IPL 2022: રણજી ટ્રોફીની 3 મેચમાં 551 રન કર્યા, છતાં દિલ્હી કેપિટલ્સે તેને સક્ષમ ન ગણ્યો, પ્લેઈંગ-11માં લેવા છતા બેટિંગ આપી નહીં

KKR vs DC Match : દિલ્હીની છેલ્લી મેચમાં આ બેટ્સમેને સારી ઇનિંગ રમી હતી. પરંતુ કોલકાતા સામેની મેચમાં દિલ્હીએ તેને બેટિંગ માટે પણ મોકલ્યો ન હતો.

IPL 2022: રણજી ટ્રોફીની 3 મેચમાં 551 રન કર્યા, છતાં દિલ્હી કેપિટલ્સે તેને સક્ષમ ન ગણ્યો, પ્લેઈંગ-11માં લેવા છતા બેટિંગ આપી નહીં
Delhi Capitals (PC: IPL)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 10, 2022 | 9:15 PM

IPL 2022 માં રવિવારે બ્રેબોર્ન સ્ટેડિયમમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (Kolkata Knight Riders) સામે રમાઈ રહેલી મેચમાં દિલ્હી કેપિટલ્સે (Delhi Capitals) પ્રથમ બેટિંગ કરીને મોટો સ્કોર બનાવ્યો છે. આ મેચમાં દિલ્હીએ 5 વિકેટ ગુમાવીને 215 રન બનાવ્યા હતા. પરંતુ આ મેચમાં દિલ્હીના નિર્ણયથી બધાને આશ્ચર્ય થયું હશે. દિલ્હીએ આ મેચમાં એવા બેટ્સમેનને બેટિંગ માટે મોકલ્યા ન હતા જે હાલમાં જ રણજી ટ્રોફીમાં ધમાલ મચાવીને આવ્યો છે અને તેણે પોતાની બેટિંગથી IPL માં પણ અસર છોડી છે. અમે વાત કરી રહ્યા છીએ સરફરાઝ ખાનની (Sarfaraz Khan). આ વખતે સરફરાઝ દિલ્હી તરફથી રમી રહ્યો છે. તેને કોલકાતા સામેની પ્લેઈંગ ઈલેવનમાં જગ્યા મળી હતી પરંતુ તેને બેટિંગ માટે મેદાનમાં ઉતારવામાં આવ્યો ન હતો.

સરફરાઝની આ સિઝનની બીજી મેચ હતી. લખનૌ સુપર જાયન્ટ્સ સામે રમાયેલી મેચમાં દિલ્હી દ્વારા તેને તક આપવામાં આવી હતી અને આ બેટ્સમેને શાનદાર પ્રદર્શન કર્યું હતું. સરફરાઝે લખનૌ સામે છેલ્લી ઓવરમાં અણનમ 36 રન બનાવ્યા હતા. તે પણ એવી સ્થિતિમાં જ્યારે ટીમ મુશ્કેલીમાં હતી અને તેને એવી બેટિંગની જરૂર હતી જે ટીમને સ્થિરતા આપી શકે. સરફાઝે પણ એવું જ કર્યું.

અન્ય ખેલાડી પર ટીમે મુક્યો ભરોસો

સરફાઝને નંબર-4 કે 5 પર બેટિંગ માટે મોકલવામાં આવે છે. પરંતુ આ મેચમાં લલિત યાદવને ચોથા નંબર પર મોકલવામાં આવ્યો હતો. તે એક રન બનાવીને આઉટ થયો હતો. લલિત પછી પણ સરફરાઝ આવ્યો ન હતો. રોવમેન પોવેલ આઠ રન બનાવીને આઉટ થયો હતો. પોવેલ આ સિઝનમાં પ્રભાવિત કરી શક્યો નથી અને તેથી તેને સરફરાઝ પહેલા મોકલવાનો નિર્ણય થોડો વિચિત્ર લાગે છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

આ પછી અક્ષર પટેલ અને શાર્દુલ ઠાકુરને પણ બેટિંગ માટે મોકલવામાં આવ્યા હતા. પરંતુ સરફરાઝને તક આપવામાં આવી ન હતી. એવું નથી કે સરફરાઝ ઝડપી રન બનાવી શકતો નથી કે દાવને આગળ વધારી શકતો નથી. તેની પાસે આ બંને ક્ષમતાઓ છે. તેમ છતાં દિલ્હીએ તેને બેટિંગ માટે ન મોકલવો આશ્ચર્યજનક છે. T20માં સરફરાઝની સ્ટ્રાઈક રેટ જોઈએ તો તે 134.15 અને એવરેજ 22.69 છે.

સરફગાઝ શાનદાર ફોર્મમાં છે

સરફરાઝ આઈપીએલમાં શાનદાર ફોર્મમાં જોવા મળ્યો છે. આ વર્ષની રણજી ટ્રોફી સિઝનમાં તેણે મુંબઈ માટે 3 મેચ રમી અને ત્રણેય મેચમાં 50થી વધુ રન બનાવ્યા. તેણે સૌરાષ્ટ્ર સામે 275 રનની ઇનિંગ રમી હતી. આ સિઝનની પ્રથમ મેચ હતી. ત્યારબાદ ગોવા સામેની બીજી મેચમાં પ્રથમ દાવમાં તેણે 63 રન બનાવ્યા. તેણે બીજી ઇનિંગમાં 48 રન બનાવ્યા હતા. ઓડિશા સામેની ત્રીજી મેચમાં તેણે ફરીથી જોરદાર ઇનિંગ રમી અને 165 રન બનાવ્યા.

આ પણ વાંચો : IPL 2022: ચેન્નાઈ સુપર કિંગ્સ ધોનીને ઓપનિંગમાં ઉતારે, બદલાઇ જશે નસીબ! ભૂતપૂર્વ CSK ખેલાડી તરફથી સૂચનો

આ પણ વાંચો : RR vs LSG Live Cricket Score, IPL 2022 : લખનૌ ટીમે ટોસ જીતી પહેલા બોલિંગ પસંદ કરી

g clip-path="url(#clip0_868_265)">