IPL 2022: કોલકાતા સામે રોહિત શર્માના આંકડા શું કહે છે, તેના પર એક નજર કરીએ

|

Apr 06, 2022 | 5:31 PM

આઈપીએલ 2022માં આજે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને મુંબઈ ઈન્ડિયન્સ (MI) ની ટીમો સામસામે ટકરાશે. મુંબઈ પોતાની પહેલી જીતની શોધમાં છે.

IPL 2022: કોલકાતા સામે રોહિત શર્માના આંકડા શું કહે છે, તેના પર એક નજર કરીએ
Rohit Sharma

Follow us on

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) ની 15મી સિઝનમાં આજે રોહિત શર્માની મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) અને શ્રેયસ અય્યરની કોલકાતા નાઈટ રાઈડર્સ (Kolkata Knight Riders) સામ સામે ટકરાશે. મુંબઈ આ સિઝનમાં અત્યાર સુધીની પોતાની પહેલી જીતની શોધમાં છે. તે જ સમયે, કોલકાતાની ટીમે અત્યાર સુધી ત્રણમાંથી 2 મેચ જીતી છે. મુંબઈ અને કોલકાતા વચ્ચેની ટક્કર પહેલા અમે તમને જણાવીએ કે કોલકાતા ટીમ સામે રોહિત શર્મા (Rohit Sharma) નું પ્રદર્શન કેવું રહ્યું છે.

રોહિત શર્માએ આઈપીએલમાં કોલકાતા સામે 29 મેચોમાં 132.16 ની સ્ટ્રાઈક રેટથી 1,015 રન બનાવ્યા છે. આ દરમિયાન રોહિત શર્માના બેટમાંથી 100 ચોગ્ગા અને 36 છગ્ગા નીકળ્યા છે. રસપ્રદ વાત એ છે કે IPL ના ઈતિહાસમાં રોહિત શર્મા એકમાત્ર એવો ખેલાડી છે જેણે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે 1000 થી વધુ રન બનાવ્યા છે.

આજે મોટી સિદ્ધી મેળવી શકે છે રોહિત શર્મા

રોહિત શર્મા પાસે 10,000 T20 રન પૂરા કરવાની શાનદાર તક છે. વિશ્વ ક્રિકેટમાં અત્યાર સુધી માત્ર 6 ખેલાડીઓ આ આંકડાને સ્પર્શી શક્યા છે. તો બીજી તરફ વિરાટ કોહલી T20 ફોર્મેટમાં 10 હજારથી વધુ રન બનાવનાર એકમાત્ર ભારતીય ખેલાડી છે. હવે રોહિત પણ આ યાદીમાં જોડાઈ શકે છે. તેણે અત્યાર સુધી રમાયેલી 372 મેચોમાં 9946 રન બનાવ્યા છે. તો રોહિતે 69 અડધી સદી ફટકારી છે. રોહિતે 6 સદી પણ ફટકારી છે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

T20 ફોર્મેટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓની યાદી પર નજર કરીએ તો ક્રિસ ગેલનું નામ આમાં પ્રથમ સ્થાન પર આવશે. ગેલે 14562 રન બનાવ્યા છે. જ્યારે પાકિસ્તાનના શોએબ મલિક 11,698 રન સાથે બીજા ક્રમે છે. જો કોહલીની વાત કરીએ તો તેણે 10,331 રન બનાવ્યા છે.

મહત્વનું છે કે કોલકાતા અને મુંબઈ વચ્ચેની મેચ રોમાંચક બની શકે છે. મુંબઈનો સુકાની રોહિત શર્મા (Rohit Sharma) પ્રયાસ કરશે કે તેની ટીમ જીત સાથે ટૂર્નામેન્ટમાં વાપસી કરી શકે. બીજી તરફ કોલકાતા ખૂબ જ ઉત્સાહિત છે અને તેના ખેલાડીઓ ફોર્મમાં છે. તેથી સ્પર્ધા થઈ શકે છે.

આ પણ વાંચો : IPL 2022: દિનેશ કાર્તિકમાં ધોનીની ઝલક દેખાય છે, RCB ના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે વિશ્વકપ ટીમમાં પસંદ કરવા સલાહ આપી

આ પણ વાંચો : KKR vs MI IPL 2022: કોલકાતા ના બોલીંગ આક્રમણ સામે Ishan Kishan ની થશે કસોટી, ઉમેશ, સાઉથી અને નરેન બગાડી શકે છે ખેલ!

Next Article