IPL 2023: પંજાબ કિંગ્સની બેટીંગને સુધારશે વસીમ જાફર, ફરી બન્યા કોચ

|

Nov 17, 2022 | 7:46 AM

વસીમ જાફર 2019 થી 2021 સુધી પંજાબ કિંગ્સના બેટિંગ કોચ હતા પરંતુ તેમણે 2022ની હરાજી પહેલા તેમના પદ પરથી રાજીનામું આપી દીધું હતું.

IPL 2023: પંજાબ કિંગ્સની બેટીંગને સુધારશે વસીમ જાફર, ફરી બન્યા કોચ
Punjab Kings reappoint Wasim Jaffer as batting coach

Follow us on

ભારતના પૂર્વ ઓપનર વસીમ જાફર ફરી પંજાબ કિંગ્સમાં પરત ફર્યો છે. લગભગ એક વર્ષના લાંબા ગાળા બાદ તે ફરીથી IPL 2023 માં આ ટીમનો બેટિંગ કોચ બનશે. એટલે કે પ્રીતિ ઝિન્ટાની ટીમની બેટિંગ સુધારવાની જવાબદારી તેના ખભા પર રહેશે. જણાવી દઈએ કે પંજાબ કિંગ્સ અત્યાર સુધી આઈપીએલ ટાઈટલ જીતી શક્યું નથી. અને, IPL 2023 માં, આ ટીમ તેમની રાહ સમાપ્ત કરવા માંગે છે, જેમાં વસીમ જાફર મોટી ભૂમિકા ભજવી શકે છે.

IPL 2023ની શરૂઆત પહેલા જ પંજાબ કિંગ્સે પોતાનો કેપ્ટન પણ બદલી નાખ્યો છે. આ ટીમે હવે શિખર ધવનને પોતાના નવા કેપ્ટન તરીકે પસંદ કર્યો છે. તે જ સમયે, મયંક અગ્રવાલને માત્ર કેપ્ટનશીપથી દૂર જ નહીં પરંતુ તેને બહાર પણ કરવામાં આવ્યો હતો. કેપ્ટનશીપમાં બદલાવ બાદ હવે આઈપીએલ 2023 પહેલા આ ટીમના સપોર્ટ સ્ટાફમાં ફેરફારના સમાચાર છે.

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

વસીમ જાફર ફરી પંજાબ કિંગ્સમાં

વસીમ જાફર 2019 થી 2021 સુધી પંજાબ કિંગ્સના બેટિંગ કોચ હતા પરંતુ તેમણે 2022ની હરાજી પહેલા તેમના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. પંજાબ કિંગ્સે ગયા વર્ષે પાવર હિટિંગ કોચ માર્ક વુડની સેવાઓ લીધી હતી. જો કે હવે વસીમ જાફર પંજાબ કિંગ્સમાં પરત ફર્યો છે.

પંજાબ કિંગ્સે તેમના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર વસીમ જાફરની બેટિંગ કોચ તરીકે નિમણૂક વિશે માહિતી આપતા ટ્વિટ કર્યું, જેની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી… અમારા બેટિંગ કોચ વસીમ જાફર.

 

 

પંજાબ કિંગ્સનો સપોર્ટ સ્ટાફ આ પ્રકારે છે

વસીમ જાફર ઉપરાંત પંજાબ કિંગ્સે સોશિયલ મીડિયા દ્વારા તેમના કેટલાક અન્ય સપોર્ટ સ્ટાફ સભ્યો વિશે પણ માહિતી આપી હતી. તેણે કહ્યું કે ટીમના ફાસ્ટ બોલિંગ કોચ ચાર્લ લોંગવેલ્ટ હશે જ્યારે બ્રેડ હેડિન આસિસ્ટન્ટ કોચની ભૂમિકામાં હશે.

 

IPL 2023 ની મીની હરાજીમાં પ્રવેશતા પહેલા, પંજાબ કિંગ્સે તેમના 9 ખેલાડીઓને રિલીઝ કર્યા છે, જેમાં 7 ભારતીયોનો સમાવેશ થાય છે. આમાં મયંક અગ્રવાલ ઉપરાંત સંદીપ શર્મા, ઈશાન પોરેલ, વૈભવ અરોરા જેવા નામ સામેલ છે.

Published On - 7:41 am, Thu, 17 November 22

Next Article