IPL 2024 : રોહિત શર્માને ફરી મળશે MIના કેપ્ટનશીપની જવાબદારી ? આકાશ-રોહિત એક કારમાં સ્ટેડિયમ પહોંચ્યા, જુઓ Video

|

Apr 11, 2024 | 2:48 PM

મુંબઈ ઈન્ડિયન્સની ટીમ પોતાના હોમ ગ્રાઉન્ડ વાનખેડે સ્ટેડિયમમાં આજે રોયલ ચેલેન્જર્સ બેગ્લુરું મેચ રમાશે. આ પહેલા એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં ખુદ આકાશ અંબાણી રોહિત શર્માને લઈ સ્ટેડિયમ પહોંચ્યો હતો.

IPL 2024 :   રોહિત શર્માને ફરી મળશે MIના કેપ્ટનશીપની જવાબદારી ? આકાશ-રોહિત એક કારમાં સ્ટેડિયમ પહોંચ્યા, જુઓ Video

Follow us on

ઈન્ડિયન પ્રીમિયર લીગની 17મી સીઝનને લઈ મુંબઈ ઈન્ડિયન્સની ટીમે જ્યારે રોહિત શર્માને કેપ્ટનશીપથી દુર કરી હાર્દિક પંડ્યાને જવાબદારી સોંપી ત્યારબાદથી જ ચાહકો ખુબ ગુસ્સામાં છે. તો ટીમ માટે આ સીઝનમાં સારી શરુઆત જોવા મળી નથી. સતત 3 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ ફરીથી રોહિત શર્માની કેપ્ટનશીપને લઈ ચર્ચાઓ ચાલી રહી છે, પરંતુ મુંબઈ ઈન્ડિયન્સની ટીમે ચોથી મેચમાં જીત મેળવી આઈપીએલ 2024માં જીતની લિસ્ટમાં ખાતું ખોલી લીધું છે.

 

આજનું રાશિફળ તારીખ : 20-05-2024
દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી

 

આ સાથે 2 અંક પણ મળી ગયા છે. હવે રોયલ ચેલેન્જર્સ બેગ્લુરું વિરુદ્ધ મેચ પહેલા રોહિત શર્માનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં ફ્રેન્ચાઈઝી માલિક આકાશ અંબાણી તેની સાથે જોવા મળી રહ્યા છે.

 

 

આકાશ અંબાણી સાથે સ્ટેડિયમમાં પહોંચ્યો રોહિત શર્મા

રોહિત શર્માનું બેટ દિલ્હી સામે શાનદાર ચાલ્યું હતુ. જેમાં તેમણે 49 રનની વિસ્ફોટક ઈનિગ્સ રમી હતી. રોયલ ચેલેન્જર્સ બેગ્લુરું ટીમ વિરુદ્ધ મુંબઈ ઈન્ડિયન્સન પોતાના હોમ ગ્રાઉન્ડ વાનખેડે સ્ટેડિયમમાં મેચ રમશે. જેને લઈ ટીમ પ્રેક્ટિસ પણ કરી રહી છે. 10 એપ્રિલના રોજ જ્યારે મુંબઈ ઈન્ડિયન્સના તમામ ખેલાડીઓ પ્રેક્ટિસ માટે બસ દ્વારા સ્ટેડિયમ પહોંચ્યા હતા. તે સમયે રોહિત શર્મા માલિક આકાશ અંબાણીની સાથે તેની કારમાં બેસી પ્રેક્ટિસ કરવા માટે પહોંચ્યો હતો. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સામે આવ્યા બાદ ફરી ચર્ચાઓ શરુ થઈ ગઈ છે  કે, રોહિત શર્માને કેપ્ટનશીપની જવાબદારી ફરી આપવામાં આવશે.

હાર્દિક બેટ અને બોલથી સારું પ્રદર્શન કરી શક્યો નથી

આઈપીએલની છેલ્લી 2 સીઝનમાં ગુજરાત ટાઈટન્સની ટીમની કેપ્ટનશીપ કરનાર હાર્દિક પંડ્યા જ્યારથી આ સીઝનમાં મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન બન્યો છે. ત્યારથી તેનું બેટ અને બોલ ચાલ્યા નથી.હાર્દિક 4 ઇનિંગ્સમાં 27ની એવરેજથી માત્ર 108 રન જ બનાવી શક્યો છે, જ્યારે તેણે બોલ સાથે માત્ર 1 વિકેટ લીધી છે.

આ પણ વાંચો : IPL 2024 : મેચમાં થયેલી એક ભૂલથી સંજુ સેમસનને લાગ્યો મોટો દંડ, આ પહેલા 2 કેપ્ટન આવી ચૂક્યા છે ઝપેટમાં

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article