IPL 2024 : પ્લેઓફની રેસ થઈ ખૂબ જ રસપ્રદ, આ ટીમની વધી મુશ્કેલી

|

Apr 16, 2024 | 12:26 PM

રોયલ ચેલેન્જર્સ બેગ્લુરું અને સનરાઈઝર્સ હૈદરાબાદની મેચ બાદ પોઈન્ટ ટેબલમાં કોઈ ફેરફાર થયો નથી. હૈદરાબાદની ટીમ ચોથા સ્થાન પર છે. આરસીબી હાલમાં સૌથી નીચે ટોપ 10માં સ્થાન પર છે.

IPL 2024 : પ્લેઓફની રેસ થઈ ખૂબ જ રસપ્રદ, આ ટીમની વધી મુશ્કેલી

Follow us on

રોયલ ચેલેન્જર્સ બેગ્લુરું અને સનરાઈઝર્સ હૈદરાબાદની મેચ બેંગ્લરુના ચિન્નાસ્વામી સ્ટિડયમમાં રમાઈ હતી. આ મેચ આઈપીએલ 2024ની 30મી મેચ હતી. જે આઈપીએલના ઈતિહાસમાં સૌથી મોટા હાઈ સ્કોરિંગ વાળી મેચ હતી.

હૈદરાબાદે પહેલા બેટિંગ કરતા 287 રન બનાવ્યા હતા અને આરસીબીની ટીમ 262 રન સુધી પહોંચી હતી, આરસીબી અને હૈદરાબાદની મેચ બાદ પોઈન્ટ ટેબલમાં કોઈ ફેરફાર થયો નથી. કારણ કે, જે ટીમ જે પોઝિશન પર હતી તે સ્થાન પર યથાવત છે, પરંતુ હવે આરસીબી માટે ખૂબ પડકાર જોવા મળી રહ્યો છે.

LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે
પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો
દરરોજ શરીરમાં કેટલું કેલ્શિયમ હોવું જરુરી? જો આટલું કરી લીધુ તો નહીં રહે કેલ્શિયમની ઉણપ

 

પ્લેઓફમાં પહોંચવાનો ચાન્સ ખૂબ ઓછો

આરસીબી માટે અડધી સીઝન પુરી થઈ ચુકી છે. આરસીબીએ પોતાની 7 લીગ મેચ રમી છે અને આમાંથી માત્ર એક મેચમાં જીત મેળવી છે. ટીમ પ્લેઓફમાં પહોંચવાનો ચાન્સ ખુબ ઓછો થઈ ગયો છે. જો ટીમ અન્ય 7 મેચ જીતે છે તો જ પોતાના દમ પર પ્લેઓફ માટે ક્વોલિફાય કરશે, પરંતુ હાર થશે તો તમામ આશા પર પાણી ફરી વળશે. વ

ધુ એક મેચમાં હાર થશે તેમ છતાં તે પ્લેઓફની રેસમાં તો રહેશે જ, પરંતુ અન્ય ટીમના પરિણામ પર નિર્ભર રહેશે. આરસીબીની હાલની પરિસ્થિતિ જોતા લાગે છે કે, કદાચ પ્લેઓફમાં આ ટીમ પહોંચી ન શકે.

આરસીબીની ટીમ 10માં સ્થાને

આઈપીએલ 2024ના પોઈન્ટ ટેબલમાં હૈદરાબાદને મેચ જીતી છતાં કોઈ ફાયદો થયો નથી. કારણ કે, ટીમે ભલે મોટો સ્કોર બનાવ્યો, પરંતુ આરસીબીએ પણ ખુબ રન બનાવ્યા હતા. એટલા માટે ટીમનો નેટ રન રેટ વધી શક્યો નહિ અને ટીમ ચોથા સ્થાને છે. પહેલા સ્થાને રાજસ્થાન રોયલ્સ, બીજા સ્થાને કોલકાતા નાઈટ રાઈડર્સ અને ત્રીજા સ્થાને ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ છે.

ચોથા સ્થાને હૈદરાબાદ અને પાંચમાં સ્થાને લખનૌની ટીમ છે. ત્યારબાદ ક્રમશ ગુજરાત ટાઈટન્સ, પંજાબ કિંગ્સ, મુંબઈ ઈન્ડિયન્સ,દિલ્હી કેપિટલ્સ અને છેલ્લે રોયલ ચેલેન્જર્સ બેગ્લુરુંની ટીમ છે. આરસીબીની ટીમ 10માં સ્થાને છે તેમણે માત્ર એક જ મેચ જીતી છે.

આ પણ વાંચો : IPL 2024: દિનેશ કાર્તિકે IPL 2024ની સૌથી લાંબી સિક્સર ફટકારી, 2 કલાકમાં તોડ્યો જૂનો રેકોર્ડ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article