IPL 2022: સંજુ સેમસન સાથે રમવાને લઈને નવદીપ સૈનીએ મોટું નિવેદન આપ્યું

|

Mar 21, 2022 | 1:53 PM

Rajasthan Royals: નવદીપ સૈનીને ગયા મહિને થયેલી હરાજીમાં રાજસ્થાન રોયલ્સે ખરીદ્યો હતો. તેના માટે રોયલ્સે 2 કરોડ 60 લાખ રૂપિયાની બોલી લગાવી હતી.

IPL 2022: સંજુ સેમસન સાથે રમવાને લઈને નવદીપ સૈનીએ મોટું નિવેદન આપ્યું
Navdeep Saini (PC: Rajasthan Royals)

Follow us on

ફાસ્ટ બોલર નવદીપ સૈની (Navdeep Saini) નો આગામી IPL 2022 માટે રાજસ્થાન રોયલ્સ ટીમ (Rajasthan Royals) માં સમાવેશ કરવામાં આવ્યો છે. નવદીપ સૈનીએ ટીમ સાથે જોડાવાની અને ટૂર્નામેન્ટ માટે મેદાનમાં ઉતરવા અંગેનો ઉત્સાહ શેર કર્યો છે. તેણે ટીમના કેપ્ટન સંજુ સેમસન (Sanju Samson) સાથેના તેના સંબંધો વિશે વાત કરી અને કહ્યું કે તે તેની કેપ્ટનશિપમાં રમવા માટે ઉત્સુક છે. નવદીપ સૈનીએ કહ્યું કે, સંજુ સાથે મારા સારા સંબંધ છે. મેં તેની સાથે રાષ્ટ્રીય ટીમમાં ઘણો સમય વિતાવ્યો છે અને મેદાનની બહાર તેની સાથે ઘણી ચર્ચા કરી છે. મને લાગે છે કે તેની નીચે રમવું એક નવો અનુભવ હશે. તે એવો ખેલાડી છે જે ટીમની આસપાસ આનંદનું વાતાવરણ બનાવે છે. તે દરેકને ટીમનો ભાગ બનવામાં મદદ કરે છે.

નવદીપ સૈનીને ગયા મહિને થયેલી હરાજીમાં રાજસ્થાન રોયલ્સે ખરીદ્યો હતો. તેના માટે રોયલ્સે 2 કરોડ 60 લાખ રૂપિયાની બોલી લગાવી હતી. સૈનીએ આઈપીએલમાં 28 મેચ રમી છે અને 17 વિકેટ લીધી છે. નવદીપ સૈનીએ કહ્યું કે શ્રીલંકાના દિગ્ગજ કમર સંગાકારા અને લસિથ મલિંગા પાસેથી શીખવું તેના માટે ઘણું સારું રહેશે.

સંગાકારા ટીમના ક્રિકેટ ઓપરેશન્સના ડિરેક્ટર છે અને લસિથ મલિંગાને બોલિંગ કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. મલિંગા પાસે ટૂંકી ફોર્મેટમાં બોલિંગ અને કોચિંગનો બહોળો અનુભવ છે. તેણે મુંબઈ ઈન્ડિયન્સને પોતાની સેવાઓ આપી છે. આવી સ્થિતિમાં રાજસ્થાન રોયલ્સ સાથે રમતા સૈની પાસે તેની પાસેથી શીખવાની મોટી તક હશે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

રાજસ્થાન રોયલ્સની ટીમ

સંજુ સેમસન (સુકાની), જોસ બટલર, યશસ્વી જયસ્વાલ, ધ્રુવ જુરેલ, કરુણ નાયર, રૈસી વેન ડેર ડુસેન, શિમરોન હેટમાયર, દેવદત્ત પડિકલ, ડેરીલ મિશેલ, અનુનય સિંહ, રિયાન પરાગ, શુભમ ગઢવાલ, રવિ અશ્વિન, જેમ્સ નીશમ, કુલદીપ સેન, નવદીપ સૈની, ટ્રેન્ટ બોલ્ટ, નાથન કુલ્ટર-નાઈલ, ઓબેદ મેકકોય, ફેમસ ક્રિષ્ના, કેસી કરિઅપ્પા, તેજસ બરોકા, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ.

આ પણ વાંચો : વિરાટ કોહલી અને બાબર આઝમની સરખામણી પર ઓસ્ટ્રેલિયાના કેપ્ટને આપી પ્રતિક્રિયા

આ પણ વાંચો : IPL 2022: ફરી સામે આવ્યો કોવિડ-19નો ખતરો, દર્શકો વિના IPLનું આયોજન થઈ શકે છે

Published On - 11:58 pm, Sun, 20 March 22

Next Article