IPL 2024 LSG vs DC : દિલ્હી સામે લખનૌની જીત માટે RCB કરશે પ્રાર્થના, જાણો કેમ?

|

Apr 12, 2024 | 7:08 PM

IPL 2024માં લખનૌ અને દિલ્હી વચ્ચેની મેચનું પરિણામ RCB માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ માટે દિલ્હી કેપિટલ્સની હાર દિલ્હી કરતા બેંગલુરુને વધુ નુકસાન કરશે. એવામાં દિલ્હી અને લખનૌની મેચ પર RCBની નજર રહેશે અને તેઓ દિલ્હીના હાર માટે પ્રાર્થના કરશે.

IPL 2024 LSG vs DC : દિલ્હી સામે લખનૌની જીત માટે RCB કરશે પ્રાર્થના, જાણો કેમ?
LSG vs DC & RCB

Follow us on

IPL 2024માં પણ RCB પોતાના પગમાં ગોળી મારી રહી હોય તેવું લાગી રહ્યું છે. હવે શક્ય છે કે દિલ્હીઅને લખનૌ વચ્ચેની મેચ બાદ તેને વધુ એક હારનો સામનો કરવો પડી શકે છે. જો કે, આ જાણવા માટે આપણે આ મેચના પરિણામની રાહ જોવી પડશે. દિલ્હીનો કેપ્ટન રિષભ પંત બેવડા ફાયદા માટે મેદાનમાં ઉતરશે. જો દિલ્હી લખનૌમાં તેમના હોમ ગ્રાઉન્ડ પર LSGને હરાવશે તો RCBને નુકસાન થશે.

દિલ્હી પોઈન્ટ ટેબલમાં અંતિમ સ્થાન પર

IPL 2024ની 26મી મેચમાં દિલ્હી અને લખનૌની ટીમો આમને-સામને થશે. આ સિઝનમાં દિલ્હીની આ છઠ્ઠી અને લખનૌની પાંચમી મેચ હશે. આ પહેલા રમાયેલી 4માંથી 3 મેચ જીત્યા બાદ લખનૌ પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે. જ્યારે દિલ્હી કેપિટલ્સની ટીમે 5 માંથી 1 મેચ જીતી છે અને DC પોઈન્ટ ટેબલમાં અંતિમ સ્થાન પર છે.

લખનૌ હારશે તો દિલ્હીને બેવડો ફાયદો થશે

હવે જો દિલ્હી કેપિટલ્સ તેની છઠ્ઠી મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સને હરાવશે તો તેને બેવડો ફાયદો થશે. પહેલો ફાયદો એ થશે કે તેમને જીત મળશે અને બીજો ફાયદો એ છે કે તે જીતના બદલામાં તેમને જે 2 પોઈન્ટ મળશે તે RCBને પોઈન્ટ ટેબલમાં સૌથી નીચેના સ્થાને ધકેલી દેશે, જે મુંબઈ ઈન્ડિયન્સ સામેની હાર બાદ RCBને બીજો ફટકો હશે. RCB હાલમાં 6માંથી 1 મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં નવમાં નંબર પર છે.

ભારતીય સેનામાં કેટલી મહિલાઓ છે?
આ IAS ના ખભા પર છે મહાકુંભ 2025 ની જવાબદારી, જાણો કોણ છે વિજય આનંદ ?
રણજી ટ્રોફીમાં રિષભ પંત અને વિરાટ કોહલીમાંથી કોનો રેકોર્ડ વધુ સારો છે?
બોલીવુડની સ્ટાર કિડ કચ્છની મુલાકાતે, જુઓ ફોટો
23 વર્ષની ઉંમરે ગ્લેમર છોડીને સંન્યાસી બની હતી આ અભિનેત્રી, જુઓ ફોટો
Health Tips : શિયાળામાં પિસ્તા ખાવા જોઈએ ? જાણો

RCBને આ કારણે જ રાહત!

જો કે, IPL 2024ના આંકડાઓમાં લખનૌ સુપર જાયન્ટ્સ દિલ્હી કેપિટલ્સ કરતા વધુ સારી દેખાઈ રહી છે, તેથી RCB માટે કોઈ ખતરો નથી. IPL 2022 થી રમાયેલી ઘરેલું મેચો પર નજર કરીએ તો લખનૌના આંકડા વધુ મજબૂત દેખાય છે. આ સમયગાળા દરમિયાન, LSGએ ઘરઆંગણે રમાયેલી 18માંથી 9 મેચ જીતી છે, જે 10 ટીમોમાં ત્રીજો શ્રેષ્ઠ જીત-હારનો રેશિયો છે. જ્યારે બીજી તરફ દિલ્હી કેપિટલ્સે આ સમયગાળા દરમિયાન ઘરની બહાર રમાયેલી 17 મેચમાંથી માત્ર 6 જ જીતી છે, જે 10 ટીમોની સરખામણીમાં સૌથી ઓછી છે.

આ પણ વાંચો : 40 વર્ષનો રોહિત શર્મા ટીમ ઈન્ડિયાને 2027માં ODI વર્લ્ડ કપમાં ચેમ્પિયન બનાવશે!

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article