IPL 2022: સંજુ સેમસન શું કરી રહ્યો હતો જ્યારે Rajasthan Royals એ શેન વોર્નની કેપ્ટનશિપ હેઠળ 2008 માં જીત્યું હતુંં IPL નું ટાઇટસ

|

May 28, 2022 | 11:37 AM

IPL 2022 : રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ને બીજા ક્વોલિફાયરમાં હરાવ્યા બાદ રાજસ્થાન (RR) ટીમના વર્તમાન કેપ્ટન સંજુ સેમસને જણાવ્યું કે તે દિવસે તે શું કરી રહ્યો હતો, જ્યારે 2008માં રાજસ્થાન આઈપીએલ જીત્યું હતું.

IPL 2022: સંજુ સેમસન શું કરી રહ્યો હતો જ્યારે Rajasthan Royals એ શેન વોર્નની કેપ્ટનશિપ હેઠળ 2008 માં જીત્યું હતુંં IPL નું ટાઇટસ
Sanju Samson (PC: IPLt20.com)

Follow us on

વર્ષ 2008. IPL ની પ્રથમ સિઝન. રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) પ્રથમ ચેમ્પિયન બની હતી. શેન વોર્નની કેપ્ટનશિપ હેઠળ રાજસ્થાનની ટીમ જેને અંડરડોગ તરીકે ગણવામાં આવી રહી હતી ત્યારે ચેમ્પિયન બનીને કમાલ કરી દીધું હતું. પણ તે સમયે તમે (Sanju Samson) શું કરી રહ્યા હતા. કદાચ તેને યાદ કરવામાં સમય લાગશે. પરંતુ બીજા ક્વોલિફાયરમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને હરાવ્યા બાદ રાજસ્થાન ટીમના વર્તમાન કેપ્ટને કહ્યું કે, તે સમયે તે શું કરી રહ્યો હતો? એમાં કોઈ શંકા નથી કે સંજુ સેમસન ત્યારે નાનું બાળક હશે. પરંતુ પ્રશ્ન એ છે કે તેઓ શું કરી રહ્યા હતા? તો તમને જણાવી દઈએ કે રાજસ્થાનની આઇપીએલ ફાઈનલ (IPL Final) જીતનાર સંજુ દરરોજ ક્રિકેટ રમતા હતા.

ક્વોલિફાયર 2 જીતીને IPL 2022 ની ફાઇનલમાં પહોંચ્યા પછી સંજુ સેમસને કહ્યું, “હું કેરળમાં ક્યાંક અંડર 16 ની ફાઇનલ રમી રહ્યો હતો. જ્યારે મેં શેન વોર્ન અને સોહેલ તનવીરને રાજસ્થાન રોયલ્સ માટે IPL 2008 ની ફાઇનલમાં જીતતા જોયા. ગુજરાત ટાઇટન્સ સામે પ્રથમ ક્વોલિફાયર હાર્યા બાદ બીજા ક્વોલિફાયરમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે રાજસ્થાન રોયલ્સનો વિજય નિર્ણાયક બન્યો હતો અને રાજસ્થાનની ટીમે તે મહત્વપૂર્ણ મેચ 7 વિકેટના મોટા અંતરથી જીતી લીધી હતી.

IPL લાંબી ટુર્નામેન્ટ છે, ઉતાર-ચઢાવ આવતા રહે છેઃ સંજુ સેમસન

સંજુ સેમસને કહ્યું, “અમે IPL માં કમબેક કરવા માટે ટેવાયેલા છીએ. આ એક લાંબી ટુર્નામેન્ટ છે તેથી તેમાં ઉતાર-ચઢાવ આવશે. પ્રથમ ઇનિંગમાં વિકેટ ઝડપી બોલરોના પક્ષમાં હતી. પિચ પરનો ઉછાળો પણ સ્પિનરો માટે મદદરૂપ હતો. પરંતુ ઝડપી બોલરોએ સારી બોલિંગ કરી હતી.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

ફાઇનલમાં પહોંચીને જોસ બટલર ખુશ છે

જોસ બટલરે કહ્યું, “મેં આ ટૂર્નામેન્ટમાં મોટી અપેક્ષાઓ સાથે પ્રવેશ કર્યો ન હતો. આવી સ્થિતિમાં આજે અમને ખુશી છે કે અમે ફાઇનલમાં ઊભા છીએ. ટુર્નામેન્ટની મધ્યમાં, હું થોડો દબાણમાં હતો. પરંતુ કોલકાતા પહોંચ્યા પછી બધુ બરાબર થઇ ગયો હતો. હવે હું એ વિચારીને રોમાંચિત છું કે હું વિશ્વની સૌથી મોટી T20 લીગની ફાઈનલ રમવા જઈ રહ્યો છું. અમે શેન વોર્ન માટે આ જીતવા માંગીએ છીએ. જો એમ આવુ કરી શક્યા તો તે સાચી શ્રદ્ધાંજલિ હશે.”

જોસ બટલરનું ફોર્મમાં હોવું રાજસ્થાન રોયલ્સ માટે પ્લસ પોઈન્ટ છે. તેણે આ સિઝનમાં 4 સદી ફટકારી છે અને આમ કરીને તેણે વિરાટ કોહલીના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. હવે ગુજરાત ટાઇટન્સ સામે ફાઇનલમાં 800થી વધુ રન બનાવનાર બટલર ટીમની સૌથી મોટી આશા હશે.

Next Article