IPL 2022: શું કરી રહ્યું છે કોલકાતા..? જેને રિટેન કર્યા હતા તેને જ પ્લેઇંગ XI માંથી ‘રિજેક્ટ’ કર્યા

|

May 03, 2022 | 3:52 PM

IPL 2022 : કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ટીમે બોલર વરુણ ચક્રવર્તી (Varun Chakravarthy) અને બેટ્સમેન વેંકટેશ અય્યર (Venkatesh Iyer) ને હરાજી પહેલા જાળવી રાખ્યા હતા.

IPL 2022: શું કરી રહ્યું છે કોલકાતા..? જેને રિટેન કર્યા હતા તેને જ પ્લેઇંગ XI માંથી રિજેક્ટ કર્યા
Varun Chakravarthy and Venkatesh Iyer (PC: TV9)

Follow us on

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) ની વર્તમાન સિઝનમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (Kolkata Knight Riders) ના પ્રદર્શનમાં ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. 2 વખતની ચેમ્પિયન કોલકાતાએ અત્યાર સુધીમાં 10 મેચ રમી છે. જેમાં તેણે 4 મેચ જીતી છે. શ્રેયસ અય્યરની આગેવાની હેઠળની આ ટીમ અત્યારે પોઈન્ટ ટેબલમાં સાતમા સ્થાને છે.

કોલકાતા નાઈટ રાઈડર્સના ખરાબ પ્રદર્શનમાં રિટેન કરાયેલા ખેલાડીઓએ મહત્વની ભૂમિકા ભજવી છે. કોલકાતાએ આઈપીએલ 2022 ની હરાજી પહેલા આન્દ્રે રસેલ, સુનીલ નારાયણ, વરુણ ચક્રવર્તી અને વેંકટેશ ઐયરને જાળવી રાખ્યા હતા. આ 4 ખેલાડીઓમાંથી માત્ર આન્દ્રે રસેલ જ અમુક અંશે ટીમના વિશ્વાસ પર ખરા ઉતરી શક્યો છે. ‘મિસ્ટ્રી સ્પિનર’ વરુણ ચક્રવર્તી અને બેટ્સમેન વેંકટેશ અય્યરને પણ પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરી દેવામાં આવ્યા છે. આ બંનેને કોલકાતાએ 8-8 કરોડ રૂપિયામાં રિટેન કર્યા હતા.

શું વરુણ ચક્રવર્તીનો જાદુ ગાયબ થઈ ગયો?

ખરાબ પ્રદર્શનથી કંટાળીને ટીમ મેનેજમેન્ટે વરુણ ચક્રવર્તી (Varun Chakravarthy) ને દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાંથી બહાર કરી દીધો હતો. આ પછી આ બોલરને રાજસ્થાન રોયલ્સ સામે તક પણ ન મળી. IPL ની વર્તમાન સિઝનમાં વરુણ ચક્રવર્તીએ 8 મેચમાં 61.75 ની એવરેજથી માત્ર 4 વિકેટ ઝડપી છે. આ દરમિયાન તેનો ઈકોનોમી રેટ 8.82 રહ્યો છે. વરુણને કેટલાક શાનદાર પ્રદર્શન બાદ ગયા વર્ષે ટીમ ઈન્ડિયા માટે ડેબ્યૂ કરવાની તક પણ મળી હતી અને તે ટી20 વર્લ્ડ કપ 2021નો પણ ભાગ હતો. હાલમાં વરુણ ચક્રવર્તીનું ફોર્મ સંપૂર્ણ રીતે પડી ભાંગ્યું છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

વેંકટેશ અય્યર પણ પોતાનું તોફાની ફોર્મ દેખાડી શક્યો નથી

કોલકાતાને વેંકટેશ ઐયર (Venkatesh Iyer) પાસેથી ઘણી આશાઓ હતી. પરંતુ તે આ અપેક્ષાઓ પર બિલકુલ ખરો ઉતરી શક્યો ન હતો. આખરે રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં ઐયરને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. વેંકટેશ અય્યરે આ સિઝનમાં 9 મેચમાં 16.50 ની એવરેજથી માત્ર 132 રન બનાવ્યા છે. આ દરમિયાન તેના બેટમાંથી અડધી સદી આવી.

જો કે IPL 2021 માં વેંકટેશ ઐયરે તેની ડેબ્યૂ સીઝનમાં કોલકાતા ટીમ માટે શાનદાર કામ કર્યું હતું. તે સિઝનમાં વેંકટેશ અય્યરે 10 મેચમાં 41.11 ની એવરેજથી 370 રન બનાવ્યા હતા. આ દરમિયાન વેંકટેશે બેટ વડે 4 અડધી સદી પણ ફટકારી હતી અને તેનો સ્ટ્રાઈક રેટ 128.47 નો હતો. ઉપરાંત વેંકટેશ અય્યરે બોલિંગમાં પોતાનો હાથ અજમાવ્યો હતો અને તેણે 8 મેચમાં કુલ 3 વિકેટ ઝડપી હતી.

Next Article