IPL 2022: રેમાના ‘કમ ડાઉન’ ગીત પર શ્રેયસ અને રસેલનો જોરદાર ડાન્સ, જુઓ વીડિયો

|

Apr 10, 2022 | 6:32 PM

Kolkata Knight Riders: શ્રેયસ ઐયરની કેપ્ટન્સીમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) આઈપીએલ 2022 પોઈન્ટ ટેબલમાં આગળ છે.

IPL 2022: રેમાના કમ ડાઉન ગીત પર શ્રેયસ અને રસેલનો જોરદાર ડાન્સ, જુઓ વીડિયો
Shreyas Iyer and Andre Russell (PC: KKR Instagram)

Follow us on

બધા જાણે છે કે શ્રેયસ અય્યર (Shreyas Iyer) ખૂબ જ સારો ડાન્સર છે. દરરોજ તેના ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર છવાયેલા રહે છે. હવે ફરી એકવાર તેનો ડાન્સ વીડિયો સામે આવ્યો છે. જેમાં તે વિન્ડીઝના ઓલરાઉન્ડર આન્દ્રે રસેલ (Andre Russell) સાથે ડાન્સ કરતો જોવા મળ્યો છે. વીડિયોમાં શ્રેયસ અય્યર એકથી વધુ સ્ટેપ કરતો જોવા મળી રહ્યો છે. આન્દ્રે રસેલ પણ તેના કેરેબિયન ડાન્સ સાથે તેને ખૂબ જ સારી રીતે પડકારતો જોવા મળે છે. આ બંને ખેલાડીઓ પ્રખ્યાત સિંગર રેમાના ‘કમ ડાઉન’ ગીત પર ડાન્સ કરતા જોવા મળે છે. કોલકાતા નાઇટ રાઇડર્સ (Kolkata Knight Riders) આ બંને ખેલાડીઓની આ ડાન્સ કોમ્પિટિશનના વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.

લીગમાં કોલકાતા નાઇટ રાઇડર્સ ટીમનું ધુંઆધાર પ્રદર્શન જોવા મળી રહ્યું છે

કોલકાતા નાઈટ રાઈડર્સ (Kolkata Knight Riders) IPL 2022 માં શાનદાર પ્રદર્શન કરી રહી છે. ટીમ આ સિઝનની ચારમાંથી ત્રણ મેચ જીતીને IPL પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે. ટીમ માટે શ્રેયસ અય્યરને સુકાની તરીકે પસંદ કરવાનો નિર્ણય સાચો સાબિત થયો છે. તે ટીમને વધુ સારી રીતે માર્ગદર્શન આપતો જોવા મળે છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

કોલકાતા ટીમમાં બોલર, બેટ્સમેન અને ઓલરાઉન્ડર ખેલાડીઓનું મિશ્રણ છે

કોલકાતા નાઇટ રાઇડર્સની ટીમમાં બેટ્સમેન, બોલર અને ઓલરાઉન્ડરનું સારું મિશ્રણ છે. ટીમની તાકાત તેના ઓલરાઉન્ડર છે. જે ટીમને બોલિંગની સાથે બેટિંગમાં પણ સારૂ પ્રદર્શન કરી રહ્યું છે. ઓલરાઉન્ડરોને પગલે કોલકાતા ટીમમાં આઠમા નંબર સુધીનો કોઈપણ ખેલાડી બેટ્સમેન ફિનિશરની ભૂમિકા ભજવી શકે છે.

તમને જણાવી દઇએ કે ઇન્ડિયન પ્રીમિયર લીગ 2022 માં હાલ પોઇન્ટ ટેબલમાં કોલકાતા નાઇટ રાઇડર્સ ટીમ ચારમાંથી ત્રણ મેચ જીતીને 6 પોઇન્ટ સાથે ટોચના સ્થાને છે. જ્યારે ગુજરાત ટાઇટન્સની ટીમ ત્રણમાંથી ત્રણ મેચ જીતીને 6 પોઇન્ટ સાથે બીજા ક્રમે છે. ત્યારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ ચારમાંથી ત્રણ મેચ જીતી 6 પોઇન્ટની સાથે ત્રીજા સ્થાને છે. તો લખનૌ સુપર જાયન્ટ્સ ટીમ પણ ત્રણ મેચ સાથે ચોથા ક્રમે છે. જ્યારે પાંચ ટાઇટલ જીતનાર મુંબઈની ટીમ તમામ ચાર મેચ હારીને નવમાં સ્થાને અને ચાર ટાઇટલ જીતનાર ચેન્નઇ સુપર કિંગ્સ ચાર મેચ હારીને દસમાં સ્થાને છે.

આ પણ વાંચો : Mumbai Indians IPL 2022: ટૂર્નામેન્ટની 5 વારની વિજેતા સિઝનમાં પ્રથમ જીત માટે 5 મી મેચની રાહ જોવા મજબૂર, આ કારણો થી સ્થિતી કંગાળ

આ પણ વાંચો : Chennai Super Kings IPL 2022: ચેન્નાઈ સુપર કિંગ્સની કેમ દેખાઈ રહી છે કંગાળ હાલત, જાણો કેમ થઈ આવી સ્થિતી

Next Article