IPL 2022: કુલદીપ યાદવે મેચનો હિરો જાહેર થયા બાદ આશ્વર્યજનક વાત કહી, નથી જીતવી પર્પલ કેપ!

DC vs KKR: ગુરુવારે કેકેઆર સામેની મેચમાં દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) નો સ્પિન બોલર કુલદીપ યાદવ (Kuldeep Yadav) મેન ઓફ ધ મેચ રહ્યો હતો.

IPL 2022: કુલદીપ યાદવે મેચનો હિરો જાહેર થયા બાદ આશ્વર્યજનક વાત કહી, નથી જીતવી પર્પલ કેપ!
Kuldeep Yadav એ કોલકાતાની 4 વિકેટ ઝડપી હતી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 29, 2022 | 9:49 AM

ડાબોડી કાંડાના સ્પિનર ​​કુલદીપ યાદવે (Kuldeep Yadav), જેણે ફરીથી દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) ની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી, તેણે કહ્યું કે તે હવે માનસિક રીતે મજબૂત બોલર બની ગયો છે અને નિષ્ફળતાથી ડરતો નથી. કુલદીપે કહ્યું કે તેના ખરાબ સમયમાં સ્પિન બોલર યુઝવેન્દ્ર ચહલે (Yuzvendra Chahal) તેને સપોર્ટ કર્યો અને તે આ સ્ટારને પોતાનો મોટો ભાઈ માને છે. તે ઈચ્છે છે કે આ વર્ષની પર્પલ કેપ ચહલના નામે જ રહે. આ વાત તેણે મેન ઓફ ધ મેચનો ખિતાબ જીત્યા બાદ કહી હતી. તેની ભૂતપૂર્વ ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સ સામે કુલદીપની શાનદાર બોલિંગને કારણે ગુરુવારે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) મેચમાં દિલ્હીને ચાર વિકેટથી જીત અપાવવામાં મદદ મળી.

પ્રથમ બેટિંગ માટે આમંત્રણ મળતા KKRએ નવ વિકેટે 146 રન બનાવ્યા હતા જેના જવાબમાં દિલ્હીએ 19 ઓવરમાં છ વિકેટે 150 રન બનાવ્યા હતા. કુલદીપે ત્રણ ઓવરમાં 14 રન આપીને ચાર વિકેટ ઝડપી હતી.

કુલદીપ પોતાના પર વિશ્વાસ કરવા સક્ષમ છે

કુલદીપ લાંબા સમયથી ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહ્યો હતો પરંતુ તેણે આઈપીએલમાં ખૂબ જ અસરકારક બોલિંગ કરી છે. મેન ઓફ ધ મેચ કુલદીપે મેચ બાદ કહ્યું, હવે હું એક સારો અને માનસિક રીતે મજબૂત બોલર બની ગયો છું. તમે જે વસ્તુઓનો સામનો કરો છો, પછી તેનાથી ડરશો નહીં. મને હવે નિષ્ફળ થવાનો ડર નથી. તેણે કહ્યું, આ મારી IPL કરિયરની સર્વશ્રેષ્ઠ સિઝન છે. હું મારી ક્ષમતા અને કૌશલ્ય પર વિશ્વાસ કરું છું અને મારી રમતનો આનંદ માણું છું.

આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ

કુલદીપે એમ પણ કહ્યું કે તે ઇચ્છે છે કે તેનો સાથી યુઝવેન્દ્ર ચહલ, જે રાજસ્થાન રોયલ્સ તરફથી રમે છે, તે સૌથી વધુ વિકેટ લેનારા બોલર માટે પર્પલ કેપ મેળવે. મારી અને ચહલ વચ્ચે કોઈ સ્પર્ધા નથી. તેણે મને સતત પ્રોત્સાહન આપ્યું છે. તે મારા મોટા ભાઈ જેવો છે અને જ્યારે હું ઘાયલ થયો ત્યારે પણ તેણે મને સાથ આપ્યો. હું નિષ્ઠાપૂર્વક ઈચ્છું છું કે તે (ચહલ) પર્પલ કેપ જીતે કારણ કે તેણે છેલ્લા ચાર વર્ષમાં સારી બોલિંગ કરી છે.

સતત વિકેટો પડવાથી દિલ્હી પરેશાન

દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ઋષભ પંતે કહ્યું કે બે રનની વચ્ચે ત્રણ વિકેટ ગુમાવવાથી દબાણ આવી ગયુ હતુ. પંતે કહ્યું, સતત વિકેટો ગુમાવ્યા બાદ અમે ચિંતિત હતા પરંતુ અમને લાગ્યું કે જો અમે મેચને અંત સુધી લઈ જઈશું તો અમે જીતી જઈશું. અમે હજી પોઈન્ટ ટેબલ જોઈ રહ્યા નથી. અમારી નજર આગામી મેચ પર છે. હું ઈચ્છું છું કે અમે અમારી વ્યૂહરચના પર વળગી રહીએ.

આ પણ વાંચો : IPL 2022 Points Table: દિલ્હીને જીતના 2 પોઈન્ટ થી મળ્યો ફાયદો, કોલકાતાની સતત પાંચ વારની હારથી સ્થિતી કથળી

આ પણ વાંચો : IPL 2022: કાશ્મિર એક્સપ્રેસની કહાની છે કંઇક આવી, બીજાના શૂઝ પહેરી ટ્રાયલ આપ્યો હવે બેટ્સમેનના પગ થથરાવે છે, હેવ ટીમ ઈન્ડીયામાં મળી શકે છે મોકો!

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">