AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2022 માં જોવા મળશે વધુ દમદાર ટૂર્નામેન્ટ, નવી ટીમ ખરીદવા માટે અધધ… કરોડ ચુકવવા પડશે ! જાણો નવી ટીમ ટેન્ડર પ્રક્રિયા

IPL 2022 સીઝનમાં બે નવી ટીમો સામેલ કરવાનો પ્રસ્તાવ છે. આ માટે, ટીમો ખરીદવા માટે અરજીઓ કરી શકાય છે. અરજી કરવાની અંતિમ તારીખ 5 ઓક્ટોબર રાખવામાં આવી છે.

IPL 2022 માં જોવા મળશે વધુ દમદાર ટૂર્નામેન્ટ, નવી ટીમ ખરીદવા માટે અધધ... કરોડ ચુકવવા પડશે ! જાણો નવી ટીમ ટેન્ડર પ્રક્રિયા
Hardik Pandya Krunal Pandya
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 01, 2021 | 9:32 AM
Share

IPL ટૂર્નામેન્ટમાં 10 ટીમોના માટે કામ શરૂ થઈ ગયું છે. ભારતીય ક્રિકેટ બોર્ડે (BCCI) બે નવી ટીમો માટે અરજીઓ બહાર પાડવાની માહિતી આપી હતી. BCCI તરફથી કહેવામાં આવ્યું છે કે IPL 2022 સીઝનમાં બે નવી ટીમો સામેલ કરવાનો પ્રસ્તાવ છે. આ માટે, ટીમો ખરીદવાની અરજીઓ કરી શકાય છે. અરજી કરવાની અંતિમ તારીખ 5 ઓક્ટોબર હશે. એટલે કે એક મહિના જેટલો સમય રાખવામાં આવ્યો છે.

એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આઈપીએલની ગવર્નિંગ કાઉન્સિલે આઈપીએલના પ્રસ્તાવ હેઠળ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં બે નવી ટીમોની માલિકી અને સંચાલન માટે અરજીઓ મંગાવેલ છે. આ ટીમો ટેન્ડર પ્રક્રિયા દ્વારા નક્કી કરવામાં આવશે. કોઈપણ જો ટીમ ખરીદવા માંગે છે, તેણે ઇન્વીટેશન ટુ ટેન્ડર (ITT) ખરીદવું પડશે. જો કે, જેઓ ITT અને અન્ય નિયમો અને શરતોમાં નિર્ધારિત પાત્રતાના માપદંડને પૂર્ણ કરે છે, તે જ બિડિંગ માટે લાયક રહેશે. તે સ્પષ્ટ કરવામાં આવે છે કે માત્ર ITT ની ખરીદી બિડિંગ માટે લાયક ઠરશે નહીં.

BCCI દ્વારા નક્કી કરવામાં આવેલી શરતો અનુસાર ITT ખરીદવા માટે 10 લાખ રૂપિયા ચૂકવવા પડશે. તે જ સમયે, બીસીસીઆઈના એક સૂત્રે ગુપ્તતાની શરતે મીડિયા રિપોર્ટસમાં જણાવ્યું હતું કે, અગાઉ બે નવી ટીમોની બેઝ પ્રાઈઝ 1700 કરોડ રૂપિયા માનવામાં આવી રહી હતી. પરંતુ હવે બેઝ પ્રાઈઝ વધારીને 2000 કરોડ રૂપિયા કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. . BCCI બંને ટીમોની માલિકી વેચીને લગભગ 5000 કરોડ રૂપિયા કમાવાની આશા રાખે છે. બે નવી ટીમોના આગમન સાથે IPL માં 74 મેચ થશે.

નવી ટીમો માટે ત્રણ શહેરોના નામ રેસમાં આગળ

એવું જાણવા મળ્યું છે કે 3000 કરોડ કે તેથી વધુનું વાર્ષિક ટર્નઓવર ધરાવતી કંપનીઓને જ બિડિંગ પ્રક્રિયામાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવશે. એટલું જ નહીં, બીસીસીઆઈ કંપનીઓના જૂથને પણ ટીમ ખરીદવાની મંજૂરી આપવાનું વિચારી રહી છે. આ બિડિંગ પ્રક્રિયાને વધુ રસપ્રદ બનાવશે. નવી ટીમો માટે ત્રણ શહેરોના નામ આગળ વધી રહ્યા છે. જેમાં અમદાવાદ, લખનૌ અને પુણેનો સમાવેશ થાય છે. તેમાં અમદાવાદ અને લખનૌનું નામ મોખરે છે.

અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને લખનૌનું ઉકાના સ્ટેડિયમ ફ્રેન્ચાઇઝીની પસંદગી બની શકે છે. કારણ કે આ સ્ટેડિયમોની ક્ષમતા વધારે છે. ઘણા સમયથી અમદાવાદની ટીમની માંગ હતી. આ પહેલા પણ IPL માં 10 ટીમો રહી ચૂકી છે. તે વખતે એક ટીમ પુણેની અને બીજી ટીમ કોચીની હતી. પરંતુ બાદમાં બંને ટીમોને પડતી મૂકવામાં આવી હતી.

આ પણ વાંચોઃ Tokyo Paralympics 2020 : 10 મીટર મિક્સ એર રાઇફલમાં અવનિ લેખરા ચૂકી નિશાન, અન્ય શૂટરોએ પણ કર્યા નિરાશ

આ પણ વાંચોઃ IPL 2021: રાજસ્થાન રોયલ્સને લાગ્યો મોટો ઝટકો, જોસ બટલર અને બેન સ્ટોક્સ ટૂર્નામેન્ટથી બહાર, આ બે ખેલાડીઓની એન્ટ્રી

PM મોદીના હસ્તે નવા મેટ્રો સ્ટેશનનું લોકાર્પણ - જુઓ Video
PM મોદીના હસ્તે નવા મેટ્રો સ્ટેશનનું લોકાર્પણ - જુઓ Video
સુરતમા અસલીના નામે નકલી ટાયર ટ્યુબ બનાવવાનું કૌભાંડ ઝડપાયું
સુરતમા અસલીના નામે નકલી ટાયર ટ્યુબ બનાવવાનું કૌભાંડ ઝડપાયું
રાજસ્થાનના કાશ્મીર માઉન્ટ આબુમાં કાતિલ ઠંડી, જુઓ Video
રાજસ્થાનના કાશ્મીર માઉન્ટ આબુમાં કાતિલ ઠંડી, જુઓ Video
પતંગરસિકો આનંદો! ઉત્તરાયણના દિવસે પવન રહેશે સાનુકૂળ
પતંગરસિકો આનંદો! ઉત્તરાયણના દિવસે પવન રહેશે સાનુકૂળ
શૌર્ય યાત્રામાં ભાગ લીધા બાદ સોમનાથ મંદિરમાં પીએમ મોદી પૂજા કરી
શૌર્ય યાત્રામાં ભાગ લીધા બાદ સોમનાથ મંદિરમાં પીએમ મોદી પૂજા કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સોમનાથમાં ભવ્ય સ્વાગત કરાયું,જુઓ વીડિયો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સોમનાથમાં ભવ્ય સ્વાગત કરાયું,જુઓ વીડિયો
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
GAPM 2026માં પ્રેસિડેન્ટનો ચોંકાવનારો ખુલાસો - જુઓ Video
GAPM 2026માં પ્રેસિડેન્ટનો ચોંકાવનારો ખુલાસો - જુઓ Video
કઠલાલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફની બેદરકારી સામે આવી - જુઓ Video
કઠલાલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફની બેદરકારી સામે આવી - જુઓ Video
સોનાની દુકાનમાં મહિલાએ કરી ચોરી, ઘટના CCTVમાં કેદ
સોનાની દુકાનમાં મહિલાએ કરી ચોરી, ઘટના CCTVમાં કેદ
g clip-path="url(#clip0_868_265)">