IPL 2022: ‘બેબી ડી વિલિયર્સ’ અને ટિમ ડેવિડ પર રહેશે તમામની નજર, આ હોઇ શકે છે મુંબઈ ઈન્ડિયન્સની પ્લેઈંગ ઈલેવન

|

Mar 22, 2022 | 11:14 PM

IPL 2022 : લીગની શરૂઆત 26 માર્ચથી શરૂ થઇ રહી છે. મુંબઈ ઈન્ડિયન્સ તેની પ્રથમ મેચ 27 માર્ચે દિલ્હી કેપિટલ્સ સામે રમશે. આ પહેલા જાણી લો મુંબઈ ઈન્ડિયન્સની સંભવિત પ્લેઈંગ ઈલેવન.

IPL 2022: બેબી ડી વિલિયર્સ અને ટિમ ડેવિડ પર રહેશે તમામની નજર, આ હોઇ શકે છે મુંબઈ ઈન્ડિયન્સની પ્લેઈંગ ઈલેવન
Mumbai Indians team (File Photo)

Follow us on

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) ની 15મી સીઝનને હવે ગણતરીના દિવસો બાકી છે. 15મી સિઝનની પ્રથમ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાશે. તો મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) તેની પ્રથમ મેચ 27 માર્ચે દિલ્હી કેપિટલ્સ સામે રમશે. આ પહેલા જાણી લો મુંબઈ ઈન્ડિયન્સની સંભવિત પ્લેઈંગ ઈલેવન કેવી હોઇ શકે છે.

રોહિત શર્મા અને ઈશાન કિશન ઓપનિંગ કરી શકે છે

દક્ષિણ આફ્રિકાનો સ્ટાર ખેલાડી ક્વિન્ટન ડી કોક આ વખતે મુંબઈ ઈન્ડિયન્સનો ભાગ નથી. આવી સ્થિતિમાં ઇશાન કિશન મુંબઈ ટીમના સુકાની રોહિત શર્મા સાથે ઇનિંગની શરૂઆત કરી શકે છે. સૂર્યકુમાર યાદવ ત્રીજા નંબર પર જોવા મળી શકે છે. જોકે, તેના પ્રથમ મેચમાં રમવાની સંભાવના નથી. આવી સ્થિતિમાં યુવા ખેલાડી તિલક વર્મા પ્રથમ મેચમાં ત્રીજા નંબર પર બેટિંગ કરી શકે છે. જો કે ત્યાર બાદ માત્ર સૂર્યા કુમાર યાદવ જ આ પોઝિશનમાં રમતો જોવા શકે છે.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

મુંબઈ ટીમનો મિડલ ઓર્ડર આવો હોઇ શકે છે

ભલે હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યા આ સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સનો ભાગ નથી. તેમ છતાં, મુંબઈ ઈન્ડિયન્સનો મિડલ ઓર્ડર એકદમ મજબૂત જોવા મળી રહ્યો છે. ડેવોલ્ડ બ્રેવિસ, ટિમ ડેવિડ અને કિરન પોલાર્ડ આ વખતે મિડલ ઓર્ડરમાં બેટિંગ કરશે અને ટીમને મજબુત બનાવે છે. બેબી ડી વિલિયર્સથી જાણીતા ડેવોલ્ડ બ્રેવિસ પર તમામની નજર રહેશે. મિડર ઓર્ડરમાં પોલાર્ડ બાદ જો કોઇ એકલે હાથે મેચ જીતાડવાની તાકાત ધરાવે છે તો તે માત્ર ડેવોર્ડ બ્રેવિસ છે.

 

જો બોલિંગમાં લેગ સ્પિનરની વાત કરીએ તો મુરુગન અશ્વિન અને મયંક માર્કંડેયા સ્પિન વિભાગને સંભાળી શકે છે. તે જ સમયે, ફાસ્ટ બોલિંગની જવાબદારી ડેનિયલ સેમ્સ, જસપ્રિત બુમરાહ અને જયદેવ ઉનડકટના ખભા પર આવી શકે છે. સેમ્સને બાદ કરતા મુંબઈ પાસે ટાઇમલ મિલ્સના રૂપમાં સારો વિકલ્પ છે. જોકે સેમ્સ ઓલરાઉન્ડરની ભુમિકામાં જોવા મળે તો નવાઇ નહીં. આવી સ્થિતિમાં તેને પ્રથમ તક આપવામાં આવી શકે છે.

મુંબઈ ઈન્ડિયન્સની સંભવિત પ્લેઇંગ ઇલેવનઃ

રોહિત શર્મા (સુકાની), ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ (પ્રથમ મેચમાં તિલક વર્મા), ડેવોલ્ડ બ્રેવિસ, ટિમ ડેવિડ, કેરોન પોલાર્ડ, ડેનિયલ સેમ્સ, જસપ્રિત બુમરાહ, મયંક માર્કંડે, મુરુગન અશ્વિન અને જયદેવ ઉનડકટ.

આ પણ વાંચો : IPL 2022: જ્યારે રોહિત શર્માએ ‘પુષ્પા’ સ્ટાઇલથી કરી એન્ટ્રી, જુઓ Video

આ પણ વાંચો : જાણો IPL 2022 પહેલા સૌથી સફળ ટીમ કઈ? છેલ્લી 14 સિઝનમાં માત્ર 6 ટીમોએ ટાઈટલ જીત્યું, 2નો દબદબો રહ્યો

Published On - 10:28 pm, Mon, 21 March 22

Next Article