IPL 2024: બેંગલુરુ સામેની મેચ પહેલા દિલ્હીને સૌથી મોટો ફટકો, કેપ્ટન રિષભ પંત પર લાગ્યો એક મેચનો પ્રતિબંધ

|

May 11, 2024 | 5:24 PM

દિલ્હી કેપિટલ્સે પ્લેઓફમાં સ્થાન મેળવવા માટે તેમની આગામી બંને મેચો જીતવી જરૂરી છે અને ટીમની આગામી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે તેમના ઘર એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમવાની છે. પરંતુ આ અતિ મહત્વપૂર્ણ મેચ પહેલા દિલ્હી કેપિટલ્સને મોટો ફટકો પડ્યો છે. કારણકે BCCIએ કેપ્ટન રિષભ પર એક મેચનો પ્રતિબંધ લગાવ્યો છે અને હવે તે આગામી મેચમાં રમી શકશે નહીં.

IPL 2024: બેંગલુરુ સામેની મેચ પહેલા દિલ્હીને સૌથી મોટો ફટકો, કેપ્ટન રિષભ પંત પર લાગ્યો એક મેચનો પ્રતિબંધ
Rishabh Pant

Follow us on

દિલ્હી કેપિટલ્સે IPL 2024માં જોરદાર પુનરાગમન કર્યું છે અને ટીમ પ્લેઓફની રેસમાં હજી પણ સામેલ છે. ટીમને હવે તેની છેલ્લી 2 મેચ રમવાની છે અને આ બે મેચમાં જીત સાથે તે પ્લેઓફમાં જગ્યા મેળવી શકે છે. ટીમની આગામી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે છે, પરંતુ આ મેચ પહેલા જ દિલ્હીને જોરદાર ફટકો પડ્યો છે. BCCIએ ટીમના કેપ્ટન રિષભ પંત પર એક મેચનો પ્રતિબંધ લગાવી દીધો છે. આ કારણે પંત હવે બેંગલુરુ સામેની મેચ રમી શકશે નહીં. પંત ઉપરાંત તેના સાથી ખેલાડીઓ પર પણ BCCI દ્વારા દંડ ફટકારવામાં આવ્યો છે.

રિષભ પંતને ભારે દંડ ફટકારવામાં આવ્યો

12 મે, રવિવારે એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં બેંગલુરુ અને દિલ્હી વચ્ચે મેચ રમાવાની છે, પરંતુ તેના એક દિવસ પહેલા દિલ્હીને આ ખરાબ સમાચાર મળ્યા. IPL તરફથી એક પ્રેસ રિલીઝમાં કહેવામાં આવી છે કે, ટીમના ધીમા ઓવર રેટના કારણે દિલ્હીના કેપ્ટન પંતને આ સજા મળી છે. દિલ્હીની ટીમે આ સિઝનમાં ત્રીજી વખત આ ભૂલ કરી છે. નિયમો અનુસાર, પહેલી અને બીજી વખત આવી ભૂલ કરવા માટે, કેપ્ટન અને ટીમને માત્ર દંડ ભરવો પડે છે, પરંતુ ત્રીજી વખત ભૂલનું પુનરાવર્તન કર્યા બાદ કેપ્ટન પર સીધો પ્રતિબંધ મૂકવામાં આવે છે.

અપીલનો પણ કોઈ ફાયદો ન થયો

રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં ધીમી ઓવર રેટના કારણે મેચ રેફરીએ પંતને આ સજા કરી હતી. પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે દિલ્હીએ આ નિર્ણય સામે અપીલ કરી હતી, ત્યારબાદ BCCIએ તેના પર વર્ચ્યુઅલ સુનાવણી કરી હતી. અહીં પણ દિલ્હી અને પંતને રાહત ન મળી કારણ કે રેફરીના નિર્ણયને યોગ્ય ગણાવ્યો અને તેને યથાવત રાખ્યો. આ રીતે, એક મેચના સસ્પેન્શન સિવાય, પંત પર 30 લાખ રૂપિયાનો દંડ પણ લગાવવામાં આવ્યો છે. માત્ર પંત જ નહીં, પરંતુ પ્લેઈંગ ઈલેવનમાં સામેલ અન્ય ખેલાડીઓ અને ઈમ્પેક્ટ પ્લેયરોને પણ 12 લાખ રૂપિયા અથવા મેચ ફીના 50 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે.

એક મેચમાં કોમેન્ટ્રી કરી લાખો કમાય છે આ પૂર્વ ક્રિકેટરો અને કોમેન્ટેટરો
ભારતમાં આ રાજ્યની છોકરીઓ હોય છે સૌથી વધુ સુંદર
ગુજરાતી મ્યુઝિક ડાયરેક્ટર મેહુલ સુરતી વિશે જાણો
આ લોકોએ ભૂલથી પણ ના ખાવી જોઈએ અળસી, જાણો કેમ?
Sargva : ક્યા લોકોએ સરગવાનું શાક ન ખાવું જોઈએ?
નવરાત્રિમાં ગુજરાતી સિંગર ઓસમાણ મીરના ગીતોની રમઝટ બોલે છે

પંતનું જોરદાર પ્રદર્શન

રિષભ પંતે આ સિઝનમાં અત્યાર સુધી 12 ઈનિંગ્સમાં 41ની એવરેજ અને 156ની સ્ટ્રાઈક રેટથી 413 રન બનાવ્યા છે, જે હાલમાં દિલ્હી માટે સૌથી વધુ છે. અકસ્માતના લગભગ દોઢ વર્ષ બાદ ક્રિકેટમાં વાપસી કરનાર પંતે આ સિઝનમાં 3 અડધી સદી ફટકારી છે અને તે સતત રન બનાવી રહ્યો છે. આવી સ્થિતિમાં દિલ્હીને પંતની ઘણી ખોટ થઈ રહી છે. તે માત્ર દમદાર બેટિંગ જ નથી કરી રહ્યો, પરંતુ તેની વિકેટ કીપિંગ પણ શાનદાર રહી છે અને તે કેપ્ટનશિપમાં પણ પહેલા કરતા વધુ સારો દેખાઈ રહ્યો છે.

આ પણ વાંચો : IPL 2024: ગુજરાત ટાઈટન્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 35 રનથી હરાવ્યું, પ્લેઓફમાં પહોંચવાની આશા જીવંત રાખી

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 5:11 pm, Sat, 11 May 24

Next Article