IPL 2022: ચેન્નાઈ સુપર કિંગ્સ ધોનીને ઓપનિંગમાં ઉતારે, બદલાઇ જશે નસીબ! ભૂતપૂર્વ CSK ખેલાડી તરફથી સૂચનો

MS Dhoni: મહેન્દ્ર સિંહ ધોનીએ તેની કારકિર્દીની શરૂઆતમાં ઓપનિંગ કરતી વખતે ધૂમ મચાવી હતી. ટોપ ઓર્ડર બેટ્સમેન તરીકે ભારત માટે તેનો અદભૂત રેકોર્ડ પણ છે.

IPL 2022: ચેન્નાઈ સુપર કિંગ્સ ધોનીને ઓપનિંગમાં ઉતારે, બદલાઇ જશે નસીબ! ભૂતપૂર્વ CSK ખેલાડી તરફથી સૂચનો
MS Dhoni (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 10, 2022 | 7:05 PM

IPL 2022 માં ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) ની સ્થિતી ખરાબ છે. ટીમે અત્યાર સુધી 4 મેચમાં સતત હારનો સામનો કરવો પડ્યો છે અને તેઓ પોઈન્ટ ટેબલમાં તળિયે છે. ચેન્નાઈ સુપર કિંગ્સે 4 વખત આઈપીએલનો ખિતાબ જીત્યો છે અને નવ વખત ફાઇનલમાં જગ્યા બનાવી છે. આવી સ્થિતિમાં આ ટીમનું ખરાબ પ્રદર્શન આશ્ચર્યજનક છે. ફાસ્ટ બોલર દીપક ચહરની ઈજાએ ટીમની મુશ્કેલીઓ વધારી દીધી છે. પરંતુ સમસ્યા બોલિંગની સાથે સાથે બેટિંગમાં પણ છે. પૂર્વ ક્રિકેટર પાર્થિવ પટેલે (Parthiv Patel) ચેન્નઈ ટીમના ટોપ ઓર્ડરમાં ફેરફારનું સૂચન કર્યું છે. તે કહે છે કે મહેન્દ્ર સિંહ ધોનીએ (MS Dhoni) ઓપનિંગ માટે જવું જોઈએ અથવા ત્રીજા નંબર પર બેટિંગ કરવી જોઈએ. તે મુશ્કેલ પરિસ્થિતિઓમાં બેટિંગ કરી શકે છે અને પછી મોટો સ્કોર બનાવી શકે છે.

ચેન્નઈ માટે રમી ચુકેલા પાર્થિવ પટેલે ટ્વીટ કર્યું, જો કે ધોનીની ટેકનિકને ઓપનર તરીકે કોપી બુક ન કહી શકાય, પરંતુ તેની પાસે કઠિન પરિસ્થિતિઓને હેન્ડલ કરવાની પોતાની રીત છે. તે પછી તે મોટા રન બનાવે છે. કદાચ ચેન્નઈ માટે ધોનીને ઓપનર તરીકે અજમાવવા માટે આનાથી વધુ સારો સમય નથી.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

ધોનીને ઓપનિંગ કરવાના પક્ષમાં છે પાર્થિવ પટેલ

આ અંગે તેણે ક્રિકબઝ સાથેની વાતચીતમાં કહ્યું કે ધોનીએ ઓપનર તરીકે શરૂઆત કરી હતી. હવે તે તેની કારકિર્દીના અંતમાં છે. તો શા માટે તેણે ઓપનિંગ કરવી જોઈએ નહીં? તે હાલમાં સાતમા નંબર પર રમે છે અને ભાગ્યે જ 10 થી 15 બોલ રમી શકે છે. આવી સ્થિતિમાં, તેણે ઓપનિંગ અથવા નંબર 3 પર આવવું જોઈએ. તે જે પ્રકારનો ખેલાડી છે, તેની હાજરી ટીમને મદદ કરશે, આમ કરવામાં વાંધો શું છે.

પાર્થિવ પટેલે કહ્યું કે ધોનીએ શા માટે ઓપનિંગ કરવું જોઈએ

ધોનીને ઓપનિંગ કરાવવાની તરફેણમાં દલીલ કરતાં પાર્થિવ પટેલે કહ્યું કે ભલે ધોનીની ટેકનિક વિશે એવું કહેવામાં આવે કે તે સારો નથી. પરંતુ જ્યારે પણ ભારત સીમિંગ વિકેટ પર મુશ્કેલીમાં મુકાય છે ત્યારે ધોનીએ સારી રમત બતાવી છે. પછી ભલે તે ધર્મશાલામાં શ્રીલંકા સામે 80 રનની હોય કે પછી ચેન્નાઈમાં પાકિસ્તાન સામે 70 રનમાં 5 વિકેટ પડી ગયા બાદ સદી ફટકારવાની હોય. તેમની પોતાની ટેકનીક છે. તેઓ જાણે છે કે મેદાન પર કેવી રીતે ટકી રહેવું.

આ પણ વાંચો : KKR vs DC Live Score, IPL 2022 : દિલ્હી કેપિટલ્સની અડધી ટીમ પેવેલિયન ભેગી થઈ

આ પણ વાંચો : Mumbai Indians IPL 2022: ટૂર્નામેન્ટની 5 વારની વિજેતા સિઝનમાં પ્રથમ જીત માટે 5 મી મેચની રાહ જોવા મજબૂર, આ કારણો થી સ્થિતી કંગાળ

g clip-path="url(#clip0_868_265)">