IPL 2022: આ સિઝનમાં એક પણ સુપર ઓવર થઈ નથી, જાણો પહેલીવાર ક્યારે બન્યો હતો પ્રસંગ

|

May 23, 2022 | 3:17 PM

IPL 2022 માં અત્યાર સુધી 70 મેચ રમાઈ છે. પરંતુ એક પણ સુપર ઓવર જોવા મળી નથી. ટૂર્નામેન્ટના ઈતિહાસમાં આવું પહેલીવાર નથી બન્યું કે કોઈ સિઝનમાં એક પણ સુપર ઓવર ન થઈ હોય.

IPL 2022: આ સિઝનમાં એક પણ સુપર ઓવર થઈ નથી, જાણો પહેલીવાર ક્યારે બન્યો હતો પ્રસંગ
Super Over

Follow us on

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) ની 15મી સિઝનની લીગ મેચો પૂરી થઈ ગઈ છે. 4 મેચ બાદ આ સિઝનનો ચેમ્પિયન મળી જશે. આ સિઝનમાં કાં તો IPL ને નવો વિજેતા મળશે અથવા રાજસ્થાન ઈતિહાસનું પુનરાવર્તન કરશે. IPL 2022 માં અત્યાર સુધી 70 મેચ રમાઈ છે પરંતુ એક પણ સુપર ઓવર જોવા મળી નથી. ટૂર્નામેન્ટના ઈતિહાસમાં આવું પહેલીવાર નથી બન્યું કે કોઈ સિઝનમાં એક પણ સુપર ઓવર ન થઈ હોય. આ પહેલા પણ 5 સિઝન સુપર ઓવર વગર રમાઈ ચૂકી છે.

આઈપીએલ 2020 માં 4 સુપર ઓવર રમાઇ હતી

આ પહેલા 2008, 2011, 2012, 2016 અને 2018 સિઝનમાં એક પણ સુપર ઓવર થઇ ન હતી. તો IPL 2009 માં 1, 2010 માં 1, 2013 માં 2, 2014 માં 1, 2015 માં 1, 2017 માં 1, 2019 માં 2 અને IPL 2020 માં 4 અને IPL 2021 માં 1 સુપર ઓવર થઇ હતી.

કઇ સિઝનમાં સુપર ઓવર થઇ ન હતીઃ

– આઈપીએલ 2008
– આઈપીએલ 2011
– આઈપીએલ 2012
– આઈપીએલ 2016
– આઈપીએલ 2018

રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય

 

કઇ સિઝન કેટલી સુપર ઓવર થઇ

– આઇપીએલ 2009: 1 સુપર ઓવર
– આઇપીએલ 2010: 1 સુપર ઓવર
– આઇપીએલ 2013: 2 સુપર ઓવર
– આઇપીએલ 2014: 1 સુપર ઓવર
– આઇપીએલ 2015: 1 સુપર ઓવર
– આઇપીએલ 2017: 1 સુપર ઓવર
– આઇપીએલ 2019: 2 સુપર ઓવર
– આઇપીએલ 2020: 4 સુપર ઓવર
– આઇપીએલ 2021: 1 સુપર ઓવર

સુપર ઓવરનો નિયમ શું છેઃ

– સુપર ઓવર બીજી ઇનિંગ પુરી થયાના 10 મિનિટમાં શરૂ થવી જોઇએ.
– બીજી ઇનિંગમાં બેટિંગ કરનારી ટીમ સુપર ઓવરમાં પહેલા બેટિંગ કરશે.
– સુપર ઓવર મેચની પિચ પર જ રમાવવી જોઇએ.
– ફિલ્ડીનું પ્લેસમેન્ટ મેચની અંતિમ ઓવર પ્રમાણે જ હોવી જોઇએ.
– સુપર ઓવરમાં દરેક ટીમ માત્ર 3 બેટ્સમેન (2 વિકેટ) અને 1 બોલર જ બોલિંગ કરી શકે છે.
– જો સુપર ઓવર પણ ટાઇ થાય તો બીજી સુપર ઓવર રમાશે. આ સુપર ઓવર ત્યા સુધી ચાલશે જ્યા સુધી વિજેતાનો નિર્ણય આવી નથી જતો.

IPL 2022 માં પ્લેઓફની મેચો આ પ્રમાણે છેઃ

– ક્વોલિફાયર 1ઃ  24 મે (કોલકાતા): ગુજરાત ટાઇટન્સ vs રાજસ્થાન રોયલ્સ
– એલિમિનેટરઃ     25 મે (કોલકાતા): લખનૌ સુપર જાયન્ટ્સ vs રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર
– ક્વોલિફાયર 2ઃ  27 મે (અમદાવાદ): એલિમિનેટરની વિજેતા ટીમ vs પહેલા ક્વોલિફાયરની હારનાર ટીમ
– ફાઇનલઃ            29 મે (અમદાવાદ): ક્વોિફાયર 1ની વિજેતા ટીમ vs ક્વોલિફાયર 2 ની વિજેતા ટીમ

Next Article