IPL 2024 : આજે ગુજરાત ટાઈટન્સની ટીમ રાજસ્થાન રોયલ્સને પહેલી હારનો સ્વાદ ચખાડશે ? જુઓ પોઈન્ટ ટેબલ

ટી 20 વર્લ્ડકપ 2024 માટે ટીમ ઈન્ડિયાના સિલેક્શનમાં આઈપીએલ 2024માં ખેલાડીઓના પ્રદર્શનની સૌથી મોટી ભૂમિકા હશે. રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ અને જસપ્રીત બુમરાહ જેવા સ્ટારનું સ્થાન પાક્કું છે. આઈપીએલમાં આજે રાજસ્થાન અને ગુજરાતની ટકકર જોવા મળશે.

IPL 2024  : આજે ગુજરાત ટાઈટન્સની ટીમ રાજસ્થાન રોયલ્સને પહેલી હારનો સ્વાદ ચખાડશે ? જુઓ પોઈન્ટ ટેબલ
| Updated on: Apr 10, 2024 | 12:12 PM

રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઈટન્સ આઈપીએલ 2024ની મેચ જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાશે. આ મેચમાં રાજસ્થાન રોયલ્સની નજર જીતવા પર રહેશે. કારણ કે, આ ટીમ હજુ સુધી એક પણ મેચ હારી નથી. આઈપીએલ 2024માં આ એક જ એવી ટીમ છે જે ટોપ પર છે હજુ સુધી હારનો સામનો થયો નથી. ટીમ 4 મેચમાં 4 જીત સાથે પોઈન્ટ ટેબલમાં પહેલા સ્થાન પર છે. ગુજરાતની ટીમ 5 માંથી 3માં હારનો સામનો અને 2 મેચમાં જીત મળી છે. પોઈન્ટ ટેબલમાં 7માં સ્થાન પર છે. ગુજરાતની ટીમ આ સીઝનમાં ઘરની બહાર એક પણ મેચ જીતી નથી.

 

 

ગુજરાત અને રાજસ્થાનના હેડ ટુ હેડ રેકોર્ડ

રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે આઈપીએલના ઈતિહાસમાં અત્યારસુધી 5 મેચ રમાઈ છે. જેમાં 5માંથી 4માં જીત મેળવી પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. તો ગુજરાત વિરુદ્ધ રાજસ્થાનને માત્ર એક જ જીત મળી છે. તો આજે સૌની નજર ગુજરાત પર રહેશે કે, ગુજરાત ટાઈટન્સની ટીમ રાજસ્થાન રોયલ્સને પહેલી હારનો સ્વાદ ચખાડે. આપણે આઈપીએલ 2024માં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીની વાત કરીએ તો વિરાટ કોહલી સૌથી આગળ છે. તેમણે 5મેચમાં અત્યારસુધી કુલ 316 રન બનાવ્યા છે. પર્પલ કેપની વાત કરીએ તો મુસ્તફિઝુર રહમાન 4 મેચમાં 9 વિકેટ લીધી છે.

 

 

આઈપીએલ 2024 ઓરેન્જ કેપ પર આ ખેલાડીઓનો કબજો

1. વિરાટ કોહલી-316

2. સાંઈ સુદર્શન – 191

3. હેનરિક ક્લાસે -186

4. રિયાન પરાગ-185

5.શુભમન ગિલ-183

 

 

 

આઈપીએલ 2024માં સૌથી વધુ કેચ પકડનાર ખેલાડીઓ

1.મુસ્તફિઝુર-9 વિકેટ

2.યુઝવેન્દ્ર ચહલ-8 વિકેટ

3.અર્શદિપ સિંહ-8 વિકેટ

4.ખલીલ અહમદ-7 વિકેટ

5.કાગિસો રબાજા-7 વિકેટ

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024માં 10 ટીમો વચ્ચે ટકકર છે. 22 માર્ચથી શરુ થયેલી આ ટૂર્નામેન્ટની ફાઈનલ 26 મેના રોજ રમાશે. 26 મેના રોજ ખબર પડશે કે,આઈપીએલ 2024નું ટાઈટલ કોણે જીત્યું છે. આઈપીએલમાં કેટલાક એવા ખેલાડીઓ છે જેમને  આ વખતે ટીમ ઈન્ડિયામાં સ્થાન મળી શકે છે.

આ પણ વાંચો  : IPL 2024: સનરાઈઝર્સ હૈદરાબાદે રોમાંચક મેચમાં પંજાબ કિંગ્સને 2 રને હરાવ્યું

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો