IPL 2022: ટ્રેન્ટ બોલ્ટે ગુજરાત ટાઇટન્સ સામેની મેચમાં ઝહીર ખાનને પાછળ છોડીને આ ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો

|

May 25, 2022 | 12:32 PM

IPL 2022 Qualifier: મેગા ઓક્શનમાં રાજસ્થાન રોયલ્સ (RR) એ ટ્રેન્ટ બોલ્ટને રૂ. 8 કરોડમાં પોતાની ટીમમાં જોડ્યો હતો. ટ્રેન્ટ બોલ્ટે આ સિઝનમાં અત્યાર સુધીમાં 14 વિકેટ ઝડપી છે.

IPL 2022: ટ્રેન્ટ બોલ્ટે ગુજરાત ટાઇટન્સ સામેની મેચમાં ઝહીર ખાનને પાછળ છોડીને આ ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો
Trent Boult, Rajasthan Royals (PC: IPLt20.com)

Follow us on

રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) ડાબા હાથના ઝડપી બોલર ટ્રેન્ટ બોલ્ટ (Trent Boult) એ ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) સામે ક્વોલિફાયર-1 માં તેની બોલિંગથી પ્રભાવિત કર્યા હતા. ટ્રેન્ટ બોલ્ટે ગુજરાત ટાઇટન્સ ઇનિંગ્સની પ્રથમ ઓવરના બીજા બોલ પર રિદ્ધિમાન સાહા (Wriddhiman Saha) ને આઉટ કર્યો હતો. સાહાની વિકેટ સાથે કિવી પેસરે એક ખાસ રેકોર્ડ પોતાના નામે કરી લીધો. ટ્રેન્ટ બોલ્ટે અત્યાર સુધી IPL માં પ્રથમ ઓવરમાં 15 બેટ્સમેનોને આઉટ કર્યા છે. આ દરમિયાન તેણે પૂર્વ ભારતીય બોલર પ્રવીણ કુમારની બરાબરી કરી હતી.

IPL માં પહેલી ઓવરમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર ભુવનેશ્વર કુમાર ટોચ પર

સનરાઇઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) નો ઝડપી બોલર ભુવનેશ્વર કુમાર (Bhuvneshwar Kumar) પ્રથમ ઓવરમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલરોની યાદીમાં ટોચ પર છે. ભુવનેશ્વર કુમારે અત્યાર સુધી 20 વખત ઇનિંગ્સની પ્રથમ ઓવરમાં વિકેટ લીધી છે. તો બીજી તરફ પ્રવીણ કુમાર (Praveen Kumar) અને ટ્રેન્ટ બોલ્ટ (Trent Boult) 15-15 વખત આ કારનામું કરી ચૂક્યા છે. ક્વોલિફાયર-1 માં ટ્રેન્ટ બોલ્ટે પ્રથમ ઓવરના બીજા બોલ પર ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) ના ઓપનર રિદ્ધિમાન સાહાને આઉટ કર્યો હતો. આ સિઝનમાં આ ત્રીજી વખત બન્યું જ્યારે બોલ્ટે ઇનિંગની પ્રથમ ઓવરમાં વિકેટ લીધી. અગાઉ મેગા ઓક્શનમાં રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) એ બોલ્ટને રૂ.8 કરોડમાં જીત્યો હતો. બોલ્ટે આ સિઝનમાં અત્યાર સુધીમાં 14 વિકેટ ઝડપી છે.

IPL માં પહેલી ઓવરમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર

– ભુવનેશ્વર કુમારઃ 20 વિકેટ
– પ્રવીણ કુમાર/ટ્રેન્ટ બોલ્ટઃ 15 વિકેટ
– સંદીપ શર્માઃ 13 વિકેટ
– ઝહીર ખાનઃ 12 વિકેટ

સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે

આ પહેલા IPL 2022 ના ક્વોલિફાયર-1 ની મેચમાં ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) એ રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) ને હરાવ્યું હતું. આ જીત સાથે જ હાર્દિક પંડ્યા (Hardik Pandya) ની ટીમ ફાઇનલમાં પહોંચી ગઈ છે. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાન રોયલ્સ (RR) એ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 188 રન બનાવ્યા હતા. આ મેચમાં પાવરપ્લે દરમિયાન રાજસ્થાન રોયલ્સ (RR) ના ડાબા હાથના ઝડપી બોલર ટ્રેન્ટ બોલ્ટે શાનદાર બોલિંગ કરી હતી. તેણે પોતાના ઇનસ્વિંગર બોલથી સાહાને શિકાર બનાવ્યો હતો. સાહાના બેટને વાગ્યા બાદ બોલ વિકેટકીપર સંજુ સેમસનના હાથમાં ગયો હતો.

Next Article