IPL 2022: ચહલે પોતાની ડ્રીમ હેટ્રિકનો ખુલાસો કર્યો, કહ્યું- કયા 3 દિગ્ગજોને બનવવા માંગે છે પોતાનો શિકાર

|

May 16, 2022 | 4:56 PM

IPL 2022 : રાજસ્થાન રોયલ્સના (RR) સ્ટાર લેગ સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલનું (Yuzvendra Chahal) પ્રદર્શન આ સિઝનમાં શાનદાર રહ્યું છે. તેણે આ સિઝનમાં હેટ્રિક પણ લીધી છે.

IPL 2022: ચહલે પોતાની ડ્રીમ હેટ્રિકનો ખુલાસો કર્યો, કહ્યું- કયા 3 દિગ્ગજોને બનવવા માંગે છે પોતાનો શિકાર
Yuzvendra Chahal (PC: IPLt20.com)

Follow us on

રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) ના સ્ટાર લેગ સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલ (Yuzvendra Chahal) નું પ્રદર્શન આ સિઝનમાં શાનદાર રહ્યું છે. તેણે આ સિઝનમાં હેટ્રિક પણ લીધી છે. તેણે કોલકાતા નાઈટ રાઈડર્સ (Kolkata Knight Riders) સામે આ હેટ્રિક લીધી હતી. આ મેચમાં તેણે 5 વિકેટ પણ લીધી હતી. જે બાદ હવે ચહલે તેની ડ્રીમ હેટ્રિક વિશે વાત કરી છે. આ દરમિયાન તેણે જણાવ્યું છે કે તે કયા ત્રણ ખેલાડીઓની વિકેટ લેવા માંગે છે.

યુઝવેન્દ્ર ચહલની ડ્રીમ હેટ્રિક

પોતાની ડ્રીમ હેટ્રિક વિશે વાત કરતાં સ્ટાર લેગ સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલે કહ્યું કે, તેની ડ્રીમ હેટ્રિકની પહેલી વિકેટ વિરાટ કોહલીની હશે. બીજી વિકેટ રોહિત શર્માની અને ત્રીજી વિકેટ એબી ડી વિલિયર્સની હશે.

આ સિઝનમાં તેનું દમદાર પ્રદર્શન રહ્યું છે

આ વખતે IPL ની હરાજી દરમિયાન રાજસ્થાન રોયલ્સે યુઝવેન્દ્ર ચહલને 6.5 કરોડમાં ખરીદ્યો હતો. ત્યારબાદ ચહલ ટીમ મેનેજમેન્ટના આ વિશ્વાસ પર સાચો સાબિત થયો છે. તેણે આઈપીએલમાં અત્યાર સુધી 13 મેચમાં 24 વિકેટ ઝડપી છે. આ સિવાય તે આ સિઝનમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે.

ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન

કોલકાતા સામે ચહલે ઝડપી હતી હેટ્રિક

ટીમના સ્ટાર સ્પિરન યુઝવેન્દ્ર ચહલ (Yuzvendra Chahal) એ ચાર ઓવરમાં 40 રન આપીને 5 વિકેટ લીધી હતી. તેણે 17 મી ઓવરના પહેલા બોલ પર વેંકટેશ ઐયરને પેવેલિયન મોકલી દીધો હતો. આ પછી ચોથા, પાંચમા અને છઠ્ઠા બોલમાં શ્રેયસ અય્યર, શિવમ માવી અને પેટ કમિન્સની વિકેટ લઈને મેચમાં પલટો આવ્યો હતો. રોયલ્સે કોલકાતા નાઇટ રાઇડર્સ ટીમને સાત રનથી હરાવ્યું.

ટી20 વર્લ્ડ કપ માટે પોતાની દાવેદારી મજબુત કરી

ચહલે તેના પ્રદર્શનમાં ઘણો સુધારો કર્યો છે. કારણ કે તે 2021 વર્લ્ડ કપમાં ટીમમાં સ્થાન મેળવી શક્યો ન હતો. તે ફરી એકવાર ટીમ ઈન્ડિયાના લિમિટેડ ઓવરનો નંબર વન સ્પિનર ​​બની રહ્યો છે. આઈપીએલમાં તેના શાનદાર ફોર્મને જોઈને આશા રાખવામાં આવે છે કે ઓસ્ટ્રેલિયામાં યોજાનાર વર્લ્ડ કપમાં તેને ટીમમાં સામેલ કરવામાં આવશે.

ગત મેચમાં રાજસ્થાને લખનૌને માત આપી પ્લેઓફમાં પોતાનું સ્થાન મજબુત કર્યું

રાજસ્થાન રોયલ્સે IPL 2022 માં લખનૌ સુપર જાયન્ટ્સને 24 રનથી હરાવીને સિઝનની આઠમી જીત નોંધાવી હતી. રાજસ્થાને લખનૌ સામે 179 રનનો મોટો લક્ષ્યાંક રાખ્યો હતો. પરંતુ દીપક હુડાની જોરદાર અડધી સદી અને અંતે માર્કસ સ્ટોઇનિસના મોટા શોટ્સ છતાં લખનૌ માત્ર 154 રન જ બનાવી શકી હતી. આ જીત સાથે રાજસ્થાન પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને પહોંચી ગયું છે. તે જ સમયે છેલ્લી મેચમાં ગુજરાત ટાઇટન્સ સામે ખરાબ રીતે હારનાર લખનૌ સતત બીજી મેચમાં નિરાશ થઈને હવે ત્રીજા સ્થાને સરકી ગયું છે.

Published On - 4:56 pm, Mon, 16 May 22

Next Article