AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RCB vs DC, IPL 2023: દિલ્હી સામે બેંગ્લોરે 182 રનનું રાખ્યુ લક્ષ્ય, મહિપાલ અને વિરાટ કોહલીની અડધી સદી

DC vs RCB: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ઓપનર વિરાટ કોહલીએ દિલ્હી કેપિટલ્સ સામે સારી શરુઆત ટીમને કરાવી છે. કેપ્ટન સાથે સારી ભાગીદારી રમત રમી છે. કોહલીએ શાનદાર અડધી સદી દિલ્હીમાં નોંધાવી હતી.

RCB vs DC, IPL 2023: દિલ્હી સામે બેંગ્લોરે 182 રનનું રાખ્યુ લક્ષ્ય, મહિપાલ અને વિરાટ કોહલીની અડધી સદી
RCB એ 182 રનનુ લક્ષ્ય રાખ્યુ
TV9 Gujarati
| Edited By: | Updated on: May 06, 2023 | 9:35 PM
Share

IPL 2023 ની 50મી મેચ શનિવારે ડબલ હેડર દિવસની સાંજે રમાઈ રહી છે. દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર બંને એક બીજા સામે ટકરાઈ રહ્યા છે. ટોસ બેંગ્લોરના કેપ્ટને જીત્યો હતો અને પ્રથમ બેટિંગ કરવાનુ પસંદ કર્યુ હતુ. આમ અરુણ જેટલી સ્ટેડિયમમાં દિલ્હી સામે બેંગ્લોર સામે બેટિંગની શરુઆત કરી હતી. વિરાટ કોહલી અને ફાફ ડુ પ્લેસિસની જોડીએ શરુઆત બેંગ્લોરની સારી કરાવી હતી. કોહલી અને મહિપાલ લોમરોરે અડધી સદી નોંધાવી હતી. આમ ચાર વિકેટ ગુમાવીને 20 ઓવરના અંતે બેંગ્લોરે 182 રનનો સ્કોર નોંધાવ્યો હતો.

દિલ્હી સામે શરુઆતમાં જ વિરાટ કોહલીએ બાઉન્ડરી ફટકારી ખાસ મુકામ હાંસલ કર્યુ હતુ. કોહલીએ 7000 રન IPL ટૂર્નામેન્ટમાં પુરા કર્યા હતા. બેંગ્લોર પ્લેઓફની રેસમાં ટોપ ફોરમાં સ્થાન મેળવવા માટે ઈરાદો રાખી રહ્યુ છે. શનિવારની મેચ બેંગ્લોર માટે મહત્વની છે. દિલ્હીને પણ પોઈન્ટ્સ ટેબલમાં પોતાનો દેખાવ સુધારવા માટે બેંગ્લોરને હરાવવુ જરુરી છે. જોકે બોલિંગ દરમિયાન દિલ્હીના બોલરો સમયાંતરે વિકેટ ઝડપી શક્યા નહોતા અને જેને લઈ બેંગ્લોરને માટે પડકારજનક સ્કોર ખડકવો આસાન બન્યો હતો.

કોહલી-મહિપાલની અડધી સદી

વિરાટ કોહલી અને ફાફ ડુ પ્લેસિસની જોડીએ સારી શરુઆત કરી હતી. બંનેએ બેંગ્લોરના માટે સારી બેટિંગ કરતા સ્કોર બોર્ડને ગતિ આપી હતી. પાવર પ્લેમાં વિના વિકેટે બંનેએ વિકેટ ગુમાવ્યા વિના 51 રનનો ટીમ સ્કોર નોંધાવ્યો હતો.. બેંગ્લોરની ટીમે વિના વિકેટે 10 ઓવરની રમત પુરી કરી છે. આ દરમિયાન બેંગ્લોરે 79 રન નોંધાવ્યા છે. કોહલી અને પ્લેસિસ વચ્ચે મહત્વની ભાગીદારી નોંધાઈ હતી. જોકે 11 મી ઓવરના ત્રીજા બોલ પર આ પાર્ટનરશિપ 82 રન નોંધાવીને તૂટી ગઈ હતી. ફાફ ડુ પ્લેસિસ અડધી સદી ચૂક્યો હતો અને 45 રન નોંધાવીને પરત ફર્યો હતો. તેણે 1 છગ્ગા અને 5 ચોગ્ગાની મદદ વડે 32 રન નોંધાવ્યા હતા.

વિરાટ કોહલીએ અડધી સદી નોંધાવીને વિકેટ ગુમાવી હતી. વિરાટ કોહલીને મુકેશકુમારે પેવેલિયન પરત મોકલ્યો હતો. વિરાટ કોહલી અડધી સદી નોંધાવ્યા બાદ ફાઈન લેગમાં ખલીલ અહેમદના હાથમાં કેચ ઝડપાયો હતો. કોહલીએ 46 બોલમાં 55 રન નોંધાવ્યા હતા. આ દરમિયાન કોહલીએ 5 ચોગ્ગા ફટકાર્યા હતા. કોહલીએ આઈપીએલમાં 7000 હજાર રન શરુઆતમાં જ પુરા કર્યા હતા. ગ્લેન મેક્સવેલ શૂન્ય રને જ વિકેટ ગુમાવી બેઠો હતો. ગોલ્ડન ડકનો શિકાર થયેલા મેક્સવેલ વિકેટકીપરના હાથમાં કેચ ઝડપાયો હતો. ફાફ ડુપ્લેલિસીની વિકેટ બાદ આગળના બોલ પર મેક્સી આઉટ થયો હતો. બંને સળંગ વિકેટ મિચેલ માર્શે ઝડપી હતી.

આ પણ વાંચોઃ પ્રેમના વહેમે ‘ઘાયલ’ કર્યો! પત્નિ પર નજરના ‘તીર’ ચલાવ્યાની શંકા રાખી પતિએ આધેડની છાતી પર અણીદાર તીર ચલાવી દીધુ

મહિપાલ લોમરોરે કોહલીની વિકેટ બાદ બાજી પોતાના હાથમાં સંભાળી હતી અને આક્રમક અંદાજ જાળવી રાખીને રમત આગળ વધારી હતી. મહિપાલે અડધી સદી નોંધાવી અંત સુધી રમતમાં રહ્યો હતો. મહિપાલે 29 બોલમાં 54 રન નોંધાવ્યા હતા. આ દરમિયાન 3 છગ્ગા અને 6 ચોગ્ગા ફટકાર્યા હતા. દિનેશ કાર્તિકે 11 રન અને અનુજ રાવતે 8 રન અણનમ નોંધાવ્યા હતા. દિનેશ અને અનુજે 1-1 છગ્ગો જમાવ્યો હતો.

આ પણ વાંચોઃ  IPL માં ઉપયોગમાં લેવાતા ‘વ્હાઈટ બોલ’ ની કિંમત કેટલી હશે? કેવા અને કેટલા વજનના બોલનો થાય છે ઉપયોગ, જાણો

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

અમેરિકામાં વિઝા ફ્રોડ મામલે 11 ગુજરાતીઓ સામે કાયદાકીય કાર્યવાહી
અમેરિકામાં વિઝા ફ્રોડ મામલે 11 ગુજરાતીઓ સામે કાયદાકીય કાર્યવાહી
પ્રેમલગ્ન સામે ભારે વિવાદ બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી
પ્રેમલગ્ન સામે ભારે વિવાદ બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી
તમે આખો દિવસ ઉર્જાવાન અનુભવશો, મિત્રોની મદદથી નાણાકીય મુશ્કેલી દૂર થશે
તમે આખો દિવસ ઉર્જાવાન અનુભવશો, મિત્રોની મદદથી નાણાકીય મુશ્કેલી દૂર થશે
પ્રેમ લગ્નનો વિરોધ કરનારાઓ સામે લડી લેવાના મૂડમાં ગાયિકા કિંજલ રબારી
પ્રેમ લગ્નનો વિરોધ કરનારાઓ સામે લડી લેવાના મૂડમાં ગાયિકા કિંજલ રબારી
જૂનાગઢના અંબાજી મંદિરમાંથી ચોરી કરતા ઝડપાયા પૂજારી, CCTVએ ખોલી પોલ
જૂનાગઢના અંબાજી મંદિરમાંથી ચોરી કરતા ઝડપાયા પૂજારી, CCTVએ ખોલી પોલ
સુરતમાં ફરી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
સુરતમાં ફરી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
હવે ગામડાઓમાં 45 દિવસ બાદ જ મળશે બીજો LPG સિલિન્ડર
હવે ગામડાઓમાં 45 દિવસ બાદ જ મળશે બીજો LPG સિલિન્ડર
કાર્યક્ષેત્રમા નવી ઊંચાઈઓ સર કરશો, વ્યાપારીઓ માટે નફાકારક દિવસ સંભાવના
કાર્યક્ષેત્રમા નવી ઊંચાઈઓ સર કરશો, વ્યાપારીઓ માટે નફાકારક દિવસ સંભાવના
સુરતમાં ગેસ સંકટ: ટેક્સટાઇલ ઉદ્યોગ પર જોખમ
સુરતમાં ગેસ સંકટ: ટેક્સટાઇલ ઉદ્યોગ પર જોખમ
ગેસ સંકટ: દેશહિતમાં રાંધણ ગેસ બચાવવાનું અભિયાન
ગેસ સંકટ: દેશહિતમાં રાંધણ ગેસ બચાવવાનું અભિયાન
g clip-path="url(#clip0_868_265)">