AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2023ની લાઈવ સ્ટ્રીમિંગ અલગ અંદાજમાં થશે, ક્રિકેટ ચાહક પોતાની પસંદગીના કેમેરા એંગલથી મેચ જોઈ શકશે

આ વર્ષે જૂનમાં યોજાયેલી IPL મીડિયા રાઈટ્સની હરાજીમાં, Viacom18 એ ભારતીય ઉપમહાદ્રીપ માટે ડિજિટલ રાઈટ્સ ખરીદ્યા હતા.

IPL 2023ની લાઈવ સ્ટ્રીમિંગ અલગ અંદાજમાં થશે, ક્રિકેટ ચાહક પોતાની પસંદગીના કેમેરા એંગલથી મેચ જોઈ શકશે
IPL હવે પહેલા જેવું નહીં રહે, ક્રાંતિકારી પરિવર્તન થવાનું છે Image Credit source: PTI
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 30, 2022 | 5:03 PM
Share

IPL 2022માં કેટલીક રીતે અલગ જ હતુ. 2014 બાદ પ્રથમ વખત 10 ટીમ મેદાનમાં ઉતરી હતી. તેમજ સતત 2 સીઝન ભારતમાં જ રમવામાં આવી હતી. આઈપીએલ (IPL ) બાદ બીસીસીઆઈએ 2023થી 2027ના ટેલીકાસ્ટ રાઈટ્સ (Telecast Rights)  માટે ઓક્શન થયુ હતુ. બીસીસીઆઈ (BCCI)એ આ રાઈટ્સ માટે કુલ 4 પેકેજ હેઠળ આ અધિકારો માટે ટેન્ડરો હતા. પેકેજ Aમાં ફક્ત ભારતીય ઉપખંડ માટે ટીવી રાઈટ્સ સામેલ છે. જ્યારે પેકેજ B માત્ર ભારતીય ઉપખંડમાં ડિજિટલ રાઈટ્સ માટે છે. તે જ સમયે પેકેજ સી અને ડીના પણ અલગ-અલગ રાઈટ્સ હતા. આ ચાર પેકેજની કુલ મૂળ કિંમત રૂ.32 હજાર કરોડથી વધુ હતી.

વાયકૉમ 18ને મળ્યા ડિજિટલ રાઈટ્સ

ભારતના ડિજિટલ રાઈટ્સ વાયકૉમ 18ને મળ્યા હતા, રિલાયન્સની કંપની વાયકૉમ 18 માટે તમામ તૈયારીઓ પુરી કરી લીધી છે. જીયોના ચેરમેન આકાશ અંબાણીએ રિલાયન્સના એજીએમને જણાવ્યું કે, આવનારી સિઝનથી આઈપીએલની લાઈવ સ્ટ્રીમિંગ અલગ અંદાજમાં હશે. ચાહકોને માત્ર અલગ-અલગ એંગલથી મેચ જોવાની મજા જ નહીં આવે પણ તેઓ મિત્રો સાથે મળીને મેચ પણ જોઈ શકશે.

અલગ અંદાજમાં થશે આઈપીએલની સ્ટ્રીમિંગ

  1. આઈપીએલનું લાઈવ ટેલીકાસ્ટ આ વખતે સ્ટાર સ્પોર્ટસ નેટવર્ક પર થશે પરંતુ ડિજિટલ સ્ટ્રીમિંગ hotster પર નહિ થશે.ચાહકોને ડિજિટલ સ્ટ્રીમિંગ માટે વાયકૉમ 18ના ઓટીટી પ્લેટફોર્મ પર જવાનું રહેશે. આવું પ્રથમ વખત થયું જ્યારે 2 અલગ અલગ કંપની પાસે આઈપીએલ રાઈટ્સ છે.
  2. Viacom 18 સંપૂર્ણપણે અલગ રીતે IPL સ્ટ્રીમિંગ કરશે. અત્યાર સુધી મેચો દરમિયાન દરેક જગ્યાએ માત્ર એક જ વીડિયો સ્ટ્રીમ હતો, પરંતુ JioFiberના મજબૂત નેટવર્કને કારણે IPL મેચોમાં એકસાથે અનેક વીડિયો સ્ટ્રીમ્સ જોવા મળશે. આ બધા અલગ-અલગ કેમેરા એંગલથી હશે. એટલે કે મેચ જોનાર પોતાની પસંદગીના કેમેરા એંગલથી મેચ જોઈ શકે છે.
  3. રિલાયન્સના AGM આકાશ અંબાણીએ કહ્યું કે, સ્ટ્રીમિંગ લેટેસ્ટ ટેક્નોલોજી પર 5G પર થશે. આ સાથે ચાહકોને મેચ જોવાનો પહેલા કરતા વધુ સારો અનુભવ મળશે. કંપની આ માટે 2 લાખ કરોડ રૂપિયા ખર્ચ કરશે. લાઈવ ક્રિકેટ મેચ પહેલીવાર 4k ક્વોલિટીમાં જોઈ શકાશે.
  4. મેચ દરમિયાન યુઝર્સ દેશમાં હાજર તેમના મિત્રો સાથે વીડિયો કોલ દ્વારા કનેક્ટ થઈ શકશે. આ સાથે તેઓ એકસાથે મેચની મજા માણી શકશે. તેને ‘વોચ પાર્ટી’ નામ આપવામાં આવ્યું છે.
  5. રિલાયન્સે કહ્યું કે, 100 મિલિયન ઘરો 5G નેટવર્ક સાથે જોડાશે. જો કે પહેલા તે મેટ્રો શહેરોમાં શરૂ કરવામાં આવશે, જે ધીમે ધીમે તમામ સ્થળો પર આવશે. તેમનો પ્રયાસ છે કે, તે IPL પહેલા શક્ય તેટલા વધુ સ્થળોએ પહોંચી જાય.

g clip-path="url(#clip0_868_265)">