IPL 2024: ધોનીના ફેન્સ માટે ખરાબ સમાચાર, ‘થાલા’ સંપૂર્ણપણે ફિટ નથી, કોચે કર્યો ખુલાસો

|

Apr 20, 2024 | 6:01 PM

મહેન્દ્ર સિંહ ધોનીની વિસ્ફોટક ઈનિંગ છતાં ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમ લખનૌ સુપર જાયન્ટ્સ સામે જીત મેળવી શકી નથી. આ મેચ બાદ ટીમના મુખ્ય કોચે તેના વિશે મોટો ખુલાસો કર્યો છે અને કહ્યું છે કે તે ઉપરના ક્રમે બેટિંગ માટે આવવાને બદલે છેલ્લી ઓવરમાં કેમ આવી રહ્યો છે. CSK કોચ સ્ટીફન ફ્લેમિંગે ધોનીને લઈને જે વાત કહી છે તે સાંભળી ચોક્કસથી ધોનીના ફેન્સ નિરાશ થશે.

IPL 2024: ધોનીના ફેન્સ માટે ખરાબ સમાચાર, થાલા સંપૂર્ણપણે ફિટ નથી, કોચે કર્યો ખુલાસો
MS Dhoni

Follow us on

મહેન્દ્ર સિંહ ધોનીએ IPL 2024માં પોતાની બેટિંગથી ધૂમ મચાવી દીધી છે. 42 વર્ષની ઉંમરમાં પણ ધોની જે રીતે લાંબી સિક્સર ફટકારી રહ્યો છે તેનાથી બોલરો પણ અચંબામાં છે. આ સિઝનમાં અત્યાર સુધી તેણે 255ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી છે. જો કે, અત્યાર સુધી ધોની માત્ર ડેથ ઓવરોમાં બેટિંગ કરવા આવ્યો હતો અને માત્ર 34 બોલ જ રમી શક્યો હતો, પરંતુ તેની તોફાની બેટિંગ જોઈને હવે ફેન્સ ઈચ્છે છે કે તે ચેન્નાઈ સુપર કિંગ્સ માટે વધુને વધુ બોલ રમે. પરંતુ તેમના માટે એક ખરાબ સમાચાર છે. કોચ સ્ટીફન ફ્લેમિંગે ધોનીને લઈને એક મોટો ખુલાસો કર્યો છે, જેને જાણીને તેના ફેન્સ દુખી થઈ શકે છે.

ધોની ઈજામાંથી સાજો થઈ રહ્યો છે

IPL 2024માં મહેન્દ્ર સિંહ ધોનીની બેટિંગ જોઈને પ્રશંસકો અને ઘણા ક્રિકેટ નિષ્ણાતોએ કહ્યું છે કે તેણે બેટિંગ ક્રમમાં પોતાને પ્રમોટ કરવું જોઈએ. જો કે, તેના બેસ્ટ ફ્રેન્ડ સુરેશ રૈનાએ કોમેન્ટ્રી દરમિયાન કહ્યું છે કે આવું ભાગ્યે જ જોવા મળે છે. હવે રૈનાનું આ નિવેદન સાચું સાબિત થતું જણાય છે. ટીમના મુખ્ય કોચ સ્ટીફન ફ્લેમિંગે કહ્યું કે ગયા વર્ષે ધોનીના ઘૂંટણમાં સમસ્યા હતી, જેના પછી સર્જરી કરવી પડી હતી. ધોની હજુ પણ આ ઈજામાંથી બહાર આવી રહ્યો છે. તેણે આ બધી વાતો લખનૌ સુપર જાયન્ટ્સ સામેની મેચ બાદ કહી. હવે આ જાણીને, કેટલાક ચાહકોના ચોક્કસપણે દિલ તૂટી જશે.

ધોની ડેથ ઓવરોમાં કેમિયો ચાલુ રાખશે

ફ્લેમિંગે વધુમાં કહ્યું હતું કે ટીમને તેની સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન જરૂર છે અને બેટિંગમાં તેનો સમાવેશ ઈજાનું જોખમ વધારી શકે છે. આવી સ્થિતિમાં ધોની ડેથ ઓવરોમાં કેમિયો રોલ નિભાવવાનું ચાલુ રાખશે. આનાથી એક વાત ચોક્કસ છે કે જો તે આ રીતે ફિટ રહેશે તો છેલ્લી 2-3 ઓવરમાં તે બધાનું મનોરંજન કરતો રહેશે, જે તેના ચાહકો માટે રાહતની વાત છે.

ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર
ખરતા વાળથી છુટકારો મેળવવા માટે રોજ એક વાર પીવો આ જ્યુસ
કથાકાર જયા કિશોરી પોતાની બેગમાં કઈ વસ્તુઓ રાખે છે? જાતે ખોલ્યું રહસ્ય
ઉનાળામાં ઘરે બનાવો કાચી કેરીની મીઠી ચટણી, જાણી લો સિક્રેટ રેસીપી
કેટરિનાએ પતિ વિકીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, જુઓ ફોટો
લિફ્ટમાં ફસાઈ જાવ તો ભૂલથી પણ ન કરતા આ કામ

આ પણ વાંચો : IPL 2024: મુંબઈ ઈન્ડિયન્સના કોચ-ખેલાડીએ LIVE મેચમાં હદ વટાવી, IPLના નિયમો તોડ્યા, હવે થઈ સજા

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 6:00 pm, Sat, 20 April 24

Next Article