IPL 2022: રજત પાટીદારને RCB એ પોતાની સાથે જોડ્યો, લવનિથ સિસોદીયા ઈજાને લઈ બહાર થતા મળ્યો મોકો

મધ્યપ્રદેશના બેટ્સમેન રજત પાટીદાર (Rajat Patidar) માત્ર ગત સિઝનમાં RCB નો ભાગ હતો અને તેણે કેટલીક મેચ રમી હતી, પરંતુ આ વખતે મોટી હરાજીમાં તેના પર કોઈએ બોલી લગાવી નહોતી.

IPL 2022: રજત પાટીદારને RCB એ પોતાની સાથે જોડ્યો, લવનિથ સિસોદીયા ઈજાને લઈ બહાર થતા મળ્યો મોકો
Rajat Patidar ને ઓક્શનમાં કોઈ ખરીદ્યો નહોતો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 03, 2022 | 9:17 PM

દરેક સીઝનની જેમ IPL 2022 ની સીઝનમાં પણ ખેલાડીઓને ઈજા થવાનું જોખમ છે. ટૂર્નામેન્ટની શરૂઆત પહેલા કેટલાક મોટા ખેલાડીઓ ઈજાગ્રસ્ત થયા હતા, જ્યારે હવે આ મામલે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore) ને ઝટકો લાગ્યો છે. ટીમનો યુવા બેટ્સમેન લવનીથ સિસોદિયા (Luvnith Sisodia Injury) ટૂર્નામેન્ટના પ્રારંભિક તબક્કામાં જ ઈજાગ્રસ્ત થયા બાદ આખી સિઝન માટે બહાર થઈ ગયો છે. RCB એ લવનીતના સ્થાને રજત પાટીદાર (Rajat Patidar in RCB) ને ટીમમાં સામેલ કર્યો છે, જે ગત સિઝન સુધી બેંગ્લોરનો ભાગ હતો અને તેણે કેટલીક મેચો પણ રમી હતી.

RCB એ રવિવાર, 3 એપ્રિલના રોજ ટ્વિટર પર એક નિવેદન જારી કર્યું, જેમાં લવનીથ ની ઈજા અને રજતની ટીમમાં વાપસીની જાહેરાત કરી. તેના નિવેદનમાં, RCB એ જોકે લવનીથને કેવી ઈજા થઈ હતી તે જણાવ્યું નથી, પરંતુ તેણે સ્પષ્ટ કર્યું છે કે તે ટીમ સાથે રહીને તેમાંથી બહાર આવવા માટે કામ કરશે. આ વખતે હરાજીમાં રજત પાટીદારને કોઈએ ખરીદ્યો ન હતો. તેની બેઝ પ્રાઈસ 20 લાખ રૂપિયા હતી અને તે આ કિંમતે ટીમ સાથે જોડાશે.

શરીરમાં આવે છે વારંવાર સોજા ? તો આ 5 ટેસ્ટ કરાવો
પનોતી હોય તો લોકોમાં દેખાય છે આ 5 લક્ષણો
Refrigerator Tips: ફ્રિજમાંથી આવે છે કટ-કટનો અવાજ? તો આ રીતે મીનિટોમાં કરો ઠીક
Hair tips : વાળના વિકાસ માટે કયું Oil સારું? બદામનું કે કોકોનટનું
ગાયે પોલીથીન ખાધી છે કે નહીં ? આ રીતે જાણો
No Muslim Country : દુનિયાનો એવો દેશ જ્યાં એક પણ મુસ્લિમ નથી!

ગત સિઝનમાં ડેબ્યૂ કર્યું હતું

મધ્યપ્રદેશ ક્રિકેટ ટીમના ટોપ ઓર્ડર બેટ્સમેન અને પાર્ટ-ટાઇમ ઓફ સ્પિનર ​​રજત પાટીદાર છેલ્લી સિઝન સુધી આરસીબીનો ભાગ હતા. આ દરમિયાન તેણે બેંગ્લોર માટે 4 મેચ રમી હતી, જેમાં તેના ખાતામાં માત્ર 71 રન આવ્યા હતા. 28 વર્ષીય બેટ્સમેને તેની કારકિર્દીમાં અત્યાર સુધી 31 T20 મેચ રમી છે, જેમાં તેણે 138ના સ્ટ્રાઈક રેટથી 861 રન બનાવ્યા છે અને 7 અડધી સદી ફટકારી છે.

RCB ને 2 મેચમાં 1 જીત

ફાફ ડુ પ્લેસિસની કપ્તાનીવાળી RCB એ આ સિઝનમાં અત્યાર સુધીમાં 2 મેચ રમી છે, જેમાં ટીમે એકમાં જીત મેળવી છે અને એકમાં હારનો સામનો કરવો પડ્યો છે. બેંગ્લોરને પ્રથમ મેચમાં પંજાબ કિંગ્સ દ્વારા પરાજય મળ્યો હતો, ત્યારપછી RCBએ આગલી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સને હરાવી સિઝનમાં ખાતું ખોલ્યું હતું. ટીમનો આગામી મુકાબલો હવે મંગળવારે 5 એપ્રિલે રાજસ્થાન રોયલ્સ સામે છે.

આ પણ વાંચોઃ IPL 2022: મુંબઈ ઈન્ડિયન્સનો સ્ટાર Ishan Kishan હાર બાદ પણ ચમકી રહ્યો છે, અડધી સદીના મામલે વિરેન્દ્ર સેહવાગની કરી બરાબરી

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">