સોશિયલ મીડિયા પર ઈન્ડિયન પ્રાઈમર લીગની ચાલી રહેલી મેચોને લઈને ઘણી ચર્ચા ચાલી રહી છે. શાહરૂખ ખાનની ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સ પણ પોતાના શાનદાર પ્રદર્શનથી ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે. KKR સ્ટાર જોડી આન્દ્રે રસેલ અને રિંકુ સિંહનો એક મજેદાર પ્રેન્ક વીડિયો સામે આવ્યો, જેમાં તેઓ શાહરૂખ ખાન અને તાપસી પન્નુની ફિલ્મ ‘ડંકી’ના અરિજિત સિંહના ગીત ‘લુટ પુટ ગયા’ને ગાઈ રહ્યા છે. આ સાંભળીને તાપસી પન્નુએ સોશિયલ મીડિયા પર રિએક્ટ કર્યું છે.
કોલકાતા નાઈટ રાઈડર્સ અને રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટના ઈન્સ્ટાગ્રામ પેજ પર એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો. આ વીડિયોમાં આન્દ્રે રસેલ અને રિંકુ સિંહ ફિલ્મ ‘ડંકી’નું ‘લુટ પુટ ગયા’ ગીત ગાતા મસ્તી જુગલબંધી કરતા જોવા મળ્યા હતા. વીડિયોમાં રિંકુએ રસેલને આ જ ગીત ગાવાનું કહ્યું, જ્યારે વિન્ડિઝના ઓલરાઉન્ડરે કટાક્ષ કર્યો, ‘તે ગીત ન ગાશો, આ મારું ગીત છે’, જેના પગલે રિંકુએ ક્રિકેટરને ખૂબ ચીડવ્યું હતું.
વીડિયોનું કેપ્શન છે, ‘Who did it better – Dre or Rinku.’ આ પછી ‘ડંકી’ એક્ટ્રેસ તાપસી પન્નુએ આ વીડિયો પર રિએક્શન આપ્યું છે. વીડિયો શેર કરતી વખતે તેણે ‘ટૂર્નામેન્ટ’ને ‘જજ’ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેણે લખ્યું, ‘મને લાગે છે કે હું આ ટૂર્નામેન્ટને જજ કરવા માંગુ છું.’
તાપસી પન્નુ છેલ્લે રાજકુમાર હિરાનીની ફિલ્મ ‘ડંકી’માં જોવા મળી હતી. થોડા દિવસો પહેલા ખબર પડી હતી કે એક્ટ્રેસે તેની અપકમિંગ કોમેડી ફિલ્મ ‘ખેલ ખેલ મેં’નું શૂટિંગ પૂર્ણ કરી લીધું છે. મુદસ્સર અઝીઝની ફિલ્મમાં અક્ષય કુમાર, વાણી કપૂર, એમી વિર્ક, ફરદીન ખાન, આદિત્ય સીલ અને પ્રજ્ઞા જયસ્વાલ છે. આ ફિલ્મ એવા મિત્રોની વાર્તા છે જે લાંબા સમય પછી એકબીજાને મળે છે અને આખરે તેમની વચ્ચે ઉથલપાથલ થઈ જાય છે.
આ પણ વાંચો: IPL 2024: ધોનીએ મેદાનમાં કર્યું આ કામ, ફેન્સની માની લીધી સ્પેશિયલ રિક્વેસ્ટ, જુઓ વીડિયો