IPL 2022: RR vs DC, રાજસ્થાન અને દિલ્હીની પ્લેઈંગ ઈલેવન આવી હોઈ શકે છે, જાણો પિચ રિપોર્ટ અને મેચની આગાહી

|

May 10, 2022 | 10:36 PM

Rajasthan vs Delhi Match Preview: IPL 2022માં રાજસ્થાન રોયલ્સ (RR) અને દિલ્હી કેપિટલ્સની (DC) ટીમો બુધવારે એકબીજાનો સામનો કરશે.

IPL 2022: RR vs DC, રાજસ્થાન અને દિલ્હીની પ્લેઈંગ ઈલેવન આવી હોઈ શકે છે, જાણો પિચ રિપોર્ટ અને મેચની આગાહી
Rajasthan Royals vs Delhi Capitals (PC: IPLt20.com)

Follow us on

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022)ની 15મી સિઝનમાં આવતીકાલે એટલે કે બુધવારે રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) અને દિલ્હી કેપિટલ્સની (Delhi Capitals) ટીમો સામસામે ટકરાશે. આ મેચ મુંબઈના ડીવાય પાટિલ સ્પોર્ટ્સ એકેડમી સ્ટેડિયમમાં રમાશે. આ સિઝનમાં આ બંને ટીમ બીજી વખત આમને-સામને થશે. આ પહેલા જ્યારે આ બંને વચ્ચે ટક્કર થઈ હતી ત્યારે સંજુ સેમસનની ટીમે મેચ જીતી હતી.

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022)ની 34મી મેચ દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) અને રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) વચ્ચે રમાઈ હતી. તે મેચમાં રાજસ્થાન રોયલ્સની ટીમે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 2 વિકેટના ભોગે 222 રન ખડકી દીધા હતા. તેના જવાબમાં દિલ્હી કેપિટલ્સની ટીમે પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું, પરંતુ 207 રન જ બનાવી શકી હતી અને હારનો સામનો કરવો પડ્યો હતો.

રાજસ્થાન પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને

રાજસ્થાન રોયલ્સે આ સિઝનમાં અત્યાર સુધીમાં 11 મેચમાંથી 7 મેચ જીતી છે. રાજસ્થાન રોયલ્સની ટીમ પોઈન્ટ ટેબલમાં ત્રીજા નંબર પર છે. તે જ સમયે દિલ્હી કેપિટલ્સની ટીમ પાંચમા નંબર પર છે. દિલ્હીએ 11 મેચમાંથી પાંચ મેચ જીતી છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

દિલ્હી અને રાજસ્થાન મેચનો પિચ રિપોર્ટ

ડીવાય પાટિલ સ્ટેડિયમની પિચ હવે એકદમ ધીમી થઈ ગઈ છે. જોકે શરૂઆતમાં ફાસ્ટ બોલરોને અહીં સારો ઉછાળ મળે છે. તે નાઈટ મેચ છે, તેથી ઝાકળ પણ મોટી ભૂમિકા ભજવી શકે છે. આવી સ્થિતિમાં ટોસ જીતનારી ટીમ પહેલા બોલિંગ કરવાનું પસંદ કરશે. જોકે છેલ્લી કેટલીક મેચોમાં અહીં ઝાકળ જોવા મળી ન હતી.

મેચ પ્રિડિક્શન

રાજસ્થાન અને દિલ્હી (RR vs DC) બંને ટીમો પાસે ઘણા મેચ વિનર ખેલાડીઓ છે. જો કે રાજસ્થાનની ટીમ આ સિઝનમાં શાનદાર લયમાં જોવા મળી રહી છે. અમારું અનુમાન કહી રહ્યું છે કે આ મેચમાં રાજસ્થાન જીતી શકે છે.

સંભવિત ટીમઃ

રાજસ્થાન રોયલ્સઃ જોસ બટલર, યશસ્વી જયસ્વાલ, સંજુ સેમસન (સુકાની અને વિકેટકીપર), દેવદત્ત પડિકલ, રિયાન પરાગ, જીમી નીશમ/રાસી વાન ડેર ડ્યુસેન, રવિચંદ્રન અશ્વિન, ટ્રેન્ટ બોલ્ટ, પ્રણંદિક કૃષ્ણ, યુઝવેન્દ્ર ચહલ અને કુલદીપ સેન.

દિલ્હી કેપિટલ્સઃ ડેવિડ વોર્નર, કેએસ ભરત, મિશેલ માર્શ, ઋષભ પંત (સુકાની અને વિકેટકીપર), રોવમેન પોવેલ, અક્ષર પટેલ, રિપલ પટેલ, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, ખલીલ અહેમદ, એનરિક નોર્ટજે.

Next Article