IPL 2022, MI vs SRH Match Result: ટીમ ડેવિડની તોફાની ઈનિંગ નિષ્ફળ, મુંબઈને હરાવીને હૈદરાબાદે પ્લેઓફની આશા જીવંત રાખી

|

May 17, 2022 | 11:49 PM

IPL 2022: લીગમાં 65મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ (MI)નો સામનો સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) સામે થયો હતો. આ મેચમાં મુંબઈને 3 રને હારનો સામનો કરવો પડ્યો હતો.

IPL 2022, MI vs SRH Match Result: ટીમ ડેવિડની તોફાની ઈનિંગ નિષ્ફળ, મુંબઈને હરાવીને હૈદરાબાદે પ્લેઓફની આશા જીવંત રાખી
Sunrisers Hyderabad (PC: IPLt20.com)

Follow us on

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022)ની 65મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians)નો સામનો સનરાઈઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) સામે થયો હતો. આ મેચમાં મુંબઈ ઇન્ડિયન્સ ટીમને 3 રને હારનો સામનો કરવો પડ્યો હતો. સનરાઈઝર્સ હૈદરાબાદ ટીમે આ મેચ જીતીને પોતાની પ્લેઓફની આશા જીવંત રાખી છે.

મુંબઈના બેટ્સમેનોએ દમ દેખાડ્યો

194 રનના લક્ષ્યનો પીછો કરતા મુંબઈની શરૂઆત સારી રહી હતી. આ દરમિયાન રોહિત શર્મા (Rohit Sharma) અને ઈશાન કિશન (Ishan Kishan)એ પ્રથમ વિકેટ માટે 95 રનની ભાગીદારી કરી હતી. જો કે આ મેચમાં પણ અડધી સદીની નજીક આવ્યા બાદ રોહિત શર્મા અડધી સદી બનાવી શક્યો ન હતો અને 48 રન બનાવીને આઉટ થયો હતો. સુંદરે તેને પોતાનો શિકાર બનાવ્યો. તેના આઉટ થયા બાદ ઈશાન કિશન પણ 43 રન બનાવીને આઉટ થયો હતો. તેને ઉમરાન મલિકે પોતાનો શિકાર બનાવ્યો હતો.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

ડેનિયલ સેમ્સ અને તિલક વર્મા નિષ્ફળ રહ્યા

તેના આઉટ થયા બાદ ડેનિયલ સેમ્સ અને તિલક વર્મા (Tilak Verma) પણ વધુ કંઈ કરી શક્યા ન હતા અને જલ્દી જ આઉટ થઈ ગયા હતા. ડેનિયલ સેમ્સે 15 અને તિલક 8 રન બનાવ્યા હતા. આ બંનેની વિકેટ ઉમરાન મલિકે લીધી હતી. તેના આઉટ થયા પછી ટીમ ડેવિડ અને ટ્રિસ્ટન સ્ટબ્સે સ્કોર આગળ વધાર્યો હતો. બંનેએ 17 રનની ભાગીદારી કરી હતી. જોકે આ દરમિયાન ટ્રિસ્ટન સ્ટબ્સ 2 રન બનાવીને આઉટ થયો હતો. તેના આઉટ થયા બાદ પણ ટીમ ડેવિડ પર તેની કોઈ અસર થઈ ન હતી અને તેણે ટીમનો સ્કોર આગળ વધાર્યો હતો. તેણે 18 બોલમાં 46 રનની ઈનિંગ રમી હતી.

 

સનરાઈઝર્સ હૈદરાબાદ ટીમે બનાવ્યો મજબુત સ્કોર

સનરાઈઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) ટીમના યુવા ક્રિકેટર રાહુલ ત્રિપાઠી (76) અને નિકોલસ પૂરન (38) એ શાનદાર પ્રદર્શન કરતા વિસ્ફોટક ઈનિંગ્સ રમી હતી અને વાનખેડે સ્ટેડિયમમાં IPL 2022ની મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદે 194 રનનો જંગી જુમલો મુંબઈ ઈન્ડિયન્સ સામે ઉભો કર્યો હતો. સનરાઈઝર્સ હૈદરાબાદ ટીમે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 193 રન બનાવ્યા હતા. ટીમ માટે પ્રિયમ ગર્ગ અને રાહુલ ત્રિપાઠીએ 43 બોલમાં 78 રનની શાનદાર ભાગીદારી નોંધાવી હતી.

Next Article