IPL 2023: 3 ઓવરમાં જ મેચ પલટી દઈ હૈદરાબાદના મોંએ આવેલો કોળીયો છીનવી લીધો, લોકોએ મિસ્ટ્રી સ્પિનરના મોત માટે પ્રાર્થના કરી હતી!

Varun Chakravarthy, IPL 2023: વરુણ ચક્રવર્તીને IPL ની મેચ નહીં પરંતુ સિઝનનો માહોલ પલટવાનો આરોપ રાખીને ક્રિકેટ ચાહકોએ તેને મરી જવા માટે કહેવા લાગ્યા હતા. લોકોએ આ માટે ખૂબ મેસેજ કર્યા હતા.

IPL 2023: 3 ઓવરમાં જ મેચ પલટી દઈ હૈદરાબાદના મોંએ આવેલો કોળીયો છીનવી લીધો, લોકોએ મિસ્ટ્રી સ્પિનરના મોત માટે પ્રાર્થના કરી હતી!
Varun Chakravarthy હૈદરાબાદ સામેની જીતનો હિરો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 05, 2023 | 9:59 AM

સનરાઈઝર્સ હૈદરાબાદ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે ગુરુવારે IPL 2023 ની મેચ રમાઈ હતી. કોલકાતાએ આ મેચમાં 5 રનથી રોમાંચક જીત મેળવી હતી. કોલકાતાને આ મેચમાં જીત અપાવવામાં મોટી ભૂમિકા અંતિમ ઓવર્સમાં મિસ્ટ્રી સ્પિનર વરુણ ચક્રવર્તીએ નિભાવી હતી. કોલકાતાએ 172 રનનુ લક્ષ્ય રિંકૂ સિંહના 46 અને નિતીશ રાણાના 42 રનની મદદથી રાખ્યુ હતુ. જ્યારે શાર્દુલ ઠાકુર અને વૈભવ અરોરાએ કોલકાતા માટે 2-2 વિકેટ ઝડપી હતી. આમ છતાં વરુણ ચક્રવર્તી માત્ર એક જ વિકેટ ઝડપીને ચમક્યો હતો.

મિસ્ટ્રી સ્પિનર વરુણને પ્લેયર ઓફ ધ મેચ તરીકે પંસદ કરવામાં આવ્યો હતો. તેણે અંતિમ ઓવર્સ દરમિયાન શાનદાર બોલિંગ પ્રદર્શન કરીને હૈદરાબાદના મોંએ આવેલો કોળીયો છીનવતા કોલકાતાને જીત અપાવી હતી. વરુણે અબ્દુલ સમદની વિકેટ ઝડપતા જ કોલકાતનુ કામ આસાન કરી દીધુ હતુ. આ સાથે તેણે અંતિમ ઓવર્સમાં ખૂબ જ કરકસર ભરી બોલિંગ ચતુરાઈ પૂર્વક કરી દેખાડી હતી.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

મોત મળવુ જોઈએ-લોકોએ નફરતભર્યા સંદેશા મોકલ્યા

હૈદરાબાદને તેના જ ઘરમાં હરાવવા માટે વરુણે મોટી ભૂમિકા ભજવી. આ ઉપરાંત તે આઈપીએલમાં કોલકાતા માટે જબરદસ્ત પ્રદર્શન કરી રહ્યો છે. આ દરમિયાન તે કડવા અનુભવ પણ કરી ચુક્યો છે. વરુણને વર્ષ 2021ના દરમિયાન ઈ-મેલ કરીને કહી રહ્યા હતા કે તેણે મરી જવુ જોઈએ. આ વાત વર્ષ 2021 ના દરમિયાન કોલકાતા નાઈટ રાઈડર્સે વિશ્વ મેંટલ હેલ્થ ડે પર એક વિડીયો શેર કરીને બતાવી હતી. જેમાં વરુણ અંગે લોકોએ સોશિયલ મીડિયા પર ફેલાવેલ નફરતને લઈ વાત કહી હતી.

એ વિડીયોમાં વરુણે જાતે જ નફરતની વાતના ખુલાસા કર્યા હતા કે, લોકો તેને કેવી રીતે વાત કરી રહ્યા છે. આ માટેનુ કારણ એ હતુ કે, વર્ષ 2021ની આઈપીએલ સિઝન ભારતમાં આયોજીત થઈ હતી. આ પહેલા આગળના વર્ષે કોરોના સંક્રમણને લઈ યુએઈમાં આયોજીત કરવામાં આવી હતી. જોકે 2021ના વર્ષની સિઝનને કોરોના સંક્રમણ ટીમના ખેલાડીઓમાં ફેલાવવાને લઈ અધવચ્ચે જ રોકી દેવામાં આવી હતી. આમ પ્રથમ હાફ રોકાઈ જતા જ ચાહકોમાં ગુસ્સો ફેલાયો હતો અને આ માટે જવાબદાર વરુણ ચક્રવર્તીને ઠેરવવામાં આવી રહ્યો હતો. વરુણ અને સંદીપ વોરીયર કોરોના સંક્રમિત જણાયા હતા અને બાદમાં ટૂર્નામેન્ટ સસ્પેન્ડ કરી દેવામાં આવી હતી.

હૈદરાબાદ સામે પ્રદર્શન

ગુરુવારની મેચમાં 172 રનના લક્ષ્ય સામે 15 ઓવરમાં હૈદરાબાદ 134 રનના સ્કોર પર પાંચ વિકેટ ગુમાવીને હતુ. આમ 30 બોલમાં હવે 38 રનની જરુર હતી. 16મી ઓવર લઈને વરુણ આવ્યો હતો અને તેણે માત્ર 4 જ રન આપ્યા હતા. આમ 4 ઓવરમાં 34 રન લક્ષ્ય રહ્યુ હતુ. 18મી ઓવરમાં ફરીથી વરુણ આવતા એ દરમિયાન હૈદરાબાદને 26 રન જરુર હતી. પરંતુ આ વખતે માત્ર 5 રન આપ્યા હતા અને 12 બોલમાં 21 રન બાકી રહ્યા હતા. અંતિમ ઓવરમાં 9 રન જરુર હતી અને વરુણ ફરી આવ્યો હતો. પરંતુ વરુણે આ ઓવરમાં અબ્દુલ સમદની વિકેટ ઝડપી અને માત્ર 3 જ રન આપીને હૈદરાબાદના હાથમાં આવેલી બાજી પલટી દઈ કોલકાતાને જીત અપાવી હતી.

આ પણ વાંચોઃ  IPL માં ઉપયોગમાં લેવાતા ‘વ્હાઈટ બોલ’ ની કિંમત કેટલી હશે? કેવા અને કેટલા વજનના બોલનો થાય છે ઉપયોગ, જાણો

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">