IPL 2022: ક્રિકેટ છોડીને કાગીસો રબાડા બન્યો ડોન, કહ્યું, ‘એકબાર કમિટમેન્ટ કરદી તો…’ વાંચો શું છે આખી ઘટના

|

May 10, 2022 | 8:46 PM

IPL 2022 : પંજાબ કિંગ્સે (PBKS) ટીમના વિદેશી ખેલાડીઓનો વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં તમામ ખેલાડીઓ હિન્દી ફિલ્મોના ડાયલોગ બોલતા જોવા મળે છે.

IPL 2022: ક્રિકેટ છોડીને કાગીસો રબાડા બન્યો ડોન, કહ્યું, એકબાર કમિટમેન્ટ કરદી તો... વાંચો શું છે આખી ઘટના
Kagiso Rabada (PC: IPLt20.com)

Follow us on

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022)નો રોમાંચ ચરમસીમાએ છે. આ સિઝનમાં ઘણી ટીમો સારું પ્રદર્શન કરી રહી છે, પરંતુ ઘણી ટીમોની હાલત ખરાબ છે અથવા વર્તમાન સિઝનમાં તેનું પ્રદર્શન અત્યાર સુધી મિશ્ર રહ્યું છે. આવી જ સ્થિતિ મયંક અગ્રવાલની આગેવાની હેઠળના પંજાબ કિંગ્સમાં પણ છે. ટીમે આ સિઝનમાં અત્યાર સુધી 11 મેચ રમી છે. આ દરમિયાન ટીમે 5 મેચ જીતી છે. જ્યારે 6 મેચમાં ટીમને હારનો સામનો કરવો પડ્યો છે. સ્થિતિ એવી છે કે જો ટીમને પ્લેઓફ મેચો માટે ક્વોલિફાય કરવું હોય તો તેણે તેની તમામ મેચો જીતવી પડશે. આ સિવાય તેને ભાગ્યના સાથની પણ જરૂર છે. કારણ કે વર્તમાન સિઝનમાં અન્ય ટીમોએ પણ સારું પ્રદર્શન કર્યું છે અને તેઓ પ્લેઓફની રેસમાં યથાવત છે.

તણાવપૂર્ણ વાતાવરણમાં પંજાબની ટીમે પોતાના ખેલાડીઓનો હળવા અંદાજમાં વીડિયો શેયર કર્યો છે. આ વીડિયોમાં વિદેશી ખેલાડીઓ હિન્દી ફિલ્મોના ડાયલોગ બોલતા જોવા મળે છે. આફ્રિકન સ્ટાર ફાસ્ટ બોલર કાગીસો રબાડાએ (Kagiso Rabada) પણ શેયર કરેલા વીડિયોમાં ભાગ લીધો હતો. આ દરમિયાન જ્યારે એન્કરે તેમને એક સવાલ પૂછ્યો તો જવાબ સાંભળીને બધા ખડખડાટ હસી પડ્યા.

એન્કરે પહેલા કાગિસો રબાડા (Kagiso Rabada) ને પૂછ્યું, ‘શું તમે સલમાન ખાનને ઓળખો છો?’ જેના જવાબમાં તેણે કહ્યું, ‘ના. હું રાશિદ ખાનને ઓળખું છું. રબાડાનો જવાબ સાંભળીને એન્કર પણ આશ્ચર્યચકિત થઈ ગઈ અને બંને હસવા પર મજબૂર થઈ ગયા.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

 

આ પછી એન્કરે પંજાબના સ્ટાર ખેલાડી કાગિસો રબાડા પાસેથી બોલિવૂડની જાણીતી ફિલ્મ ‘વોન્ટેડ’નો ફેમસ ડાયલોગ બોલાવવા માટે પ્રયાસ કર્યો હતો. ડાયલોગ હતો ‘એકબાર કમિટમેન્ટ કરદુ તો.., મે ખુદ કી ભી નહીં સુનતા…!’ આ દરમિયાન રબાડા શરૂઆતના કેટલાક શબ્દો બોલવામાં સફળ થાય છે, પરંતુ તે પછી તે બોલી શકતો નથી.

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022)માં વર્તમાન સિઝનમાં પંજાબ કિંગ્સ (Punjab Kings) ટીમના સ્ટાર બોલર કાગિસો રબાડા (Kagiso Rabada)ના પ્રદર્શનની વાત કરીએ તો તેણે પોતાની ટીમ માટે 10 મેચ રમી છે અને 10 ઇનિંગ્સમાં 17.94ની એવરેજથી 18 વિકેટ લીધી છે. કાગિસો રબાડા હાલમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલરોની યાદીમાં ત્રીજા સ્થાને છે.

Next Article