મયંક યાદવે IPL 2024માં ડેબ્યુ કરતાની સાથે જ તેણે સતત 150ની સ્પીડથી બોલ ફેંકીને સનસનાટી મચાવી દીધી હતી. લખનૌ સુપર જાયન્ટ્સ તરફથી IPLમાં ડેબ્યૂ કરનાર મયંકે પ્રથમ ત્રણ મેચમાં 2 મેન ઓફ ધ મેચ એવોર્ડ જીત્યા હતા. આ દરમિયાન તેણે શાનદાર ઈકોનોમી સાથે 6 વિકેટ ઝડપી હતી. પરંતુ દુઃખની વાત એ છે કે તે આ ત્રણ મેચ જ રમી શક્યો. ત્રીજી મેચમાં તે ઈજાગ્રસ્ત થયો હતો અને તેણે મેચ અધવચ્ચે જ છોડી દેવી પડી હતી. ત્યારથી તે ટીમની બહાર છે અને હવે આ ઈજા તેની દુશ્મન સાબિત થઈ છે. આ કારણે પસંદગીકારોએ તેની જગ્યાએ અન્ય કોઈને સામેલ કરશે અને તે T20 વર્લ્ડ કપમાં ભાગ લઈ શકશે નહીં.
મયંક યાદવે તેની પ્રથમ મેચથી જ ગતિ સાથે જબરદસ્ત લાઈન-લેન્થ દર્શાવી છે. 150ની સાતત્યપૂર્ણ ગતિએ બોલિંગની સાથે તેની શિસ્ત જોઈને ક્રિકેટ નિષ્ણાતોનું માનવું હતું કે તે આંતરરાષ્ટ્રીય મેચો રમવા માટે તૈયાર છે. તેને T20 વર્લ્ડ કપ માટે પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યો છે અને આ માટે તેને પસંદ કરવાની માંગ ઉઠી રહી છે. પસંદગીકારો તેના પર નજર રાખી રહ્યા હતા અને તેને ટીમમાં સામેલ કરવાનું મન પણ બનાવી લીધું હતું. પરંતુ મયંકની ઈજા બાદ તેમણે પોતાનો પ્લાન બદલી નાખ્યો. હવે મયંક T20 વર્લ્ડ કપ ટીમનો ભાગ બની શકશે નહીં. તમને જણાવી દઈએ કે આ પહેલીવાર નથી કે જ્યારે મયંકને ઈજાના કારણે બહાર થવું પડ્યું હોય. તે 2022માં IPLમાં ડેબ્યૂ કરવાનો હતો, પરંતુ ઈજાના કારણે તે ડેબ્યૂ કરી શક્યો નહીં.
તમને જણાવી દઈએ કે મયંક યાદવે પહેલી બે મેચમાં પોતાની સ્પીડથી તબાહી મચાવી હતી. ડેબ્યૂ મેચમાં પંજાબ કિંગ્સ સામે તેણે 155.8 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલ ફેંક્યો ત્યારે બધાને આશ્ચર્ય થયું. ત્યારથી તે લાઈમલાઈટમાં આવ્યો હતો. બીજી જ મેચમાં તેણે 156.7 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલ ફેંકીને ઈતિહાસ રચ્યો હતો. IPLના ઈતિહાસના સૌથી ઝડપી બોલરોમાં તે પાંચમા નંબરે છે. પરંતુ ગુજરાત ટાઈટન્સ સામેની ત્રીજી મેચમાં તે માત્ર એક જ ઓવર નાંખી શક્યો હતો, ત્યારબાદ તે ઈજાગ્રસ્ત થયો હતો અને ત્યારથી તે ટીમની બહાર છે. LSGના સહાયક કોચ એસ શ્રીરામે કહ્યું છે કે તે નેટ્સમાં બોલિંગ કરી રહ્યો છે અને ટૂંક સમયમાં જ વાપસી કરી શકે છે.
આ પણ વાંચો : T20 વર્લ્ડ કપ 2024 માટે ટીમ ઈન્ડિયાને બે ગ્રુપમાં વહેંચવામાં આવશે, આ દિવસે રવાના થશે!