IPL 2024 DC vs KKR Score: કોલકાતાએ લગાવી જીતની હેટ્રિક, દિલ્હીને 106 રનથી હરાવ્યું

|

Apr 03, 2024 | 11:24 PM

ઈન્ડિયન પ્રીમિયર લીગની 17મી સીઝનની 16મી મેચમાં દિલ્હી કેપિટ્લ્સ અને કોલકત્તા નાઈટ રાઈડર્સની ટક્કર થશે. કોલકાતાની ટીમે સતત બે મેચ જીતી ચૂકી છે. જ્યારે દિલ્હીને 3 મેચમાં માત્ર એક જ જીત મળી છે. એવામાં આજની મેચ રોમાંચક બની. જેમાં દિલ્હીની મોટી 106 રનો થી જીત થઈ છે.

IPL 2024 DC vs KKR Score: કોલકાતાએ લગાવી જીતની હેટ્રિક, દિલ્હીને 106 રનથી હરાવ્યું
DC vs KKR

Follow us on

IPLની 16મી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે ટક્કર. ટોસનો  દાવ કોલકાતાના કેપ્ટન શ્રેયસ અય્યરે જીત્યો હતો અને તેણે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. વિશાખાપટ્ટનમની પિચને જોઈને કોલકાતાના કેપ્ટને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું. ઋષભ પંતે કહ્યું કે જો તે ટોસ જીત્યો હોત તો તેણે પણ પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હોત. પરંતુ આ મેચમાં કોલકાતાએ જીતની હેટ્રિક લગાવી દિલ્હીને 106 રનથી હરાવ્યું.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 03 Apr 2024 11:23 PM (IST)

    DC vs KKR Live Score: કોલકાતાની હેટ્રિક જીત

    કોલકાતા નાઈટ રાઈડર્સે દિલ્હી કેપિટલ્સને 106 રનથી હરાવ્યું છે. દિલ્હીની આ ત્રીજી હાર છે. KKRની આ સતત ત્રીજી જીત છે. KKRએ પ્રથમ રમત રમીને 272 રનનો જંગી સ્કોર બનાવ્યો હતો. જવાબમાં દિલ્હીની ટીમ 166 રનમાં સમેટાઈ ગઈ હતી.

  • 03 Apr 2024 11:18 PM (IST)

    DC vs KKR Live Score: દિલ્હીની 9મી વિકેટ પડી

    દિલ્હી કેપિટલ્સે 161 રનમાં 9મી વિકેટ ગુમાવી હતી. વૈભવ અરોરાએ રસિક સલામને આઉટ કરીને દિલ્હીને 9મો ઝટકો આપ્યો હતો. વૈભવની આ ત્રીજી વિકેટ છે. KKR હવે મોટી જીતથી માત્ર એક ડગલું દૂર છે.


  • 03 Apr 2024 11:09 PM (IST)

    DC vs KKR Live Score: 32 બોલમાં 54 રન બનાવીને સ્ટબ્સ થયો આઉટ

    દિલ્હીએ 15મી ઓવરમાં 159ના સ્કોર પર સાતમી વિકેટ ગુમાવી હતી. વરુણ ચક્રવર્તીએ ત્રીજી વિકેટ લીધી હતી. ટ્રુસ્ટન સ્ટબ્સ 32 બોલમાં 54 રન બનાવીને આઉટ થયો હતો. તેના બેટમાંથી 4 ચોગ્ગા અને 4 છગ્ગા આવ્યા હતા.

  • 03 Apr 2024 11:05 PM (IST)

    DC vs KKR Live Score: સુનીલ નારાયણને પડી 3 સિક્સ

    સુનીલ નારાયણે 14મી ઓવર નાખી. આ ઓવરમાં 3 સિક્સર સાથે કુલ 19 રન આવ્યા હતા. દિલ્હીનો સ્કોર 14 ઓવરમાં 6 વિકેટે 148 રન છે. ટ્રસ્ટન સ્ટબ્સે બે સિક્સર અને સુમિત કુમારે નરેન પર એક સિક્સર ફટકારી હતી.

  • 03 Apr 2024 10:46 PM (IST)

    DC vs KKR Live Score: દિલ્હીનો સ્કોર 97/4

    11 ઓવર પછી દિલ્હી કેપિટલ્સનો સ્કોર 4 વિકેટે 97 રન છે. ટ્રુસ્ટન સ્ટબ્સ 21 બોલમાં 34 રન અને ઋષભ પંત 18 બોલમાં 27 રન બનાવીને રમતમાં છે. બંને વચ્ચે 64 રનની ભાગીદારી થઈ છે. દિલ્હીને જીતવા માટે 54 બોલમાં 176 રન બનાવવાના છે.

  • 03 Apr 2024 10:41 PM (IST)

    DC vs KKR Live Score: દિલ્હીનો સ્કોર 83/4

    વરુણ ચક્રવર્તીએ ત્રીજી ઓવર ફેંકી. આ ઓવરના પહેલા બે બોલ પર સ્ટબ્સે બે સિક્સર ફટકારી હતી. 9 ઓવર પછી દિલ્હીનો સ્કોર 4 વિકેટે 83 રન છે. ટ્રુસ્ટન સ્ટબ્સ 16 બોલમાં 25 રન બનાવીને રમતમાં છે. જ્યારે પંત 11 બોલમાં 23 રન બનાવીને ક્રિઝ પર છે.

  • 03 Apr 2024 10:34 PM (IST)

    DC vs KKR Live Score: દિલ્હીનો સ્કોર 70/4

    8 ઓવર પછી દિલ્હીનો સ્કોર 4 વિકેટે 70 રન છે. ઋષભ પંત 9 બોલમાં 3 સિક્સર સાથે 23 રન બનાવીને રમતમાં છે. જ્યારે ટ્રુસ્ટન સ્ટબ્સ 12 બોલમાં 12 રન બનાવીને રમતમાં છે. બંને વચ્ચે 37 રનની ભાગીદારી છે.

  • 03 Apr 2024 10:31 PM (IST)

    DC vs KKR Live Score: ઋષભ પંતે ફટકારી બે સિક્સર

    આન્દ્રે રસેલે સાતમી ઓવર નાખી. આ ઓવરમાં રિષભ પંતે બે સિક્સર ફટકારી હતી. જોકે, ઓવરમાં માત્ર 14 રન જ આવ્યા હતા. સાત ઓવર પછી દિલ્હીનો સ્કોર 4 વિકેટે 65 રન છે. પંચ છ બોલમાં 20 રન અને સ્ટબ્સ 9 બોલમાં 11 રન પર છે.

  • 03 Apr 2024 10:21 PM (IST)

    DC vs KKR Live Score: ડેવિડ વોર્નર આઉટ

    ડેવિડ વોર્નરે પાંચમી ઓવરના બીજા બોલ પર 85 મીટરની 6 ફટકારી હતી. તેના પછીના જ બોલ પર સ્ટાર્કે ડેવિડ વોર્નરને બોલ્ડ કર્યો હતો. વોર્નર 13 બોલમાં 18 રન બનાવીને આઉટ થયો હતો.

  • 03 Apr 2024 10:12 PM (IST)

    DC vs KKR Live Score: દિલ્હીની ત્રીજી વિકેટ પડી

    દિલ્હી કેપિટલ્સે ચોથી ઓવરના છેલ્લા બોલે ત્રીજી વિકેટ ગુમાવી દીધી હતી. અભિષેક પોરેલ પણ ખાતું ખોલાવ્યા વગર જ આઉટ થયો હતો. પોરેલ વૈભવ અરોરાના હાથે કેચ આઉટ થયો હતો.

  • 03 Apr 2024 10:03 PM (IST)

    DC vs KKR Live Score: દિલ્હીની પ્રથમ વિકેટ પડી

    દિલ્હી કેપિટલ્સે બીજી ઓવરમાં 21 રનના સ્કોર પર પ્રથમ વિકેટ ગુમાવી હતી. પૃથ્વી શો સાત બોલમાં 10 રન બનાવીને આઉટ થયો હતો. શૉને વૈભવ અરોરાના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. વરુણ ચક્રવર્તીએ શોનો અદ્ભુત કેચ લીધો હતો.

  • 03 Apr 2024 09:53 PM (IST)

    DC vs KKR Live Score: પ્રથમ ઓવરમાં બે ચોગ્ગા સાથે 11 રન

    મિચેલ સ્ટાર્કે પ્રથમ ઓવર ફેંકી હતી. પૃથ્વી શૉએ આ ઓવરમાં બે ચોગ્ગા ફટકાર્યા હતા. એક ઓવર પછી દિલ્હી કેપિટલ્સનો સ્કોર કોઈ વિકેટ વિના 11 રન છે.

  • 03 Apr 2024 09:31 PM (IST)

    દિલ્હીને જીતવા 273નો ટાર્ગેટ

    કોલકાતા નાઈટ રાઈડર્સનો રેકોર્ડબ્રેક સ્કોર, દિલ્હી કેપિટલ્સને જીતવા 273 રનનો વિશાળ ટાર્ગેટ

  • 03 Apr 2024 09:26 PM (IST)

    ઈશાંત શર્માની મજબૂત બોલિંગ

    ઈશાંત શર્માની મજબૂત બોલિંગ, રસેલને કર્યો જોરદાર બોલ્ડ

  • 03 Apr 2024 09:20 PM (IST)

    રસેલ-રિંકુ સિંહની ફટકાબાજી

    કોલકાતા નાઈટ રાઈડર્સના 250 રન પૂર્ણ, આન્દ્રે રસેલ-રિંકુ સિંહની ફટકાબાજી શરૂ

  • 03 Apr 2024 09:10 PM (IST)

    શ્રેયસ અય્યર આઉટ

    કોલકાતા નાઈટ રાઈડર્સને ચોથો ઝટકો, કેપ્ટન શ્રેયસ અય્યર 18 રન બનાવી થયો આઉટ, ખલીલ અહેમદે લીધી વિકેટ

  • 03 Apr 2024 08:57 PM (IST)

    કોલકાતાના 200 રન પૂર્ણ

    કોલકાતા નાઈટ રાઈડર્સના 16મી ઓવરમાં 200 રન પૂર્ણ, આન્દ્રે રસેલની ફટકાબાજી શરૂ,

  • 03 Apr 2024 08:43 PM (IST)

    રઘુવંશી 54 રન બનાવી આઉટ

    કોલકાતા નાઈટ રાઈડર્સને ચોથો ઝટકો, અંગક્રિશ રઘુવંશી 27 બોલમાં 54 રન બનાવી થયો આઉટ, એનરિક નોરખિયાએ લીધી વિકેટ

  • 03 Apr 2024 08:39 PM (IST)

    અંગક્રિશ રઘુવંશીની ફિફ્ટી

    અંગક્રિશ રઘુવંશીની ફિફ્ટી, IPLની પહેલી ફિફ્ટી ફટકારી, 18 વર્ષના યંગસ્ટરની જોરદાર બેટિંગ

  • 03 Apr 2024 08:38 PM (IST)

    કોલકાતા નાઈટ રાઈડર્સને ત્રીજો ઝટકો, સુનિલ નારાયણ 39 બોલમાં 85 રન બનાવી થયો આઉટ, મિશેલ માર્શએ લીધી વિકેટ

    
    
  • 03 Apr 2024 08:26 PM (IST)

    દસ ઓવર બાદ 135 રન ફટકાર્યા

    કોલકાતા નાઈટ રાઈડર્સની દમદાર શરૂઆત, દસ ઓવર બાદ 135 રન ફટકાર્યા

  • 03 Apr 2024 08:09 PM (IST)

    આઠમી ઓવરમાં જ ટીમની સેન્ચુરી પૂર્ણ

    કોલકાતા નાઈટ રાઈડર્સની દમદાર શરૂઆત, આઠમી ઓવરમાં જ ટીમની સેન્ચુરી પૂર્ણ

  • 03 Apr 2024 08:03 PM (IST)

    સુનિલ નારાયણે 21 બોલમાં ફિફ્ટી ફટકારી

    સુનિલ નારાયણે 21 બોલમાં ફિફ્ટી ફટકારી ધમાલ મચાવી દીધી. નારાયણે મેદાનમાં ચારેકોર ફટકાબાજી કરી હતી અને કોલકાતાને જોરદાર શરૂઆત આપી હતી.

  • 03 Apr 2024 07:57 PM (IST)

    કોલકાતાને પહેલો ઝટકો

    કોલકાતા નાઈટ રાઈડર્સને પહેલો ઝટકો, ફિલિપ સોલ્ટ 18 રન બનાવી થયો આઉટ, એનરિક નોરખિયાએ દિલ્હીને પહેલી સફળતા અપાવી

  • 03 Apr 2024 07:55 PM (IST)

    નારાયણે ઈશાંત શર્માને ધોઈ નાખ્યો

    સુનિલ નારાયણે ઈશાંત શર્માને તેની બીજી જ ઓવરમાં ધોઈ નાખ્યો હતો. નારાયણે ઈશાંતની ઓવરમાં ત્રણ સિક્સર અને બે ફોરની મદદથી 26 રન ફટકાર્યા હતા.

  • 03 Apr 2024 07:53 PM (IST)

    કોલકાતાની ધમાકેદાર શરૂઆત

    વિશાખાપટ્ટનમાં કોલકાતા નાઈટ રાઈડર્સની ધમાકેદાર શરૂઆત, ચોથી ઓવરમાં જ 50 રન કર્યા પૂર્ણ

  • 03 Apr 2024 07:34 PM (IST)

    પહેલા જ બોલે બાઉન્ડ્રી

    મેચની પહેલી જ ઓવરમાં ખલીલ અહેમદની બોલિંગમાં રિષભ પંત બોલ પકડવામાં નિષ્ફળ રહ્યો અને બાયને 5 રન KKRને મળ્યા

  • 03 Apr 2024 07:12 PM (IST)

    કોલકાતા નાઈટ રાઈડર્સ પ્લેઈંગ ઈલેવન

    ફિલિપ સોલ્ટ, સુનિલ નારાયણ, વેંકટેશ અય્યર, શ્રેયસ અય્યર, રિંકુ સિંહ, અંગક્રિશ રઘુવંશી, આન્દ્રે રસેલ, રમનદીપ સિંહ, મિશેલ સ્ટાર્ક, હર્ષિત રાણા અને વરુણ ચક્રવર્તી.

  • 03 Apr 2024 07:11 PM (IST)

    દિલ્હી કેપિટલ્સ પ્લેઈંગ ઈલેવન

    પૃથ્વી શો, ડેવિડ વોર્નર, મિશેલ માર્શ, રિષભ પંત, ટ્રિસ્ટન સ્ટબ્સ, અક્ષર પટેલ, સુમિત કુમાર, રસિક સલામ, એનરિક નોરખિયા, ઈશાંત શર્મા અને ખલીલ અહેમદ.

  • 03 Apr 2024 07:10 PM (IST)

    બંને ટીમમાં એક-એક ફેરફાર

    કોલકાતા નાઈટ રાઈડર્સ અને દિલ્હી કેપિટલ્સમાં એક-એક ફેરફાર કરવામાં આવ્યો છે. કોલકાતાએ રઘુવંશીને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન આપ્યું છે. દિલ્હીનો ફાસ્ટ બોલર મુકેશ કુમાર ઈજાગ્રસ્ત છે. તેની જગ્યાએ સુમિત કુમારને તક મળી છે.

  • 03 Apr 2024 07:03 PM (IST)

    કોલકાતાએ ટોસ જીતી બેટિંગ પસંદ કરી

    વિશાખાપટ્ટનમાં કોલકાતા નાઈટ રાઈડર્સના કેપ્ટન શ્રેયસ અય્યરે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે, દિલ્હી કેપિટલ્સ પહેલા બોલિંગ કરશે.

  • 03 Apr 2024 06:59 PM (IST)

    આજે દિલ્હી અને કોલકાતાની ટક્કર

    ઈન્ડિયન પ્રીમિયર લીગની 17મી સીઝનની 16મી મેચ આજે રમાશે. દિલ્હી કેપિટ્લ્સ અને કોલકત્તા નાઈટ રાઈડર્સની મેચ ખુબ જ રોમાંચક હશે કારણ કે, બંન્ને ટીમે છેલ્લી મેચમાં જીત મેળવી લીધી છે. આઈપીએલમાં મોટાભાગની મેચો રોમાંચક રહી છે. ત્યારે ચાહકોને આશા છે કે, આ મેચ પણ રસપ્રદ રહેશે.

Published On - 6:58 pm, Wed, 3 April 24