AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2023 Prize Money: અમદાવાદમાં ચેમ્પિયન બનનારી ટીમને મળશે આટલા કરોડ, હારનારી ટીમના ખાતામાં પણ જશે કરોડો રુપિયા

IPL 2023 FINAL : 59 દિવસ બાદ હાર્દિક પંડયા અને ધોનીના નેતૃત્વવાળી ટીમો વચ્ચેની મેચથી જ ટુર્નામેન્ટનો અંત થશે. આઈપીએલ 2023ના કુલ પ્રાઈઝ મની 46.5 કરોડો રુપિયા છે. ચાલો જાણીએ કે કઈ ટીમ પર કેટલા કરોડ રુપિયાનો વરસાદ થશે. 

IPL 2023 Prize Money: અમદાવાદમાં ચેમ્પિયન બનનારી ટીમને મળશે આટલા કરોડ, હારનારી ટીમના ખાતામાં પણ જશે કરોડો રુપિયા
IPL 2023 final prize money
TV9 Gujarati
| Edited By: | Updated on: May 27, 2023 | 9:57 PM
Share

આઈપીએલ 2023ની ફાઈનલ મેચ 28 મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આઈપીએલની 16મી સિઝનની ફાઈનલ મેચ ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે. ટુર્નામેન્ટની શરુઆત 31 માર્ચના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જ રમાઈ હતી. 59 દિવસ બાદ હાર્દિક પંડયા અને ધોનીના નેતૃત્વવાળી ટીમો વચ્ચેની મેચથી જ ટુર્નામેન્ટનો અંત થશે. આઈપીએલ 2023ના કુલ પ્રાઈઝ મની 46.5 કરોડો રુપિયા છે. ચાલો જાણીએ કે કઈ ટીમ પર કેટલા કરોડ રુપિયાનો વરસાદ થશે.

આઈપીએલની કલોઝિંગ સેરેમનીમાં રેપર કિંગ અને ડીજે ન્યૂક્લિયા પરફોર્મ કરતા જોવા મળશે. તેમની સાથે સાથે મિડ ટાઈમ શો માટે ડિવાઈન અને જોવિધા ગાંધી ફેન્સને મનોરંજન આપતા જોવા મળશે. આઈપીએલ 2023ની આ બંને મહત્વની મેચો માટે નમો સ્ટેડિયમમાં તમામ તૈયારીઓ પૂરી કરી લેવામાં આવી છે.

કોને કેટલા પૈસા મળશે?

  • વિજેતા ટીમ- રૂ. 20 કરોડ
  • ઉપવિજેતા ટીમ- રૂ. 13 કરોડ
  • ત્રીજા સ્થાને રહેલી ટીમ (મુંબઈ ઈન્ડિયન્સ)- રૂ. 7 કરોડ
  • ચોથા સ્થાને રહેલી ટીમ (લખનૌ સુપર જાયન્ટ્સ)- રૂ. 6.5 કરોડ
  • ટુર્નામેન્ટનો ઈમર્જિંગ ખેલાડી- રૂ. 20 લાખ
  • સિઝનના સુપર સ્ટ્રાઈકર- રૂ. 15 લાખ
  • ઓરેન્જ કેપ – રૂ. 15 લાખ (સૌથી વધુ રન)
  • પર્પલ કેપ  – રૂ. 15 લાખ (સૌથી વધુ વિકેટ)
  • મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર ઓફ ધ સિઝન- રૂ. 12 લાખ
  • સૌથી વધુ છગ્ગા મારનાર ખેલાડી – રૂ. 12 લાખ
  • સિઝન ગેમ ચેન્જર – રૂ. 12 લાખ

આઈપીએલ 2023માં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓ

  • શુભમન ગિલ (ગુજરાત ટાઇટન્સ) – 851 રન
  • ફાફ ડુ પ્લેસિસ (રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર) – 730 રન
  • વિરાટ કોહલી (રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર)- 639 રન
  • ડેવોન કોનવે (ચેન્નઈ સુપર કિંગ્સ)- 625 રન
  • યશસ્વી જયસ્વાલ (રાજસ્થાન રોયલ્સ) – 625 રન

આઈપીએલ 2023માં સૌથી વધુ વિકેટ લેનાર બોલર્સ

  • મોહમ્મદ શમી (ગુજરાત ટાઇટન્સ) – 28 વિકેટ
  • રાશિદ ખાન (ગુજરાત ટાઇટન્સ) – 27 વિકેટ
  • મોહિત શર્મા (ગુજરાત ટાઇટન્સ) – 24 વિકેટ
  • પીયૂષ ચાવલા (મુંબઈ ઈન્ડિયન્સ) – 22 વિકેટ
  •  યુઝવેન્દ્ર ચહલ (રાજસ્થાન રોયલ્સ) 21 વિકેટ

સૌથી વધારે રન અને વિકેટલેનાર ખેલાડીઓની માહિતી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી કવોલિફાયર 2 મેચ સુધીની માહિતી છે. સૌથી વધારે રન કરનારા ખેલાડીઓમાં 800થી વધુ રન સાથે શુભમન ગિલ ઓરેન્જ કેપનો વિજેતા બની શકે છે. પર્પલ કેપ જીતવાની રેસમાં ગુજરાત ટાઈટન્સના 3 બોલર્સ છે, મોહિત શર્મા, મોહમ્મદ શમી અને રાશિદ ખાન આઈપીએલ 2023ની ફાઈનલ મેચમાં કેટલી વિકેટ લેશે તેના આધાર પર પર્પલ કેપ વિજેતા નક્કી થશે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">