SRH vs PBKS, IPL 2022: હૈદરાબાદે 8 વિકેટ ગુમાવી પંજાબ સામે 158 રનનુ લક્ષ્ય રાખ્યુ, નાથન-હરપ્રીતની 3-3 વિકેટ

|

May 22, 2022 | 10:11 PM

SRH vs PBKS, IPL 2022: હૈદરાબાદ વતીથી અભિષેક શર્માએ સારી ઈનીંગ રમી હતી, રાહુલ ત્રિપાઠી સાથે મળીને તેણે રમત દર્શાવી હતી. અંતમાં વોશિંગ્ટન સુંદર અને રોમારિયો શેફર્ડે પણ રન નિકાળ્યા હતા.

SRH vs PBKS, IPL 2022: હૈદરાબાદે 8 વિકેટ ગુમાવી પંજાબ સામે 158 રનનુ લક્ષ્ય રાખ્યુ, નાથન-હરપ્રીતની 3-3 વિકેટ
અભિષેક શર્માએ સારી રમત રમી હતી

Follow us on

IPL 2022 ની અંતિમ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને પંજાબ કિંગ્સ (Sunrisers Hyderabad vs Punjab Kings) વચ્ચે રમાઈ રહી છે. હૈદરાબાદના નિયમીત કેપ્ટન સ્વદેશ પરત ફર્યા છે અને જેના બદલે ટીમના સિનિયર ખેલાડી ભૂવનેશ્વર કુમાર (Bhuvneshwar Kumar) ને ટીમનુ સુકાની પદ શનિવારની મેચ માટે સોંપવામાં આવ્યુ હતુ. ટોસ જીતીને તેણે પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઓપનર અભિષેક શર્મા (Abhishe Sharma) એ સારી ઈનીંગ રમી હતી. 20 ઓવરના અંતે હૈદરાબાદે 157 રન 8 વિકેટે નોંધાવ્યા હતા.

પ્રિયમ ગર્ગ અને અભિષેક શર્મા બંને ઓપનીંગ કરવા માટે આવ્યા હતા. બંનેએ હૈદરાબાદની ઈનીંગની શરુઆત કરી હતી પરંતુ બંને વચ્ચે માત્ર 14 રનની જ પાર્ટનરશીપ થઈ શકી હતી. ત્રીજી ઓવરમાં પ્રિયમ ગર્ગ વિકેટ ગુમાવી બેઠો હતો. તે માત્ર 4 રન જોડીને જ પરત ફર્યો હતો. ત્યાર બાદ રાહુલ ત્રિપાઠી અને અભિષેક શર્માએ મહત્વની ઈનીંગ રમી હતી. બંનેએ પંજાબના બોલરોને પરેશાન કર્યા હતા. આ દરમિયાન રાહુલ પણ ટીમના 61 રનના સ્કોર પર આઉટ થયો હતો. તેણે 18 બોલમાં 20 રન 1 છગ્ગાની મદદ થી કર્યા હતા.

અભિષેક બાદ અંતમાં સુંદર અને શેફર્ડે શાનદાર રમત રમી

અભિષેક શર્માએ 43 રન નોંધાવ્યા હતા. તેમે 32 બોલનો સામનો કરીને 2 છગ્ગા અને 5 ચોગ્ગાની મદદ વડે આ રન કર્યા હતા. તે હરપ્રીત બ્રારના બોલ પર વધુ એક સિક્સર ફટકારવા જતા બાઉન્ડરી પર મુશ્કેલ કેચ વડે આઉટ થયો હતો. એઈડન માર્કરમે પણ સ્કોર બોર્ડને ઝડપી આગળ વધારવા પ્રયાસ કર્યો હતો. પરંતુ તે પણ 17 બોલમાં 21 રન નોંધાવીને પરત ફર્યો હતો. નિકોલસ પૂરને 10 બોલનો સામનો કરી 5 રન કર્યા હતા. અંતમાં રોમારિયો શેફર્ડ અને વોશિંગ્ટન સુંદરે સારો પ્રયાસ કર્યો હતો.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

હરપ્રીત બ્રારે પંજાબને માટે ત્રણ મહત્વની વિકેટ ઝડપી હતી. 4 ઓવરમાં તેણે 26 રન આપીને આ વિકેટ ઝડપી હતી. નાથન એલિસે પણ ત્રણ વિકેટ ઝડપી હતી. તેણે બે વિકેટ અંતિમ ઓવરમાં ઝડપી હતી. અને કાગિસો રબાડાએ પણ એક એક વિકેટ મેળવી હતી.

બંને ટીમોની આવી છે સ્થિતી

બંને ટીમોએ 13-13 મેચોમાંથી 12-12 પોઈન્ટ મેળવ્યા હતા અને તેમની છેલ્લી મેચથી પ્લેઓફ માટે તેમની રેસ નક્કી કરવાની અપેક્ષા હતી. પરંતુ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની જીત સાથે તેમની આશાઓ પર પાણી ફરી વળ્યું હતું. આવી સ્થિતિમાં, હવે બંને ટીમોનું એકમાત્ર લક્ષ્ય પોઈન્ટ ટેબલમાં ઉચ્ચ સ્થાન મેળવવાનું છે. સારા નેટ રન રેટને કારણે પંજાબ એક સ્થાન ઉપર સાતમા ક્રમે છે જ્યારે હૈદરાબાદ આઠમા ક્રમે છે. વિજેતા ટીમ કોલકાતાથી ઉપર છઠ્ઠા સ્થાને પહોંચી જશે.

 

Published On - 9:20 pm, Sun, 22 May 22

Next Article