપવામાં આવશે. અમિત મિશ્રાએ આ સવાલના જવાબમાં કહ્યું મને લાગે છે કે, લખનઉ સુપર જાયન્ટસ સારા કેપ્ટનની શોધ કરશે. અમિત મિશ્રાએ સ્પષ્ટ કરી દીધું છે કે, લખનઉ કેપ્ટનશીપની તલાશ કરી રહ્યું છે.
“LSG will look for a better captain than KL Rahul” says Amit Mishra. pic.twitter.com/UzF2id2CVF
— Jyotirmay Das (@dasjy0tirmay) July 15, 2024
તેમણે એક મોટો ખુલાસો એ પણ કર્યો હતો કે, સંજીવ ગોએન્કા અને રાહુલ વચ્ચે થયેલો વિવાદ હારના કારણે થયો હતો. સંજીવ ગોએન્કા ગુસ્સામાં વાત કરતા જોવા મળ્યા હતા. અમિત મિશ્રાએ આ મામલે કહ્યું કે, કોઈ મોટી વાત નથી. મીડિયાએ આને અલગ રીતે રજુ કર્યો હતો.
મિશ્રાએ કહ્યું સંજીવ સર ટીમના પ્રદર્શનના કારણે નિરાશ હતા. અમે સતત 2 મેચ હારી હતી. કેકેઆર વિરુદ્ધ 90-100 રનથી હાર મળી છે. હૈદરાબાદ 10 ઓવરમાં મેચ પુરી થઈ જાય છે. મિશ્રાએ કહ્યું કે, આ મેચમાં તેની બેટિંગ જોઈ એવું લાગી રહ્યું છે કે, અમે પ્રેક્ટિસ સેશન દરમિયાન બોલિંગ કરી રહ્યા છે. શું આનાથી કોઈ વ્યક્તિ નારાજ ન થઈ શકે, ભાઈ જેમણે ટીમ ઉપર પૈસા લગાવ્યા છે.