IPL 2022 : Hardik Pandya એ ગુજરાત ટાઇટન્સની કારમી હાર બાદ આપ્યું મહત્વનું નિવેદન

|

May 20, 2022 | 12:25 PM

IPL 2022 : બેંગ્લોર ટીમ સામેની મેચ દરમિયાન ગુજરાતની ટીમે પ્રથમ બેટિંગ કરીને 168 રનનો સન્માનજનક સ્કોર હાંસલ કર્યો હતો. જવાબી ઇનિંગ્સ રમતા આરસીબીએ માત્ર 2 વિકેટ ગુમાવીને આ લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.

IPL 2022 : Hardik Pandya એ ગુજરાત ટાઇટન્સની કારમી હાર બાદ આપ્યું મહત્વનું નિવેદન
Hardik Pandya (PC: IPLt20.com)

Follow us on

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) માં ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) ની ટીમને બેંગ્લોર ટીમ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. બેંગ્લોર ટીમે 8 વિકેટે શાનદાર જીત નોંધાવી હતી. ગુજરાત ટાઇટન્સ ટીમના સુકાની હાર્દિક પંડ્યા (Hardik Pandya) એ પોતાની ટીમની હાર અંગે કેટલીક મહત્વની બાબતોનો ઉલ્લેખ કર્યો હતો. તેણે ટીમના સ્કોર પર પણ પ્રતિક્રિયા આપી હતી.

ગુજરાત ટીમના સુકાની હાર્દિક પંડ્યાએ હાર બાદ કહ્યું કે, “અમારી પાસે માત્ર એક સારો સ્કોર હતો. અમે 168 રન બનાવીને ખુશ હતા. અમે લોકી ફર્ગ્યુશનને તક આપવા માંગતા હતા. પરંતુ વિકેટ થોડી ધીમી પડી રહી હતી. તેથી અમે એવા બોલરોને પસંદ કરવા માંગતા હતા જેઓ ધીમી બોલિંગ કરે અને બોલ સાથે ગતિ પકડે. અમે મધ્યમાં આ તમામ પ્રયાસોને બંધ કરી દીધા હતા. પરંતુ ગ્લેન મેક્સવેલ (Glenn Maxwell) જે રીતે અંતમાં રમ્યો હતો અમને લાગ્યું કે અમે 10 થી 15 રન પાછળ છીએ. જોકે અમારે બેક ટુ બેક વિકેટ ગુમાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે.

સુકાની હાર્દીક પંડ્યાએ કહ્યું કે, અમારા માટે પાઠ એ છે કે આપણે પ્લેઓફમાં આ ભૂલોનું પુનરાવર્તન ન કરવું જોઈએ. રન બનાવવું હંમેશા સારું હોય છે. ખેલાડીઓ જે રીતે રમી રહ્યા છે તે એક પાઠ છે. રિદ્ધિમાન સાહા (Wriddhiman Saha) ની ઈજાને લઈને તેણે કહ્યું કે હું અત્યારે તેના વિશે કંઈ કહી શકું તેમ નથી. તેને હેમસ્ટ્રિંગમાં ઈજા થઈ હતી અને સાવચેતીના પગલા તરીકે તેને મેદાનની બહાર રાખવો યોગ્ય હતો.

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

મહત્વનું છે કે બેંગ્લોર ટીમ સામેની મેચ દરમિયાન ગુજરાતની ટીમે પ્રથમ બેટિંગ કરીને 168 રનનો સન્માનજનક સ્કોર હાંસલ કર્યો હતો. જવાબી ઇનિંગ્સ રમતા આરસીબીએ માત્ર 2 વિકેટ ગુમાવીને આ લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. આ રીતે RCBએ મોટી જીત નોંધાવી અને તેનો હીરો વિરાટ કોહલી હતો. કોહલીએ પોતાની ટીમ માટે 73 રનની શ્રેષ્ઠ ઇનિંગ રમી હતી.

વિરાટ કોહલીએ ટી20 ક્રિકેટમાં 7000 રન પુરા કર્યા

કોહલીએ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore) માટે પોતાના 7,000 રન પૂરા કર્યા છે. જેમાં IPL અને ચેમ્પિયન્સ લીગ T20 ના રન સામેલ છે. તે RCB માટે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. આ સાથે કોહલીએ IPL માં પોતાના 3000 રન પણ પૂરા કરી લીધા છે. તે આ જ ટીમ માટે સૌથી વધુ T20 રન બનાવનાર બેટ્સમેન પણ છે. કોહલીએ આ સિઝનમાં 2 અડધી સદી ફટકારી છે અને આ બંને અડધી સદી પણ ગુજરાત ટાઇટન્સ ટીમ સામે ફટકારી છે.

Next Article