IPL 2022, RR vs RCB: બેંગ્લોર સામે ચહલને ઇતિહાસ રચવાની તક, તોડી શકે છે અમિત મિશ્રાનો આ ખાસ રેકોર્ડ

|

May 27, 2022 | 9:54 AM

IPL 2022 Qualifier 2: આજે રાજસ્થાન રોયલ્સ (RR) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચે જંગ. જીતનારી ટીમ ફાઇનલ મેચમાં ગુજરાત ટાઇટન્સ ટીમ સામે ટાઇટલ માટે ટકરાશે.

IPL 2022, RR vs RCB: બેંગ્લોર સામે ચહલને ઇતિહાસ રચવાની તક, તોડી શકે છે અમિત મિશ્રાનો આ ખાસ રેકોર્ડ
Yuzvendra Chahal (PC: IPLt20.com)

Follow us on

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) ના ક્વોલિફાયર 2 માં રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) સામે ટકરાશે. આ મેચમાં રાજસ્થાનના ચાહકોએ યુઝવેન્દ્ર ચહલ (Yuzvendra Chahal) પાસેથી ઘણી અપેક્ષાઓ રાખી છે. યુઝવેન્દ્ર ચહલે આ સિઝનમાં સૌથી વધુ વિકેટ લીધી છે. આ સિવાય ચહલ પાસે બેંગ્લોર સામે ઈતિહાસ રચવાની પણ તક છે.

યહલ અમિત મિશ્રાનો રેકોર્ડ તોડી શકે છે

યુઝવેન્દ્ર ચહલ (Yuzvendra Chahal) પાસે પોતાની જૂની ટીમ સામે ઈતિહાસ રચવાની તક છે. જો ચહલ બેંગ્લોર સામે 2 વિકેટ લે છે તો તે IPL માં સૌથી વધુ વિકેટ લેનારો ભારતીય બોલર બની જશે. આ દરમિયાન તે અમિત મિશ્રા (Amit Mishra) નો રેકોર્ડ તોડશે. અમિત મિશ્રાએ IPL માં 154 મેચમાં 23.95 ની એવરેજથી 166 વિકેટ લીધી છે. આ સિવાય યુઝવેન્દ્ર ચહલે 129 મેચમાં 165 વિકેટ લીધી છે. આવી સ્થિતિમાં ચહલ પાસે રેકોર્ડ બનાવવાની તક રહેશે. આ સિઝનમાં ચહલનું પ્રદર્શન ઘણું સારું રહ્યું છે. તે આ સિઝનમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે.

રાજસ્થાન રોયલ્સની બેટિંગ મોટા ભાગે સુકાની સંજુ સેમસન અને બટલર પર નિર્ભર રહે છે

રાજસ્થાન રોયલ્સ ટીમ આ મેચ જીતવા માંગશે. જો કે ટીમનો બેટિંગ ઓર્ડર જોસ બટલર અને સુકાની સંજુ સેમસન પર ઘણો નિર્ભર રહેશે. આ ખેલાડીઓએ ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) સામેની તેમની અગાઉની મેચમાં પણ રન બનાવ્યા હતા. સુકાની સંજુ સેમસને નંબર 3 અને નંબર 4 પર બેટિંગ કરીને શરૂઆત કરી છે. પરંતુ તે તેના 30 અને 40 રનની ઇનિંગને બેંગ્લોર સામેની મેચમાં વિનિંગ ઇનિંગ્સમાં રૂપાંતરિત કરવા આતુર હશે. બીજી તરફ જોસ બટલર મેચ જીતવા માટે પોતાના અનુભવનો ઉપયોગ કરશે.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

રાજસ્થાન ટીમ મેનેજમેન્ટને આ ખેલાડીઓ પાસેથી છે મોટી અપેક્ષા

રાજસ્થાન રોયલ્સ ટીમ મેનેજમેન્ટ દેવદત્ત પડિકલ, યશસ્વી જયસ્વાલ, શિમરોન હેટમાયર અને રિયાન પરાગ આ મેચમાં પોતાનું ખાસ બેટિંગ યોગદાન આપે તેની અપેક્ષા રાખી રહ્યા છે. તેમણે શરૂઆથની મેચમાં રન બનાવવા માટે સંઘર્ષ કર્યો હતો. રાજસ્થાનની બોલિંગ લાઇનઅપમાં રવિચંદ્રન અશ્વિન, ટ્રેન્ટ બોલ્ટ, યુઝવેન્દ્ર ચહલ, ઓબેદ મેકકોય, પ્રસિદ્ધ કૃષ્ણા ગુજરાત સામે એટલા ઘાતક સાબીત થયા ન હતા અને તેઓ બેંગ્લોર સામે કેવી રીતે કમબેક કરે છે તે જોવાનું રસપ્રદ રહેશે.

Next Article