IPL 2024: ચાલુ મેચમાં અમ્પાયર સાથે ઝઘડી પડ્યા પોન્ટિંગ અને ગાંગુલી , જુઓ વીડિયો

|

Mar 29, 2024 | 3:43 PM

રાજસ્થાન રોયલ્સ સામેની મેચ દરમિયાન દિલ્હી કેપિટલ્સ ટીમનાકોચ રિકી પોન્ટિંગ અને સૌરવ ગાંગુલી અમ્પાયર સાથે નિયમ અંગે દલીલ કરતા જોવા મળ્યા હતા. જાણો શું હતો સમગ્ર મામલો

IPL 2024: ચાલુ મેચમાં અમ્પાયર સાથે ઝઘડી પડ્યા પોન્ટિંગ અને ગાંગુલી , જુઓ વીડિયો

Follow us on

ઈન્ડિયન પ્રીમિયર લીગની 17મી સીઝનની 9મી મેચમાં રાજસ્થાન રોયલ્સની ટીમે દિલ્હી કેપિટલ્સને 12 રનથી હાર આપી છે અને આ સીઝનમાં બીજી જીત મેળવી છે. આ મેચ દરમિયાન એક ચોંકાવનારી ઘટના પણ બની છે. દિલ્હી કેપિટલ્સના ડગઆઉટમાં બેસેલા હેડ કોચ રિકી પોન્ટિંગ અને ટીમના ડાયરેક્ટર સૌરવ ગાંગુલી એક નિયમને લઈ ચોથા અમ્પાયર સાથે દલીલ કરતા જોવા મળ્યા હતા.

આ મેચમાં રાજસ્થાન રોયલ્સની ટીમે પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 185 રનનો સ્કોર બનાવ્યો હતો. તો દિલ્હી કેપિટલ્સની ટીમ ટાર્ગેટનો પીછો કરતા 20 ઓવરમાં 173ના સ્કોર સુધી પહોંચવામાં સફળ રહી હતી.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

 

 

પોન્ટિંગ-ગાંગુલીએ ઈમ્પેક્ટ ખેલાડીના નિયમ અંગે ચર્ચા કરી

આ મેચમાં રાજસ્થાન રોયલ્સની ટીમે પોતાની પ્લઈંગ 11માં માત્ર 3 વિદેશી ખેલાડીઓ સામેલ કર્યા હતા. ત્યારબાદ તેમણે ઈમ્પેક્ટ ખેલાડી નાંદ્રે બર્ગરને શિમરન હેટમાયરના સ્થાને સામેલ કર્યો હતો. આ વચ્ચે દિલ્હી કેપ્ટિલ્સની ટીમ જ્યારે ટાર્ગેટનો પીછો કરી રહી હતી તો તે સમયે રોવમન પૉવેલ સબસ્ટીટ્યુટ ફીલ્ડર તરીકે મેદાનની અંદર બોલાવવામાં આવ્યો હતો આને લઈ રિંકી પોન્ટિંગ અને સૌરવ ગાંગુલી ચોથા અમ્પાયર સાથે ચર્ચા કરતા જોવા મળ્યા હતા.

જેમાં તેમણે લાગ્યું કે, રાજસ્થાન રોયલ્સે ઈમ્પેક્ટ ખેલાડીના નિયમનો બીજી વખત ઉપયોગ કર્યો છે. પરંતુ બાદમાં ચોથા અમ્પાયરે તેમને આખી સ્થિતિ સમજાવી હતી. ટુંકમાં હેટમાયર ડગઆઉટમાં છે. જેથી તેની પાસે મેદાનમાં 4 વિદેશી ખેલાડીઓ છે.પોવેલ અવેજી ખેલાડી તરીકે મેદાનમાં આવ્યો હતો. આ ખેલાડી ફીલ્ડિંગ સિવાય કશું કરશે નહિ.

ટીમના પ્લેઈંગ ઈલેવનમાં 4 વિદેશી ખેલાડીઓ રમી શકે

જેમાં પોવેલ મેચમાં 12મા ખેલાડી તરીકે ફીલ્ડીંગ કરવા પહોચ્યોં હતો અને નિયમ મુજબ તે મેદાનમાં ચોથો વિદેશી ખેલાડી પણ હતો.આઈપીએલના નિયમ મુજબ મેચ દરમિયાન એક ટીમના પ્લેઈંગ ઈલેવનમાં 4 વિદેશી ખેલાડીઓ રમી શકે છે. તો રાજસ્થાને મેચમાં ઈમ્પેક્ટ ખેલાડી તરીકે બર્ગરને સામેલ કર્યો હતો પરંતુ ફીલ્ડિંગ કરવા માટે મેદાનમાં આવ્યો ન હતો. આટલા માટે મેદાનમાં માત્ર 3 જ વિદેશી ખેલાડી ફીલ્ડિંગ દરમિયાન હાજર હતા. દિલ્હીએ પોવેલને ફીલ્ડિંગ માટે મેદાનમાં બોલાવ્યો હતો.

આઈપીએલના નિયમ

નિયમ 1.2.5 અનુસાર દરેક ટીમ કોઈ પણ મેચ માટે પ્લેઈંગ ઈલેવનમાં 4થી વધુ વિદેશી ખેલાડીને સામેલ કરી શકતી નથી.

આ પણ વાંચો : IPL 2024 : 9 મેચ જે ટીમના ઘરઆંગણે રમાય તે ટીમ જીતી છે, તમે જ જોઈ લો આંકડાઓનું લિસ્ટ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article