AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2022: એલિમિનેટર ના થઈ શકે તો RCB રમ્યા વિના જ થઈ જશે બહાર, પ્લેઓફ-ફાઈનલ માટે નવા નિયમ!

IPL 2022 પ્લેઓફ મેચો માટે નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે. કોલકાતા અને અમદાવાદમાં યોજાનારી પ્લેઓફ અને ફાઈનલ મેચમાં વરસાદની સ્થિતિમાં શું થશે તે અંગે BCCI એ મોટી જાહેરાત કરી છે.

IPL 2022: એલિમિનેટર ના થઈ શકે તો RCB રમ્યા વિના જ થઈ જશે બહાર, પ્લેઓફ-ફાઈનલ માટે નવા નિયમ!
IPL 2022 ના નવા નિયમ પ્રમાણે RCB પર જ લટકતી તલવાર!
TV9 Gujarati
| Edited By: | Updated on: May 23, 2022 | 9:41 PM
Share

IPL 2022 નો પ્લેઓફ રાઉન્ડ મંગળવારથી શરૂ થવાનો છે. ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ પ્રથમ ક્વોલિફાયર (Gujarat Titans vs Rajasthan Royals, Qualifier 1) માં ટકરાશે, ત્યારબાદ બુધવારે લખનૌ-બેંગ્લોર વચ્ચે એલિમિનેટર મેચ રમાશે. આ મેચો પહેલા BCCI એ એક મોટી જાહેરાત કરી છે. આ જાહેરાત પ્લેઓફ મેચોના નિયમો વિશે છે જે ખૂબ જ રસપ્રદ છે. આઇપીએલ 2022 (IPL 2022 Playoff-Final Rules) ના નવા નિયમો અનુસાર, જો પ્લેઓફ મેચો ખરાબ હવામાનને કારણે પ્રભાવિત થાય અને મેચ સમયસર યોજાઈ ન શકે, તો સુપર ઓવર દ્વારા વિજેતાનો નિર્ણય લેવામાં આવશે. મતલબ કે જો કોઈક રીતે મેચ અટકાવવામાં આવે તો 6-6 બોલની મેચ થશે. જો મેદાન પર મેચ ન રમી શકાય તો લીગ તબક્કામાં સારૂ પ્રદર્શન કરનાર ટીમને વિજેતા જાહેર કરવામાં આવશે.

મતલબ કે જો ગુજરાત-રાજસ્થાન વચ્ચેની મેચમાં એક પણ બોલ ફેંકી શકાયો ન હતો, તો હાર્દિક પંડ્યાની ટીમ વિજેતા જાહેર કરવામાં આવશે, કારણ કે લીગ તબક્કામાં તે ટીમ નંબર 1 પર રહી છે. તેવી જ રીતે લખનૌ-બેંગ્લોર મેચમાં જો એક પણ બોલ ફેંકી ન શકાય તો ડુ પ્લેસિસની ટીમ રમ્યા વિના IPL માંથી બહાર થઈ જશે. તમને જણાવી દઈએ કે IPL ની પ્રથમ ક્વોલિફાયર અને એલિમિનેટર મેચ થવાની છે. જે કોલકાતામાં યોજાનાર છે અને ત્યાંનું હવામાન સારું નથી. છેલ્લા બે દિવસથી વાવાઝોડું અને વરસાદ પડી રહ્યો છે અને આગામી સપ્તાહ સુધી આવું જ વાતાવરણ રહેવાની શક્યતા છે.

પ્લેઓફ મેચો મોડી શરૂ થઈ શકે છે

તમને જણાવી દઈએ કે જો ત્રણ પ્લેઓફ મેચ શરૂ થવામાં વિલંબ થાય છે તો તેના માટે પણ નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. નિયમો અનુસાર, મેચ રાત્રે 9.40 વાગ્યા સુધી શરૂ થઈ શકે છે. ફાઇનલમાં પણ આવી જ જોગવાઇ છે. જો ખરાબ હવામાનને કારણે મેચમાં વિલંબ થાય છે, તો તે રાત્રે 10.10 વાગ્યે પણ શરૂ થઈ શકે છે. તમને જણાવી દઈએ કે ફાઈનલનો પ્રારંભ સમય રાત્રે 8 વાગ્યાનો છે. જો ફાઈનલ મેચમાં એક પણ બોલ ફેંકી ન શકાય તો તેના માટે રિઝર્વ ડે પણ રાખવામાં આવ્યો છે. જો કે, બે ક્વોલિફાયર અને એલિમિનેટર મેચ માટે કોઈ અનામત દિવસ નથી. જો ક્વોલિફાયર અને એલિમિનેટર મેચોમાં પ્રથમ દાવનો વિરામ હોય અને વરસાદ બીજા દાવમાં વિક્ષેપ પાડે, તો મેચનું પરિણામ ડકવર્થ-લુઈસ નિયમ દ્વારા નક્કી કરવામાં આવશે.

ફાઈનલ મેચ બે દિવસમાં પણ યોજાઈ શકે છે

નવા નિયમ અનુસાર, જો IPL 2022 ની ફાઈનલ વરસાદને કારણે અધવચ્ચે જ રોકી દેવામાં આવે છે, તો તે બીજા દિવસે એટલે કે રિઝર્વ ડે પર જ્યાંથી રમત બંધ થઈ હતી ત્યાંથી શરૂ થશે. જો ફાઈનલમાં ટોસ બાદ રમત બંધ કરવામાં આવે અને કોઈ બોલ ફેંકવામાં ન આવે તો રિઝર્વ ડે પર ફરીથી ટોસ યોજવામાં આવશે.

g clip-path="url(#clip0_868_265)">