IPL 2022: સચિન તેંડુલકરે આ યુવા બોલરના કર્યા વખાણ, કહ્યું, તે ડેથ ઓવરનો ભારતનો સર્વશ્રેષ્ઠ બોલર બની શકે છે

|

May 14, 2022 | 7:56 PM

IPL 2022: પંજાબ કિંગ્સે (PBKS) ગત મેચમાં 9 વિકેટે 209 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. પરંતુ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ટીમની ફાસ્ટ બોલરે શાનદાર પ્રદર્શન કર્યું હતું.

IPL 2022: સચિન તેંડુલકરે આ યુવા બોલરના કર્યા વખાણ, કહ્યું, તે ડેથ ઓવરનો ભારતનો સર્વશ્રેષ્ઠ બોલર બની શકે છે
Harshal Patel (PC: IPLt20.com)

Follow us on

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022)ની એક મેચમાં શુક્રવારે પંજાબ કિંગ્સે (Punjab Kings) શાનદાર પ્રદર્શન કરતા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ને 54 રનથી હરાવ્યું હતું. આ જીત સાથે પંજાબની પ્લેઓફમાં પહોંચવાની આશા જીવંત રહી છે. મેચમાં પંજાબે પહેલા બેટિંગ કરતા 9 વિકેટે 209 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. જોની બેરસ્ટો અને લિયામ લિવિંગસ્ટોને આક્રમક અડધી સદી ફટકારી હતી. જવાબમાં બેંગ્લોરની ટીમ 9 વિકેટે 155 રન જ બનાવી શકી હતી. જોકે બેંગ્લોર માટે ફાસ્ટ બોલર હર્ષલ પટેલે શાનદાર બોલિંગ કરી હતી. તેણે 4 ઓવરમાં માત્ર 38 રન આપ્યા અને 4 વિકેટ પણ લીધી.

ઘણા દિગ્ગજો હર્ષલ પટેલ (Harshal Patel)ને ડેથ ઓવરના નિષ્ણાત ગણાવ્યા છે. સચિન તેંડુલકરે તેની યુટ્યુબ ચેનલ પર કહ્યું, પંજાબની ટીમ 209થી વધુ રન બનાવી શકી નથી. તેની પાછળ માત્ર એક કારણ છે હર્ષલ પટેલ. દરરોજ તેની બોલિંગમાં સુધારો થઈ રહ્યો છે અને તે તેની વિવિધતામાં વધારો કરી રહ્યો છે. તેણે કહ્યું કે તે ભારતની ડેથ ઓવરોમાં સારા બોલરોમાંથી એક છે. જ્યારે બેટ્સમેન રન બનાવવા જાય છે, ત્યારે તેઓ તેમને રોકે છે. હર્ષલ પટેલે 20મી ઓવરમાં માત્ર 4 રન આપ્યા હતા. એટલું જ નહીં આ ઓવરમાં 3 વિકેટ પણ પડી હતી.

મયંક અગ્રવાલે પણ ઓછા રન થયાનું કહ્યું હતું

મેચ બાદ પંજાબના સુકાની મયંક અગ્રવાલે પણ કહ્યું હતું કે મેદાનને જોતા અમે 15થી 20 રન ઓછા બનાવ્યા હતા. સચિન તેંડુલકરે લિયામ લિવિંગસ્ટોન અને જોની બેરસ્ટોની પણ પ્રશંસા કરી હતી. તેણે કહ્યું કે લિવિંગસ્ટોનના બેટની ઝડપ અને બેકલિફ્ટ અવિશ્વસનીય છે. તે માત્ર મોટી સિક્સર મારતો હતો એટલું જ નહીં, તેની પાસે ઘણો સારો અનુભવ પણ હતો. તેના જેવા બેટ્સમેન 150ના સ્ટ્રાઈક રેટથી રમે અને અંત સુધી બેટિંગ કરે તેવી અપેક્ષા રાખવામાં આવે છે જે તેણે કર્યું. જેના કારણે પંજાબની ટીમ આટલો મોટો સ્કોર બનાવી શકી હતી.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

ઈંગ્લેન્ડના આક્રમક બેટ્સમેન લિવિંગસ્ટોને 42 બોલમાં 70 રન બનાવ્યા હતા. જેમાં 5 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. આ પહેલા તેણે ગુજરાત ટાઇટન્સ સામે પણ 10 બોલમાં 30 રન બનાવીને ટીમને જીત અપાવી હતી. આટલું જ નહીં તેણે મોહમ્મદ શમીની બોલ પર 117 મીટરની છગ્ગા પણ ફટકારી હતી. વર્તમાન સિઝનની આ સૌથી લાંબી સિક્સ પણ છે.

Next Article