IPL 2022: RR vs KKR: રોમાંચક મેચમાં રાજસ્થાને 7 રને કોલકાતાને હરાવ્યું, ચહલની હેટ્રીક સાથે 5 વિકેટ
IPL 2022 : કોલકાતા ટીમને 7 રને હરાવનાર રાજસ્થાન ટીમ તરફથી બેટ્સમેન જોસ બટલર (103 રન) અને યુઝવેન્દ્ર ચહલ (5 વિકેટ) નો મહત્વનો ફાળો રહ્યો છે. ચહલે સિઝનની પહેલી હેટ્રીક ઝડપી હતી.
મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાઈ રહેલી IPL 2022 ની 30મી મેચમાં રાજસ્થાન રોયલ્સે (Rajasthan Royals) કોલકાતા નાઈટ રાઈડર્સ (Kolkata Knight Riders) ને 7 રનથી હરાવ્યું. રાજસ્થાનની આ ચોથી જીત છે. આ સાથે જ કોલકાતાની આ ચોથી હાર છે. રાજસ્થાન રોયલ્સે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટે 217 રન બનાવ્યા હતા. જવાબમાં કોલકાતાની ટીમ 19.4 ઓવરમાં 210 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
મેચમાં છેલ્લી ઓવર સુધી રોમાંચ જળવાઇ રહ્યો
ઘણા ઉતાર-ચઢાવ સાથેની આ મેચમાં છેલ્લી ઓવર સુધી રોમાંચ જળવાઈ રહ્યો હતો. અગાઉ એવું લાગતું હતું કે રાજસ્થાને પ્રથમ દાવમાં જ મેચ વિનિંગ સ્કોર બનાવ્યો હતો. પરંતુ શ્રેયસ અય્યર (Shreyas Iyer) અને એરોન ફિન્ચની શાનદાર બેટિંગે મેચને કોલકાતાની તરફેણમાં ફેરવી દીધી. ત્યારબાદ 17 મી ઓવરમાં યુઝવેન્દ્ર ચહલે (Yuzvendra Chahal) હેટ્રિક સહિત કુલ 4 વિકેટ લઈને રાજસ્થાનની જીત નિશ્ચિત કરી હતી. પરંતુ ત્યારબાદ ઉમેશ યાદવે મેચનો માર્ગ પલટ્યો હતો. જોકે, તે પોતાની ટીમને જીત અપાવી શક્યો ન હતો. ઉમેશે માત્ર 9 બોલમાં 2 છગ્ગા અને 1 ચોગ્ગાની મદદથી 21 રન બનાવ્યા હતા.
યુઝવેન્દ્ર ચહલે 17 મી ઓવરમાં મેચની બાઝી પલટી દીધી
કોલકાતાનો સ્કોર 16 ઓવરમાં 4 વિકેટે 178 રન હતો. એવું લાગતું હતું કે શ્રેયસ અય્યરની ટીમ આ મેચ આસાનીથી જીતી જશે. પરંતુ 17 મી ઓવરમાં ચહલે હેટ્રિક સહિત 4 વિકેટ લઈને મેચનો પલટો ફેરવી દીધો હતો. અંતમાં ઉમેશ યાદવે કોલકાતાને જીત અપાવવાનો ભરપૂર પ્રયાસ કર્યો, પરંતુ તે હારનું માર્જિન જ ઘટાડી શક્યો.
WHAT. A. GAME! WHAT. A. FINISH! 👏 👏
The 1⃣5⃣-year celebration of the IPL done right, courtesy a cracker of a match! 👌 👌@rajasthanroyals hold their nerve to seal a thrilling win over #KKR. 👍 👍
Scorecard ▶️ https://t.co/f4zhSrBNHi#TATAIPL | #RRvKKR pic.twitter.com/c2gFuwobFg
— IndianPremierLeague (@IPL) April 18, 2022
યુઝવેન્દ્ર ચહલે 4, ઓબેડે 2 વિકેટ ઝડપી
રાજસ્થાન રોયલ્સ માટે યુઝવેન્દ્ર ચહલે 4 ઓવરમાં 40 રન આપીને 5 વિકેટ ઝડપી હતી. તે જ સમયે, ઓબેડ મેકકોયે 3.4 ઓવરમાં 41 રન આપીને 2 વિકેટ લીધી હતી. આ સિવાય પ્રખ્યાત કૃષ્ણા અને આર અશ્વિનને એક-એક સફળતા મળી.
આ પણ વાંચો : IPL 2022 પર કોરોનાનો કહેર, Mitchell Marsh હોસ્પિટલમાં દાખલ, દિલ્હી-પંજાબ મેચ પર લટકતી તલવાર
આ પણ વાંચો : IPL 2022: રવિ શાસ્ત્રીએ શ્રેયસ અય્યરની કેપ્ટનશિપને લઈને આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું