IPL 2023: ગુજરાત ટાઈટન્સની પ્લેઈંગ ઈલેવન કેવી હશે, હાર્દિક પંડ્યા કોના દમ પર બચાવશે ટાઈટલ, જુઓ

|

Dec 25, 2022 | 11:24 AM

ગુજરાત ટાઈટન્સે હાર્દિક પંડ્યાની કેપ્ટનશિપમાં IPLમાં પોતાની પ્રથમ સિઝન રમતા જ ટાઈટલ જીતી લીધુ હતુ. IPL 2023 માં પંડ્યાની ટીમ હવે ટાઈટલ બચાવવા માટે દમ લગાવતી નજર આવશે

IPL 2023: ગુજરાત ટાઈટન્સની પ્લેઈંગ ઈલેવન કેવી હશે, હાર્દિક પંડ્યા કોના દમ પર બચાવશે ટાઈટલ, જુઓ
Gujarat Titans Probable Playing XI

Follow us on

ઈન્ડિયન પ્રીમિયર લીગમાં 2 નવી ટીમો ગત સિઝનથી ઉમેરાઈ હતી. જેમાંથી એક ગુજરાત ટાઈટન્સ અને બીજી લખનૌ સુપર જાયન્ટ્સ હતી. બંને ટીમોએ પોતાની પ્રથમ સિઝનમાં જ શાનદાર દેખાવ કર્યો હતો. જેમાં ગુજરાતની ટીમે તો સીધી આઈપીએલ ટ્રોફી જ જીતી લેવાની સફળતા મેળવી હતી. ગુજરાત ટાઈટન્સની કેપ્ટનશિપ હાર્દિક પંડ્યાને સોંપવામાં આવી હતી. આઈપીએલમાં પોતાની પ્રથમ સિઝન  જ ટીમ મેદાને ઉતરી હતી, છતાં પણ તેનો દેખાવ શાનદાર રહ્યો હતો. તે હવે આગામી સિઝનમાં ટાઈટલને બચાવવા માટે ઉતરશે.

ગત શુક્રવારે કોચીમાં યોજાયેલ આઈપીએલ 2023 ના મીની ઓક્શનમાં ગુજરાત ટાઈટન્સે પોતાની સ્ક્વોડ સંપૂર્ણ રીતે સજાવી લીધી છે. ટીમમાં હવે કેન વિલિયમસન પણ જોડવામાં આવ્યો છે. તે ન્યુઝીલેન્ડની ટીમનો કેપ્ટનછે. ઓડિયન સ્મિથ પણ હવે ગુજરાતનો હિસ્સો છે. હવે નવા ખેલાડીઓના આવવાથી ગુજરાતની ટીમની પ્લેઈંગ ઈલેવન કેવી હશે, કેવી અંતિમ ઈલેવન બનાવવામાં આવશે એ સવાલ છે.

કોચની સ્પષ્ટતા, વિલિયસમન કયા નંબરે રમશે

પહેલાથી જ ટીમના મુખ્ય આશિષ નેહરાએ વાત સ્પષ્ટ કરી દીધી હતી કે, ત્રણ નંબર પર બેટિંગ કરવા માટે કોણ ઉતરશે. કેન વિલિયમસન ત્રણ નંબરના ક્રમે બેટિંગ કરશે. ઓપનરની વાત કરવામાં આવે તો શુભમન ગિલનો સાથી વિકેટકીપર બેટ્સમેન રિદ્ધીમાન સાહા હોઈ શકે છે. સાહાએ ગત સિઝનમાં સારી શરુઆત અપાવી હતી. જોકે સાહાને ઓપનીંગનો મોકો બાદમાં આપવામાં આવ્યો હતો. આ પહેલા મેથ્યૂ વેડ એ સ્થાન પર હતો. જોકે તે ખાસ સફળ રહ્યો નહોતો અને બાદમાં તેના સ્થાને સાહાને મોકો અપાયો હતો, જેમાં તે સફળ રહ્યો હતો. અહીં કેએસ ભરત પણ વિકલ્પ છે. આવી સ્થિતીમાં સાહાને ભરત સાથે સ્પર્ધા સ્થાન માટે પ્રદર્શનને લઈ રહી શકે છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

પંડ્યા ચોથા ક્રમે ઉતરશે

સુકાની હાર્દિક પંડ્યા વિલિયમસન બાદ આવી શકે છે. પંડ્યા ચોથા ક્રમને સંભાળી શકે છે. ત્યાર બાદ પાંચમા ક્રમે ડેવિડ મિલરને ઉતારવામાં આવી શકે છે. વર્ષ 2022ની સિઝનમાં મિલરે મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે ટીમને ટ્રોફી ઉઠાવવા સુધીની સફર માટે મહત્વનુ યોગદાન આપ્યુ હતુ. ફિનિશરની ભૂમિકામાં રાહુલ તેવટિયા ફરી એકવાર જોવા મળી શકે છે. રાશિદ ખાન તેવટિયા બાદના ક્રમે ઉતરી શકે છે. રાશિદ ખાન આક્રમક બેટિંગ કરી જાણે છે. તેણે ગત સિઝનમાં સારુ યોગદાન આપ્યુ હતુ. આમ મિલર, તેવટિયા અને રાશિદખાન ફિનિશર તરીકે મેચને મુશ્કેલ સ્થિતીમાંથી પણ નિકાળી આપી શકે છે.

આ બોલરો હશે અંતિમ ઈલેવનનો હિસ્સો

મોહમ્મદ શમી અને શિવમ માવી આ બંને ગુજરાત ટાઈટન્સ વતીથી મુખ્ય બોલર તરીકેની જવાબદારી નિભાવશે. આ બંને બોલરોને અલ્ઝારી જોસેફ સાથ આપી શકે છે. જોસેફ વેસ્ટ ઈન્ડિઝનો બોલર છે. અફઘાનિસ્તાનનો રાશીદ ખાન સ્પિનર બોલિંગ આક્રમણની આગેવાની સંભાળી શકે છે. તેની સાથે સાંઈ કિશોર પણ સ્પિન આક્રમણની જવાબદારી સંભાળશે. રાહુલ તેવટિયા પણ ઉપયોગી ફિરકી બોલિંગ વડે પોતાનો કમાલ દર્શાવી શકે છે.

ગુજરાત ટાઇટન્સની સંભિવત પ્લેઈંગ ઈલેવન

હાર્દિક પંડ્યા (કેપ્ટન), શુભમન ગિલ, રિદ્ધિમાન સાહા (વિકેટકીપર), કેન વિલિયમસન, ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, આર સાઈ કિશોર, અલઝારી જોસેફ, મોહમ્મદ શમી, શિવમ માવી.

Published On - 9:58 am, Sun, 25 December 22

Next Article