IPL 2023 વચ્ચે પૃથ્વી શોને મુંબઈ હાઈકોર્ટે નોટીસ મોકલી, આ કારણે કોર્ટની કાર્યવાહી

|

Apr 13, 2023 | 7:43 PM

IPL 2023 ની સિઝનમાં રમી રહેલો પૃથ્વી શો દિલ્હી કેપિટલ્સનો હિસ્સો છે. શનિવારે હવે તેની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે રમનારી છે, પરંતુ આ પહેલા પૃથ્વીને કોર્ટે નોટીસ મોકલી છે.

IPL 2023 વચ્ચે પૃથ્વી શોને મુંબઈ હાઈકોર્ટે નોટીસ મોકલી, આ કારણે કોર્ટની કાર્યવાહી
Bombay high court issues notice against Prithvi Shaw

Follow us on

IPL 2023 ની 17 મેચ રમાઈ ચુકી છે. ગુરુવારે 18મી મેચ પંજાબ કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે રમાઈ રહી છે. આ દરમિયાન દિલ્હી કેપિટલ્સના ખેલાડી પૃથ્વી શોને લઈ સમાચાર સામે આવી રહ્યા છે. પૃથ્વી શોને મુંબઈ હાઈકોર્ટે નોટીસ મોકલી છે. મુંબઈ હાઈકોર્ટે સપના ગિલના મામલામાં નોટિસ આપી છે. ગત ફેબ્રુઆરી મહિનામાં મુંબઈમાં પૃથ્વી શો અને સપના ગિલ વચ્ચે વિવાદ સર્જાયો હતો. જેને લઈ સપના સામે ક્રિકેટરે મુંબઈમાં પોલીસ ફરિયાદ દાખલ કરાવી હતી.

સપના ગિલે બેઝબોલ લઈને ક્રિકેટર પર હુમલો કર્યો હતો અને સાથે જ 50 હજાર રુપિયાની માંગણી કરી હતી. આ અંગેની પોલીસ ફરિયાદ ક્રિકેટર પૃથ્વી શોએ નોંધાવી હતી. જેને લઈ સપના ગિલની પોલીસે ધરપકડ કરી હતી. ધરપકડ બાદ જામીન પર છૂટ્યા બાદ સપના ગિલે ભારતીય ક્રિકેટર પર ઘાતક હથિયાર વડે હુમલો કરવાને લઈ આરોપ લગાવ્યા હતા. આ ઉપરાંત સપનાએ પોતાની સાથે પૃથ્વીએ છેડછાડ કર્યાના આરોપ મુક્યા હતા.

શો સામે નોટિસ જારી

સપના ગિલ પોતાની ઉપર નોંધાયેલી ફરિયાદને રદ કરવા માટે થઈને મુંબઈ હાઈકોર્ટ પહોંચી હતી. જ્યા તેણે પોતાની પર લાગેલ આરોપોને દૂર કરવા માટે કોર્ટ સમક્ષ અરજી કરી હતી. જેને લઈ મુંબઈ હાઈકોર્ટ દ્વારા ગુરુવારે તેની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સપનાએ કોર્ટ સમક્ષ કરેલી અરજીને લઈ ક્રિકેટર પૃથ્વી શો ઉપરાંત તેના મિત્ર અને પોલીસના અધિકારીઓને નોટીસ પાઠવી હતી. હાઈકોર્ટે 11 લોકોને નોટિસ મોકલી છે.

51 વર્ષ બાદ અમિતાભ-જયાના લગ્નનું કાર્ડ થયું વાયરલ, આમિર ખાને ફેન્સને ચોંકાવ્યા
જાયફળનું સેવન કરવાથી થાય છે જબરદસ્ત ફાયદા
ગુજરાતી સિંગર જયકર ભોજક ગરબાનો બાદશાહ છે
ભાગવતમાં જણાવ્યું છે, બાળક ગર્ભમાં હોય ત્યારે માતાએ આ 5 કામ અવશ્ય કરવા
શરીરમાં લોહીના ટકા ઓછા હોય તો શું કરવું? ડૉક્ટર પાસેથી જાણો
Green Methi Leaves : શિયાળાની સિઝનમાં લીલી મેથીની લઈ લો મજા! વિટામીનથી ભરપૂર

ફેબ્રુઆરીમાં થઈ હતી બબાલ

પૃથ્વી શો ગત ફેબ્રુઆરી મહિનામાં પોકાના મિત્ર સાથે મુંબઈની હોટલમાં ડિનર માટે પહોંચ્યો હતો. જ્યાં સપના ગિલ અને તેના મિત્રો દ્વારા સેલ્ફી લઈને તેને પરેશાન કરવાની શરુઆત કરાઈ હતી, જેથી ક્રિકેટર પૃથ્વી શોએ હોટલના મેનેજરને આ અંગેની જાણકારી આપી હતી. જેના બાદ હોટલ મેનેજરે સપના ગિલ અને તેમના મિત્રોને હોટલની બહાર કરી દેવામાં આવ્યા હતા.

સપના ગિલ અને તેના મિત્રોએ બહાર પૃથ્વી શોની રાહ જોઈ હતી અને જ્યારે તે હોટલમાં જમીને બહાર નિકળ્યો ત્યારે હંગામો મચાવી દીધો હતો. પૃથ્વી શો પર તેમના દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. સાથે જ પૃથ્વી શોની જે કારમાં આવ્યો હતો એ ગાડીનો પણ તેઓએ પિછો કર્યો હતો. સપનાએ પૃથ્વી શો પાસે 50 હજાર રુપિયા માંગ્યા હોવાનો પણ આરોપ લગાડવામાં આવ્યો હતો.

 

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

Published On - 6:59 pm, Thu, 13 April 23

Next Article