મોટા બેટ્સમેનો ઘણીવાર કેપ્ટનશિપના દબાણમાં વિખરાયેલા જોવા મળ્યા છે, પરંતુ ઋતુરાજ ગાયકવાડની બેટિંગમાં વધુ સુધારો થયો છે. હા, ચેન્નાઈ સુપર કિંગ્સનો કેપ્ટન બન્યો ત્યારથી ગાયકવાડનું બેટ રન બનાવી રહ્યું છે અને હવે તે IPL 2024નો ટોપ સ્કોરર પણ બની ગયો છે. ઋતુરાજ ગાયકવાડે પંજાબ સામે શાનદાર અડધી સદી ફટકારી હતી. તેના બેટમાંથી 47 બોલમાં 62 રન આવ્યા હતા. ગાયકવાડે આ ઈનિંગ સાથે ટ્રિપલ બ્લાસ્ટ એટલે કે ત્રણ મોટા પરાક્રમ કર્યા.
ઋતુરાજ ગાયકવાડે પંજાબ સામેની મેચમાં અડધી સદી ફટકારીને આ સિઝનમાં પોતાના 500 રન પૂરા કર્યા. ગાયકવાડે 509 રન બનાવ્યા છે અને હવે ઓરેન્જ કેપ તેના માથા પર શોભી રહી છે. ગાયકવાડે વિરાટને પાછળ છોડી દીધો, જેણે પોતાના બેટથી કુલ 500 રન બનાવ્યા છે.
ઋતુરાજ ગાયકવાડ IPL સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર CSKનો કેપ્ટન બની ગયો છે. ધોની IPLની કોઈપણ સિઝનમાં 500નો આંકડો ક્યારેય સ્પર્શી શક્યો નથી.
Maximum
Consecutive fifties for captain Ruturaj Gaikwad and he now leads the Orange Cap race
Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia #TATAIPL | #CSKvPBKS | @ChennaiIPL pic.twitter.com/RLw1nk5Qug
— IndianPremierLeague (@IPL) May 1, 2024
ઋતુરાજ ગાયકવાડ 500નો આંકડો પાર કરનાર CSKનો પ્રથમ કેપ્ટન છે. કેપ્ટન તરીકે ધોનીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 2013માં હતું જ્યારે તેણે 18 મેચમાં 41.90ની એવરેજથી 461 રન બનાવ્યા હતા.
ઋતુરાજ ગાયકવાડ આ ટુર્નામેન્ટમાં સતત રન બનાવી રહ્યો છે. આ ખેલાડી પ્રથમ ચાર મેચમાં એક પણ અડધી સદી ફટકારી શક્યો ન હતો, પરંતુ તે પછી ગાયકવાડે KKR સામે 67 રનની અણનમ ઈનિંગ રમી હતી. મુંબઈ સામે તેના બેટમાંથી 69 રન આવ્યા હતા. ગાયકવાડે લખનૌ સામે 108 રનની અણનમ ઈનિંગ રમી હતી. તેણે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે 98 રનની ઈનિંગ રમી હતી અને હવે આ ખેલાડી ફરી એકવાર 62 રન બનાવવામાં સફળ રહ્યો છે. મતલબ ગાયકવાડે છેલ્લી 6 ઈનિંગ્સમાં 4 અડધી સદી અને એક સદી ફટકારી છે. ગાયકવાડનું ફોર્મ જોઈને લાગે છે કે હવે વિરાટ કદાચ આ ખેલાડીને ઓરેન્જ કેપ જીતતા રોકી શકશે નહીં.
આ પણ વાંચો : IPL 2024: ઋતુરાજ ગાયકવાડ 10માંથી 9 ટોસ હર્યો, ધોનીએ ટોસ જીતવાની આપી અદ્ભુત સલાહ